• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અયોધ્યા વિવાદ: મુસ્લિમ પક્ષે દાખલ કરી મોલ્ડિંગ ઓફ રિલિફ

|
Google Oneindia Gujarati News

અયોધ્યા રામજન્મભૂમિ - બાબરી મસ્જીદ વિવાદ મામલે મુસ્લિમ પક્ષ તરફથી સુપ્રિમ કોર્ટમાં મોલ્ડિંગ ઓફ રિલિફ પર સોગંદનામું દાખલ કરવામાં આવ્યું. મુસ્લિમ પક્ષે સોગંદનામું દાખલ કરતાની સાથે જ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના રંજન ગોગોઈએ મુસ્લિમ પક્ષને કહ્યું કે આ તો અંગ્રેજી અખબારના પહેલા પાના પર હતુ. તેઓ અહીં જ ચૂપ ન થયા, તમણે આગળ કહ્યું, તમે તેમને પણ એક નકલ આપી છે?

અયોધ્યા રામજન્મભૂમિ-બાબરી મસ્જીદ વિવાદ પર સુપ્રિમ કોર્ટમાં સતત ચાલી રહેલી સુનાવણી ખતમ થઈ ચૂકી છે. વર્ષોથી ચાલી આવતા આ કેસની સુનાવણી 6 ઓગસ્ટ 2019થી સુપ્રિમ કોર્ટમાં રોજ કરવામાં આવી, આ દરમિયાન અદાલતે અઠવાડિયામાં પાંચ દિવસ આ મામલે સુનાવણી કરી. આશરે 40 દિવસની લાંબી સુનાવણી બાદ અદાલતે પોતાનો નિર્ણય રિઝર્વ રાખ્યો છે. કહેવાય છે કે 15 નવેમ્બર પહેલા સુપ્રિમ કોર્ટ આ મામલે ઐતિહાસિક નિર્ણય આપશે. સોમવારે મુસ્લિમ પક્ષ તરફથી સુપ્રિમ કોર્ટમાં મોલ્ડિંગ ઓફ રિલિફ પર સોગંદનામુ દાખલ કરવામાં આવ્યુ. આ દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ મુસ્લિમ પક્ષને કહ્યુ કે આ તો અંગ્રેજી અખબારના ફ્રન્ટ પેજ પર હતુ. શું તમે તેમને પણ એક કોપી આપી છે?

મોલ્ડિંગ ઓફ રિલિફ

મોલ્ડિંગ ઓફ રિલિફ

આ મામલે મુસ્લિમ અરજદારો તરફથી જવાબ આપવામાં આવ્યો છે, તેમણે તમામ અરજીકર્તાઓને તેની કોપી આપી છે. મુસ્લિમ પક્ષકારોએ કહ્યુ કે તેમણે આ કોપી સીલબંધ પેકેટમાં આપી હતી. પછી તમામ અરજીકર્તાઓને તેની કોપી આપવામાં આવી હતી. મુસ્લિમ પક્ષ તરફથી તે પહેલા જ્યારે મોલ્ડિંગ ઓફ રિલિફ પર નોટ આપવામાં આવી. મુસ્લિમ પક્ષકારોએ પોતાની નોટમાં અપેક્ષા દર્શાવી હતી કે મોલ્ડિંગ ઓફ રિલિફ દ્વારા કોર્ટ આ મહાન દેશના ઐતિહાસિક, સામાજીક અને સાંસ્કૃતિક વારસાનું ધ્યાન રાખશે, જેથી અમારો આ સદીઓ જૂનો ગૌરવશાળી વારસો અને સંસ્કૃતિ જળવાઈ રહે. સાથે જ નોટના અંતે એવું પણ કહેવાયુ કે મોલ્ડિંગ ઓફ રિલિફ દ્વારા આપણું બંધારણ આ મૂલ્યોને જાળવી રાખવાની જવાબદારી પણ કોર્ટને સોંપે છે. તેમાં કહેવાયુ કે કોર્ટનો જે પણ નિર્ણય હશે તે દેશના ભવિષ્ય અને આવનારી પેઢી પર અસર કરશે. નિર્ણય દેશની આઝાદી અને ગણરાજ્ય બાદ બાંધારણીય મૂલ્યોમાં વિશ્વાસ રાખનારા કરોડો નાગરીકોને અસર કરશે.

શું છે મોલ્ડિંગ ઓફ રિલિફ?

શું છે મોલ્ડિંગ ઓફ રિલિફ?

