For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લદ્દાખના બર્ફીલા તોફાનમાં 10 પર્યટકો ફસાયા, 1નું મોત, તાપમાનના કારણે રેસ્ક્યુમાં મુશ્કેલી

લદ્દાખના ખાર્દુંગ્લામાં પાસમાં શુક્રવારે બર્ફીલુ તોફાન આવ્યુ છે અને તેમાં 10 પર્યટકો ફસાયા હોવાની જાણકારી મળી છે.

|
Google Oneindia Gujarati News

લદ્દાખના ખાર્દુંગ્લામાં પાસમાં શુક્રવારે બર્ફીલુ તોફાન આવ્યુ છે અને તેમાં 10 પર્યટકો ફસાયા હોવાની જાણકારી મળી છે જેમાંથી એકનું મોત થઈ ચૂક્યુ છે. આ બધા ટુરિસ્ટ છે અને તેમની ગાડીઓ બરફમાં દબાઈ ગઈ છે. રિપોર્ટ્સ અનુસાર એક એલયુવી રસ્તા પર બરફમાં દબાયેલી છે. રેસ્ક્યુ ઓપરેશન શરૂ થઈ ગયુ છ પરંતુ તાપમાન માઈનસ 15 ડિગ્રીથી પણ ઓછુ છે અને તેના કારણે ઘણી મુશ્કેલીઓ આવી રહી છે. ખાર્દુંગ્લા પાસ 17,582 ફૂટની ઉંચાઈ પર છે. તેને એશિયાનો સૌથી ખતરનાક પાસ માનવામાં આવે છે. આ પાસ શ્યોક અને નુબ્રા વેલીનો રસ્તો છે. જે સમયે સેનાના ટ્રુપ્સ સિયાચિન માટે જાય છે કે પછી રસદની સપ્લાય કરવા માટે ગાડીઓ સિયાચિન જાય છે તો આ રસ્તે થઈને પસાર થાય છે.

Ladakh

ગુરુવારે હવામાન વિભાગે આપી હતી ચેતવણી

જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે હિમવર્ષા ચાલી રહી છે. હવામાન વિભાગ તરફથી ગુરુવારે બર્ફીલા તોફાનની ચેતવણી જાહેર કરવામાં આવી હતી. આ ચેતવણીમાં રાજ્યના નવ જિલ્લા અનંતનાગ, બડગામ, બારામુલા, બાંદીપોરા, ગાંદરબલ, કારગિલ, કુલગામ, કુપવાડા અને લેહમાં લોકોને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યુ હતુ. જિલ્લા પ્રશાસન તરફથી લોકોને સલાહ આપવામાં આવી હતી કે તે ખતરનાક વિસ્તારોમાં જવાથી બચે. આ સાથે તેમને ખાવાપીવાનો જરૂરી સામાન પણ એકઠો કરવા માટે કહેવામાં આવ્યુ હતુ. હવામાન વિભાગે કહ્યુ છે કે 19 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી સુધી કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ શકે છે. એટલા માટે લોકો પોતાનુ ટ્રાવેલ શિડ્યુલ બરફને જોઈને જ પ્લાન કરે. પ્રશાસન તરફથી બરફને હટાવવા માટેના 23 મશીનો પણ રેડી રાખવામાં આવ્યા છે. શ્રીનગરમાં અત્યાર સુધીમાં જાન્યુઆરી માસમાં જ ચાર હિમવર્ષા થઈ ચૂકી છે.

આ પણ વાંચોઃ વિનેશ ફોગાટે રચ્યો ઈતિહાસ, આ એવોર્ડ માટે નામાંકિત થનાર પહેલી ભારતીય એથલીટઆ પણ વાંચોઃ વિનેશ ફોગાટે રચ્યો ઈતિહાસ, આ એવોર્ડ માટે નામાંકિત થનાર પહેલી ભારતીય એથલીટ

English summary
Avalanche hit Ladakh's Khardung La mountain pass in Jammu and Kashmir.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X