For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બરાબર એ જ જગ્યાએ બનવુ જોઈએ રામ મંદિર, 10 દિવસમાં સુનાવણી ખતમ થઈ શકે

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રામ મંદિર નિર્માણ અંગે મોટુ નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રામ મંદિર નિર્માણ અંગે મોટુ નિવેદન આપ્યુ છે. શાહે કહ્યુ કે તેમને એ વાતનો પૂરો ભરોસો છે કે જાન્યુઆરી માસમાં સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી થશે અને ચુકાદો જે પણ હોય કોર્ટે આ અંગે જલ્દી નિર્ણય લેવો જોઈએ. તેમણે કહ્યુ કે માત્ર ભાજપ જ નહિ સમગ્ર દેશ ઈચ્છે છે કે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ થાય. વળી, શાહે સ્પષ્ટ કર્યુ કે પાર્ટી ઈચ્છે છે કે મંદિર નિર્માણ એકદમ એ જ જગ્યાએ થવુ જોઈએ જ્યાં રામ લલ્લા બિરાજમાન છે.

10 દિવસની અંદર ખતમ થઈ શકે છે સુનાવણી

10 દિવસની અંદર ખતમ થઈ શકે છે સુનાવણી

અમિત શાહે કહ્યુ કે જો સુપ્રીમ કોર્ટ આ મામલે રોજ સુનાવણી કરે તો આ એવો કેસ છે જેની સુનાવણી 10 દિવસથી વધુ નહિ ચાલે. શાહે એ વાતનો ભરોસો વ્યક્ત કર્યો કે વહેલામાં વહેલી તકે આ મામલે કોર્ટનો ચુકાદો આવશે. વળી, કેરળના સબરીમાલા મંદિર મુદ્દા પર શાહે કહ્યુ કે સબરીમાલામાં લિંગભેદનો વિવાદ નથી પરંતુ આ આસ્થાનો વિષય છે. એવા તમામ વિષય છે જ્યાં ન્યાયિક સમીક્ષા સંભવ નથી તેને લોકો પર છોડી દેવા જોઈએ. મારુ વ્યક્તિગત રીતે માનવુ છે કે લોકોના ધાર્મિક વિશ્વાસને તેમના પર છોડી દેવો જોઈએ.

સમગ્ર દેશની માંગ

સમગ્ર દેશની માંગ

તમને જણાવી દઈએ કે 29 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે રામ મંદિર કેસની સુનાવણી આગામી વર્ષે જાન્યુઆરી મહિના સુધી ટાળી દીધી હતી. એક કાર્યક્રમ દરમિયાન બોલતા અમિત શાહે કહ્યુ કે અયોધ્યા જમીન વિવાદ છે. ભાજપે સ્પષ્ટ કહ્યુ છે કે તે બરાબર એ જ જગ્યાએ અયોધ્યામાં રામ મંદિર બનાવવા ઈચ્છે છે આ માત્ર ભાજપ ન નહિ પરંતુ સમગ્ર દેશની માંગ છે. આ કેસ 2014થી સુપ્રીમ કોર્ટમાં વિલંબમાં છે. કેન્દ્ર અને યુપી સરકારના વકીલોએ અપીલ કરી છે કે કોર્ટ આ કેસને પ્રાથમિકતાથી લે અને આના પર સુનાવણી કરે.

સિબ્બલ પર પલટવાર

સિબ્બલ પર પલટવાર

કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલનો ઉલ્લેખ કરતા શાહે કહ્યુ કે તેમણે આ કેસની સુનાવણી 2019 બાદ કરાવવાની કોર્ટમાં અપીલ કરી હતી. મને લાગે છે કે આ કેસને વહેલામાં વહેલી તકે ઉકેલી દેવો જોઈએ. ચુકાદો ભલે ગમે તે હોય પરંતુ આના પર જલ્દી સુનાવણી થઈ જોઈએ. આ ઘણા લોકો માટે ખૂબ મહત્વનો છે. દેશભરના લોકોની સંવેદનાઓ આ મુદ્દા સાથે જોડાયેલી છે. કરોડો લોકોનું માનવુ છે કે અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બનવુ જોઈએ.

આ પણ વાંચોઃ અલવિદા 2018: તાકાતવાન થયો ભારતીય પાસપોર્ટ, જાણો ભારતની બીજી મોટી સિદ્ધિઓઆ પણ વાંચોઃ અલવિદા 2018: તાકાતવાન થયો ભારતીય પાસપોર્ટ, જાણો ભારતની બીજી મોટી સિદ્ધિઓ

English summary
Ayodhya Dispute: Amit Shah says temple should be built at the exact spot.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X