અયોધ્યા વિવાદઃ સુપ્રીમ કોર્ટમાં વકફ બોર્ડના વકીલે કર્યો દાવો

અયોધ્યા જમીન વિવાદ મામલે સુન્ની વકફ બોર્ડના વકીલ રાજીવ ધવન પોતાનો પક્ષ રાખીને કહ્યુ કે વાસ્તવમાં ત્યાં મંદિર મુઘલ બાદશાહ બાબરે બનાવડાવ્યુ હતુ.

અયોધ્યા જમીન વિવાદ મામલે સુન્ની વકફ બોર્ડના વકીલ રાજીવ ધવન પોતાનો પક્ષ રાખી રહ્યા છે. ધવને સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠ સામે 28માં દિવસની સુનાવણી દરમિયાન બાબરનામાનો હવાલો આપીને કહ્યુ કે વાસ્તવમાં ત્યાં મંદિર મુઘલ બાદશાહ બાબરે બનાવડાવ્યુ હતુ. હિંદુ પક્ષકાર ગજેટિયરનો હવાલો આપી રહ્યા છે પરંતુ ગજેટિયર ઘણા અલગ અલગ સમયે અલગ દ્રષ્ટિકોણથી જારી થયા હતા. એવામાં કહી ન શકાય કે બાબરે મંદિર તોડીને મસ્જિદ બનાવી.

SC

સુનાવણી દરમિયાન જસ્ટીસ બોબડેએ પૂછ્યુ કે ઘણી જૂની મસ્જિદોમાં સંસ્કૃતમાં પણ કંઈ લખેલુ મળ્યુ છે એ કેમ છે. આના પર રાજીવ ધવને કહ્યુ કે બનાવનાર કારીગર હિંદુ હતા એટલે એ પોતાની રીતે ઈમારત બનાવતા હતા. કામ પૂરા થયા બાદ યાદગાર તરીકે અમુક લેખ પણ અંકિત કરતા હતા. મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને ગુરુવારે પોતાની દલીલો દ્વારા એ સાબિત કરવાની કોશિશ કરી કે વિવાદિત સ્થળે મસ્જિદ હતી. તેમણે નિર્મોહી અખાડાના મહંત રઘુવર દાસ તરફથી 1885માં દાખલ બાદનો હવાલો આપીને કહ્યુ કે તે સ્થળના બહારના પરિસરમાં રામ ચબૂતરો મંદિરનું નિર્માણ કરાવવા જઈ રહ્યા હતા.

અયોધ્યા રામ મંદિર વિવાદ પર સુપ્રીમ કોર્ટ દ્વારા રચિત બંધારણીય પીઠ ગઈ 5 ઓગસ્ટથી સતત સુનાવણી કરી રહી છે. આ પહેલા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બેંચે બુધવારે બધા પક્ષકારોને પોતાની દલીલો પૂરી કરવા વિશે પૂછ્યુ. સીજેઆઈએ કહ્યુ કે અમે 18 ઓક્ટોબર સુધી સુનાવણી ખતમ કરવા ઈચ્છીએ છીએ જેથી જજોને ચુકાદો લખવામાં ચાર અઠવાડિયાનો સમય મળે. આના માટે બધાએ મળીને સહયોગ કરવો જોઈએ. જરૂર પડી તો કોર્ટ સુનાવણીમો સમય એક કલાક વધારી શકે છે, અમે શનિવારે પણ સુનાવણી માટે તૈયાર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X