For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતને યુરેનિયમ આપવા ઓસ્ટ્રેલિયા વાતચીત યોજશે : રાજદૂત

|
Google Oneindia Gujarati News

australian-high-commissioner-patrick-suckling
કોલકતા, 25 એપ્રિલ : આજે ઓસ્ટ્રેલિયાના રાજદૂતે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયાની સરકાર જો યુરેનિયમનો સુરક્ષિત અને શાંતિપૂર્વક ઉપયોગ થાય તો ભારતને યુરેનિયમનો પુરવઠો આપવા માટે ચર્ચા કરી રહી છે.

ઓસ્ટ્રેલિયાના હાઇ કમિશનર પેટ્રિક સકલિંગે કોલકતામાં રિપોર્ટર્સને જણાવ્યું કે "અમે ભારતને યુરેનિયમ વેચવાના કરાર ઉપર વાટાઘાટો કરી રહ્યા છીએ. યુરેનિયમના વેચાણ માટે અમે નવી પોલીસી બનાવી છે. પણ ભારત પાસે એવી સુરક્ષા વ્યવસ્થા હોવી જરૂરી છે જેથી તેનો બિનજોખમી અને શાંતિપૂર્વક ઉપયોગ થઇ શકે."

ઉલ્લેખનીય છે કે ભારત ન્યુક્લિયર નોન પ્રોલિફરેશન ટ્રીટીનું સભ્ય નહીં હોવાને કારણે અગાઉ ઓસ્ટેરેલિયાએ ભારતને યુરેનિયમ પૂરું પાડવાની ના પાડી દીધી હતી. હવે ઓસ્ટ્રેલિયાની લેબર પાર્ટી દ્વારા યુરેનીયમ નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

તેમણે એમ પણ જણાવ્યું કે ઓસ્ટ્રેલિયાને ભારત સાથે દ્વિપક્ષીય વેપાર સંબંધ વિકસાવવામાં રસ છે. આ વેપારમાં ઉર્જા ક્ષેત્ર ખાસ કરીને કોલસો વેપારને મૂળભૂત ભાગ હોઇ શકે છે. અમે ભારત સાથે કાયમી મજબૂત વેપાર ઇચ્છીએ છીએ. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાને ભારતમાં શિક્ષણ, બેંકિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રે અનેક તકો દેખાઇ રહી છે. તેમણે જણાવ્યું કે ખાણ ક્ષેત્ર પણ અમારા માટે એટલું જ મહત્વનું છે.

English summary
Australia holding talks on supplying uranium to India : Envoy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X