For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો ફેસબૂક મેસેન્જર પર તમારી પાસે પૈસા માંગવામાં આવે તો એલર્ટ થઇ જાઓ

ડિજિટલ ઇન્ડિયાના આ સમયમાં સાઇબર ક્રાઇમ પણ સતત વધી રહ્યું છે. તેવી પરિસ્થિતિમાં સોશ્યિલ મીડિયાનો ઉપયોગ ખુબ જ સમજી વિચારીને કરવાની જરૂર છે.

|
Google Oneindia Gujarati News

ડિજિટલ ઇન્ડિયાના આ સમયમાં સાઇબર ક્રાઇમ પણ સતત વધી રહ્યું છે. તેવી પરિસ્થિતિમાં સોશ્યિલ મીડિયાનો ઉપયોગ ખુબ જ સમજી વિચારીને કરવાની જરૂર છે. ખરેખર ગુરુવારે એક એવો મામલો સામે આવ્યો જેમાં એક વ્યક્તિએ ફેસબૂક યુઝરનું મેસેન્જર હેક કરીને તેના એક મિત્ર પાસે પૈસા માંગ્યા. આ મામલો ત્યારે સામે આવ્યો જયારે કેટલાક લોકોએ વહાર્ટસપ પર પણ આ પ્રકારના મેસેજ જોવા મળ્યા, જેમાં તેમના મિત્રો પાસે પૈસાની માંગ કરવામાં આવી.

આ પણ વાંચો: યૂટ્યૂબને કારણે ફેસબુક થયું હેક! થશે અબજો રૂપિયાનો દંડ

સજાગ રહેવાની જરૂર

સજાગ રહેવાની જરૂર

ફેસબૂક હંમેશા તેમના યુઝરને કહે છે કે તેઓ સમય સમય પર પોતાની પાસવૉર્ડ બદલતા રહે. ધ્યાન આપવા જેવી બાબત છે કે ફેસબૂકના 50 મિલિયન યુઝરના ડેટા ચોરી થયા પછી પણ ફેસબૂક સતત લોકોને પોતાના એકાઉન્ટ અંગે સજાગ રહેવાનું કહે છે. સૌથી ચોંકાવનારી બાબત છે કે ફેસબૂક ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ અને સીઓઓ શેરિલ શેલ્ડબર્ગનું એકાઉન્ટ હેક થઇ ચૂક્યું છે.

સરકારને જાણકારી છે

સરકારને જાણકારી છે

આઇટી મિનિસ્ટ્રી સૂત્રો અનુસાર તેમને આ પ્રકારના હેકિંગ અંગે જાણકારી હતી અને તેઓ આ મામલે જાંચ પણ કરી રહ્યા છે. સૂત્રો અનુસાર આ ખુબ જ ગંભીર મામલો છે અને તેઓ આ મામલે કંપની પાસે જવાબ માંગશે. જયારે ફેસબૂક ઘ્વારા આ મામલે પૂછવામાં આવેલા સવાલનો કોઈ પણ જવાબ આપવામાં નથી આવ્યો, તેમને કહ્યું છે કે બધું જ બરાબર છે.

લોકોને ફોન કરીને પૈસા માંગવામાં આવ્યા

લોકોને ફોન કરીને પૈસા માંગવામાં આવ્યા

રેસ્ટોરન્ટ માલિક જોરાવર કાલરા ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ ખુબ જ ગંભીર મામલે છે, જેની તરત તપાસ થવી જોઈએ. જોરાવર કાલરાને ફેસબૂક પેજ પર 10000 લોકો ફોલો કરે છે જયારે તેમના પોતાના એકાઉન્ટ પર 2.5 લાખ ફોલોવર્સ છે. તેમનું એકાઉન્ટ ફેસબૂક ઘ્વારા વેરિફાઇડ કરવામાં આવ્યું છે. તેમના એકાઉન્ટમાં લગભગ 1800 કર્મચારીઓ પણ શામિલ છે. આ બધા જ લોકો તે સમયે હેરાન થઇ ગયા જયારે કેટલાક લોકોએ તેમને ફોન કરીને પૈસા માંગ્યા. ત્યારપછી જોરાવરે તેની માર્કેટિંગ ટીમને કહ્યું કે તેઓ ફેસબુકને તરત હેકિંગ અંગે પત્ર લખે અને મુદ્દાનું સમાધાન કાઢે.

ઘણા લોકોએ ફરિયાદ કરી

ઘણા લોકોએ ફરિયાદ કરી

આ પ્રકારના મામલા શેફ નીરજ રાવતું, અભિષેક બાસુ, અને ઈશાન સરકાર સાથે પણ થયા છે. આ બધા જ લોકોએ ફેસબૂક પર તેના વિશે લખ્યું છે. જયારે એક મીડિયા કર્મીએ પણ આ પ્રકારની ફરિયાદ પોતાના ફેસબૂક એકાઉન્ટ પર કરી છે.

English summary
Aware of these facebook messages which asks for money.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X