અયોધ્યા વિવાદ અદાલતી અને ન્યાયિક ઈતિહાસમાં રેયર મામલાઓમાંથી એક છે. જેના વિવાદનો મૂળ ટ્રાયલ હાઈકોર્ટમાં થયો હતો અને પહેલી અપીલ કોર્ટ સાંભળી રહી છે. મોલ્ડિંગ ઓફ રિલિફનો અર્થ એ થયો કે અરજીકર્તાઓએ કોર્ટ પાસે જે માંગ કરી છે તે પૂરીં ન થાય તો તેમને જે આપવામાં આવે તે વિકલ્પ શું હોઈ શકે? બીજા શબ્દોમાં કહીએ તો સાંત્વના પુરસ્કાર. મુસ્લિમ પક્ષે વૈકલ્પિક રાહતની માંગ સીલબંધ કવરમાં દાખલ કરી જેનો હિંદુ પક્ષે વાંધો દર્શાવ્યો. જો કે અદાલતે આ માંગને રેકોર્ડ પર લીધી છે.

આખી જમીન જ હિંદુ પક્ષને આપી દેવામાં આવે

આખી જમીન જ હિંદુ પક્ષને આપી દેવામાં આવે

વૈકલ્પિક રાહત મામલે એક પગલું આગળ વધી રામલલા તરફથી સુપ્રિમ કોર્ટથી વિશેષાધિકારનો ઉપયોગ કરતા આખી જમીન ખુદને દેવાની માંગ કરવામાં આવી. કહેવાયુ કે હાઈકોર્ટના નિર્ણયને કિનારે કરતા નિર્મોહી અખાડા અને મુસ્લિમ પક્ષને કોઈ હિસ્સો ન આપવામાં આવે. એએસઆઈના રિપોર્ટથી સાબિત થયુ છે કે આ મંદિર હતુ, જેથી આખી જમીન જ હિંદુ પક્ષને આપી દેવામાં આવે.

દેશહિતમાં નિર્ણય આપે

દેશહિતમાં નિર્ણય આપે

મુસ્લિમ પક્ષની માંગ વિષયથી હટીને છે. આ એક દિવાની કેસ છે અને તેમાં જમીનના માલિકી હક્કને લઈ હિંદુ-મુસ્લિમ પક્ષ કોર્ટમાં છે. મુસ્લિમ પક્ષે સુપ્રિમ કોર્ટથી માંગ કરી છે કે નિર્ણય એવો આવે કે જેમાં બંધારણનું માન જળવાઈ રહે. કારણ કે આ મામલે નિર્ણય દેશની ભાવી પેઢીને પ્રભાવિત કરશે. સુન્ની વક્ફ બોર્ડ તરફથી દાખલ કરેલી આ અપીલમાં કહેવાયુ છે કે કોર્ટ દેશહિતમાં નિર્ણય આપે. સુપ્રિમ કોર્ટ બંધારણનો રખેવાળ છે અને તેના નિર્ણયમાં બહુસાંસ્કૃતિક અને અનેક ઘર્મોની સંસ્કૃતિની ઝલક દેખાવી જોઈએ. ભવિષ્યની પેઢી આ નિર્ણયને કેવી રીતે જોશે, તેનું પણ ધ્યાન આ નિર્ણયમાં રાખવું જોઈએ.

ઐતિહાસિક અને પૌરાણિક સાક્ષ્ય

ઐતિહાસિક અને પૌરાણિક સાક્ષ્ય

બંધારણીય પીઠને નિર્ણય આપતી વખતે બંધારણીય મૂલ્યોનો ઉપદેશ આપવો એ કેટલો યોગ્ય છે તે તો નિર્ણય આવ્યા બાદ જ ખબર પડશે. જો કે એટલું તો નક્કી જ છે કે મુસ્લિમ પક્ષે તથ્યો સાથે ભાવુક અપીલ કરી છે. અદાલતના નિર્ણયો તથ્યો અને પુરુવાને આધારિત હોય છે. આ મામલે સીધો કોઈ સાક્ષી નથી. તથ્યોના નામ પર ઐતિહાસિક અને પૌરાણિક સાક્ષ્ય છે. ભારતીય પુરાતત્વિક સર્વેક્ષણની રિપોર્ટ છે કે જે કેસમાં એક મહત્વનો પુરાવો છે. હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં વિવાદિત જમીનને ત્રણ ભાગોમાં વહેચ્યુ હતુ, જેની વિરુદ્ધ સુપ્રિમ કોર્ટમાં અપીલ થઈ અને હિંદુ-મુસ્લિમ પક્ષે આખી જમીનનો માલિક હક્ક માંગ્યો.

આ પણ વાંચો: મુસ્લિમો જાણે છે અયોધ્યામાં ભગવાન રામનો જન્મ થયો હતો, પૈગમ્બર મોહમ્મદનો નહિઃ રામદેવ બાબા

English summary
ayodhya dispute muslim side filed molding of relief
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X