For Quick Alerts
For Daily Alerts
Axis બેંકની બ્રાંચમાં દરોડો પાડી આયકર વિભાગે 60 કરોડ જપ્ત કર્યા
આયકર વિભાગે નોયડા સેક્ટર 51માં આવેલી એક્સિસ બેંકની શાખામાં આજે દરોડો પાડ્યો હતો. જેમાં બેંકમાં 20 નકલી કંપનીઓના ખાતા મળ્યા હતા. જેમાંથી અંદાજે 60 કરોડ રૂપિયા જમા હતા.
નોંધનીય છે કે થોડા દિવસ પહેલા પણ આયકર વિભાગે એક્સિસ બેંકની ચાંદની ચોક સ્થિત શાખામાં દરોડો પાડીને 40થી વધુ નકલી એકાઉન્ટ ઝડપી પાડ્યા હતા. આ નકલી એકાઉન્ટમાં 100 કરોડ રૂપિયાથી વધુ રકમ જમા હતી તેવું અનુમાન છે.