For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એર ઇન્ડિયાને હજુ સુધી કોઈ ખરીદદાર મળ્યો નથી: આરએન ચૌબે

એર ઇન્ડિયાની ખરાબ હાલતને સુધારવા માટે ભારત સરકારે તેના વિનિવેશ કરવા માટે નિર્ણય કર્યો હતો. પરંતુ હજુ સુધી સરકારને તેની યોગ્ય કિંમત નથી મળી રહી.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

એર ઇન્ડિયાની ખરાબ હાલતને સુધારવા માટે ભારત સરકારે તેના વિનિવેશ કરવા માટે નિર્ણય કર્યો હતો. પરંતુ હજુ સુધી સરકારને તેની યોગ્ય કિંમત નથી મળી રહી. ભારત સરકારે એર ઇન્ડિયા માટે બોલી લગાવવા માટે છેલ્લી તારીખ વધારીને 31 મેં કરી હતી. પરંતુ હજુ સુધી સરકારને એર ઇન્ડિયામાં રોકાણ કરવા માટે કોઈ ઓફર મળી નથી. આવી હાલતમાં આખરે સરકારે નિર્ણય કર્યો છે કે તેઓ બોલી લગાવવા માટે તારીખ હજુ આગળ નહીં વધારે.

Air India

સોમવારે એવિએશન સેકેટરી આરએન ચૌબે ઘ્વારા જણાવવામાં આવ્યું કે એર ઇન્ડિયાને હજુ સુધી કોઈ ખરીદદાર મળ્યો નથી. પરંતુ હજુ સુધી ડેડ લાઈન આગળ વધારવા માટે કોઈ પણ વિચાર કરવામાં આવ્યો નથી. આપણે જણાવી દઈએ કે એર ઇન્ડિયામાં હિસ્સો ખરીદવામાં ઈન્ડિગો એરલાઈને રસ દાખવ્યો હતો પરંતુ પાછળથી તેને પણ પોતાના હાથ ખેંચી લીધા.

આ પહેલા વિમાન સચિવ આરએન ચૌબે ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો એર ઇન્ડિયા માટે યોગ્ય કિંમત નહીં મળે તો સરકાર કદાચ તેને નહીં વેચે. સરકાર પાસે અધિકાર છે કે તેઓ એર ઇન્ડિયા વેચે કે નહીં વેચે.

એર એશિયા લાંચ મામલે ઉડયન મંત્રાલય સૂત્રો ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે હજુ સુધી એર એશિયા જાંચમાં કોઈ સીબીઆઈ વિવરણ મળ્યું નથી. મંત્રાલય તેની અલગ થી જાંચ નહીં કરે.

English summary
Aviation Secretary RN Chaubey says No bids have been received so far for Air India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X