For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

3 મિનિટની સુનાવણીમાં 2019 સુધી ટળી ગયો અયોધ્યા કેસ

અયોધ્યા વિવાદ પર સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ફરીથી એક વાર ટળી ગઈ છે. સુપ્રીમ કોર્ટે આ કેસની નિયમિત સુનાવણી માટે તારીખ આવતા વર્ષે જાન્યુઆરીમાં નક્કી કરવાનો નિર્ણય કર્યો છે.

|
Google Oneindia Gujarati News

અયોધ્યા વિવાદ પર સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ફરીથી એક વાર ટળી ગઈ છે. સુપ્રીમ કોર્ટે આ કેસની નિયમિત સુનાવણી માટે તારીખ આવતા વર્ષે જાન્યુઆરીમાં નક્કી કરવાનો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટો જો કે સ્પષ્ટ નથી કર્યુ કે આ જ બેન્ચ આ મામલાની સુનાવણી કરશે કે આના માટે નવી બેન્ચની રચના કરવામાં આવશે જે સમગ્ર મામલાની સુનાવણી નિયમિત રૂપે કરશે. કોર્ટમાં સુનાવણી પહેલા ભાજપ, કોંગ્રેસ અને તમામ પક્ષો દ્વારા આ અંગે નિવેદનબાજી કરવામાં આવી રહી હતી પરંતુ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સીજેઆઈ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેંચે માત્ર ત્રણ મિનિટમાં જ આગામી સુનાવણી જાન્યુઆરી, 2019 સુધી ટાળી દીધી. કોર્ટ હવે આવતા વર્ષે જાન્યુઆરીમાં તેની નિયમિત સુનાવણીની તારીખ નક્કી કરશે.

આ પણ વાંચોઃ ડૉલી બિન્દ્રાઃ 'રાધે માના ઈશારે પોલિસ અધિકારીએ મારુ યૌન શોષણ કર્યુ'આ પણ વાંચોઃ ડૉલી બિન્દ્રાઃ 'રાધે માના ઈશારે પોલિસ અધિકારીએ મારુ યૌન શોષણ કર્યુ'

સીજેઆઈએ જાન્યુઆરી પહેલા કેસ સાંભળવાની દલીલ ન માની

સીજેઆઈએ જાન્યુઆરી પહેલા કેસ સાંભળવાની દલીલ ન માની

અયોધ્યા વિવાદ પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં સીજેઆઈ રંજન ગોગોઈએ વકીલોને પૂછ્યુ કે આની આગામી સુનાવણી ક્યારે કરવામાં આવે તો તેના જવાબમાં હિંદુ પક્ષકારોએ વારંવાર કહ્યુ કે આની આગામી સુનાવણી જાન્યુઆરી, 2019 પહેલા થવી જોઈએ પરંતુ સીજેઆઈ રંજન ગોગોઈએ તેમની વાત ન સાંભળી અને અયોધ્યા મામલાની અર્જન્ટ સુનાવણીની માંગ ફગાવી દઈને કેસ જાન્યુઆરી 2019 સુધી ટાળી દીધો. વળી, સુપ્રીમ કોર્ટે કહ્યુ કે જરૂરી નથી કે આની સુનાવણી જાન્યુઆરીમાં જ થશે. કોર્ટે કહ્યુ છે કે આની સુનાવણી જાન્યુઆરી, ફેબ્રુઆરી કે પછી માર્ચમાં પણ થઈ શકે છે.

મહંત ધર્મદાસે કહ્યુ, ચૂંટણીના કારણે સુનાવણી ટાળવી અયોગ્ય

મહંત ધર્મદાસે કહ્યુ, ચૂંટણીના કારણે સુનાવણી ટાળવી અયોગ્ય

આ નિર્ણય બાદ અયોધ્યાના મહંત ધર્મદાસે નિરાશા વ્યક્ત કરી અને કહ્યુ કે આ કેસની સુનાવણી વહેલામાં વહેલી તકે થવી જોઈતી હતી. મહંત ધર્મદાસે કહ્યુ કે આ વાત યોગ્ય નથી કે અયોધ્યા જેવા ગંભીર મુદ્દે સુનાવણી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ટાળી દેવામાં આવે. તેમણે કહ્યુ કે સીજેઆઈએ બધા પક્ષોની વાતો સાંભળવી જોઈતી હતી.

ચુકાદાથી ભાજપ વર્તુળમાં નિરાશાનો માહોલ

ચુકાદાથી ભાજપ વર્તુળમાં નિરાશાનો માહોલ

મહંત ધર્મદાસે કહ્યુ કે સીજેઆઈ રંજન ગોગોઈએ 2 મિનિટમાં ચુકાદો કરી લીધો જે યોગ્ય નથી. મહંતે કહ્યુ કે હવે રાહ જોવા સિવાય કોઈ વિકલ્પ નથી. વળી, વિનય કટિયારે મોટો આરોપ લગાવ્યો કે કોંગ્રેસના દબાણમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આના પર રાજકારણ ગરમાતુ જોવા મળી રહ્યુ છે. ભાજપના ઘણા નેતાઓએ ચુકાદા બાદ પોતાની પ્રતિક્રિયા આપી છે. વળી, અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે વટહુકમ લાવવા અંગે પણ કાનાફૂસી વધતી જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ #MeToo: યૌન શોષણના આરોપો વચ્ચે ટાટાએ સુહેલ સેઠને હટાવ્યાઆ પણ વાંચોઃ #MeToo: યૌન શોષણના આરોપો વચ્ચે ટાટાએ સુહેલ સેઠને હટાવ્યા

English summary
ayodhya case: Supreme Court adjourns the matter till January 2019 to fix the date of hearing
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X