ઓગસ્ટા વેસ્ટલેન્ડઃ વચેટિયો મિશેલ 26 ફેબ્રુઆરી સુધીની ન્યાયિક કસ્ટડીમાં
નવી દિલ્હીઃ ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ડીલ મામલે વચેટિયા ક્રિશ્ચિયન મિશેલને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. પટિયાલા હાઉસ કોર્ટે ક્રિશ્ચિયન મિશેલને 26 ફેબ્રુઆરી સુધી ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યો છે. સુનાવણી દરમિયાન અદાલતમાં ઈડીએ જણાવ્યું કે ઈટલીની અદાલતમાં રજૂ કરવામાં આવેલ તમામ દસ્તાવેજ ખોટાં હતાં, અમારી પાસે આના સબૂત છે.
ઈડીએ કોર્ટને જણાવ્યું કે હજુ સુધી તપાસ ફાયદાકારક રહી છે. અમે તપાસ કરી છે કે કેવા હવાલા કેશ કેટલાય બેંક ખાતાઓ દ્વારા અહીંથી ત્યાં કરવામાં આવી રહ્યા હતા. ક્રિશ્ચિયન મિશેલને શનિવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં વિશેષ ન્યાયાધીશ અરવિંદ કુમાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ઈડીએ કોર્ટ પાસે મિશેલની ન્યાયિક કસ્ટડીની માંગ કરી હતી.
અગાઉ સુનાવણી દરમિયાન ઈડીએ અદાલતમાં કહ્યું હતું કે ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ડીલ મામલે વચેટિયા ક્રિશ્ચિયન મિશેલે સોનિયા ગાંધીનું નામ લીધું છે. જો કે ઈડીએ કહ્યુ્ં હતું કે કેવા સંદર્ભમાં તેમનું નામ લેવામાં આવ્યું છે, તેની પણ હજુ જાણકારી નથી.
વિજય માલ્યાને પીએમએલએ અદાલતે ભાગેડુ આર્થિક ગુનેગાર ઘોષિત કર્યો