અયોધ્યા કેસઃ મુસ્લિમ પક્ષના વકીલે કહ્યુ, કોર્ટ મને જ સવાલ પૂછે છે, CJIના જવાબથી ગૂંજ્યા ઠહાકા
સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદ પર સુનાવણી ચાલુ છે. 40માં દિવસે સુનાવણી દરમિયાન બંને પક્ષો વચ્ચે તીખી ચર્ચા જોવા મળી. સુનાવણી દરમિયાન આવી જ ચર્ચા બે દિવસ પહેલા થઈ હતી જ્યારે મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને એવુ કંઈક કહ્યુ જેના પર હિંદુ પક્ષે સવાલ ઉઠાવ્યો. સુનાવણી દરમિયાન રાજીવ ધવને કહ્યુ કે કોર્ટના સવાલ મારી તરફ જ હોય છે હિંદુ પક્ષ તરફ નહિ.
રાજીવ ધવને પોતાની દલીલો દરમિયાન સુપ્રીમ કોર્ટમાં કહ્યુ કે મે નોટિસ કર્યુ છે કે તમારા બધાના સવાલ મારી તરફ હોય છે.
લૉર્ડશીપ, તમે તેમને (હિંદુ પક્ષ)ને પણ કોઈ સવાલ પૂછી શકો છો. આના પર હિંદુ પક્ષ તરફથી વાંધો વ્યક્ત કરવામાં આવ્યો. હિંદુ પક્ષના વકીલ સીએસ વૈદ્યનાથને કહ્યુ કે આ નિવેદન સંપૂર્ણપણે ખોટુ છે. આના પર રાજીવ ધવને કહ્યુ કે બિલકુલ ખોટુ નથી. હું જવાબ આપવા માટે બાધ્ય છુ પરંતુ બધા સવાલ મારા માટે જ કેમ હોય છે?
જો કે કોર્ટે રાજીવ ધવનના નિવેદને ઈગ્નોર કર્યુ અને કહ્યુ કે તમે માત્ર એ સવાલોના જવાબ આપો છો, જે અમે પૂછીએ છીએ. વળી, આગલા દિવસે સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠ હિંદુ પક્ષના વકીલ કે પરાસરણના સવાલ પર સવાલ પૂછી રહી હતી. આ દરમિયાન સીજેઆઈએ રાજીવ ધવનને પૂછી લીધુ કે સવાલોથી તે સંતુષ્ટ છો ને? સીજેઆઈના આ સવાલ પર આખો કોર્ટ રૂમ ઠહાકાથી ગુંજી ઉઠ્યો.
બુધવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના સીજેઆઈ રંજન ગોગોઈએ સ્પષ્ટ કર્યુ કે આજે સાંજે 5 વાગ્યા સુધી આ કેસમાં બધી દલીલો પૂરી થઈ જશે. તેમણે કોઈ પણ અન્ય અરજી પર સુનાવણીનો ઈનકાર કર્યો. આ દરમિયાન કોર્ટમાં તીખી ચર્ચા થવા લાગી તો સીજેઆઈએ કહ્યુ કે આપણા તરફથી ચર્ચા પૂરી થઈ ચૂકી છે, કોઈ કંઈ કહેવા ઈચ્છતા હોય તો એટલા માટે સમય આપવામાં આવી રહ્યો છે, નહિતર અમે ઉઠીને જઈ પણ શકીએ છીએ.
આ પણ વાંચોઃ અયોધ્યા કેસઃ હિંદુ પક્ષના વકીલે આપ્યો નક્શો-દસ્તાવેજ, રાજીવ ધવને કોર્ટમાં જ ફાડી દીધા