રામ મંદિર બીજેપી માટે ચૂંટણી મુદ્દો નથી: જસવંતસિંહ
તેમણે જણાવ્યું કે મને નથી લાગતું કે અયોધ્યા મામલાને ઉઠાવવાનો આ સાચો સમય છે. જ્યારે અમારી સંખ્યા સંસદમાં પૂરતી હશે ત્યારે આ રામ મંદિર મુદ્દાને ઉઠાવવામાં આવી શકે છે. જસવંતે જણાવ્યું કે મને લાગે છે કે બીજેપીએ 2014 લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજનૈતિક પ્લેટફોર્મના આધારે ચૂંટણી લડવી જોઇએ.
આની વચ્ચે ગુરુવારે ઇલાહાબાદમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં આયોજીત ધર્મ સંસદમાં ગુરુવારે સંતોએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનાવવાની માંગ ઉઠાવી હતી.
અલ્હાબાદમાં મહાકુંભ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ(વિહિપ)ની આગેવાનીમાં આયોજિત ધર્મસંસદમાં હાજર સાધુ-સંતોએ નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી પદ માટે ઉમેદવાર બનાવવાની માંગ કરી હતી. ધર્મસંસદમાં મહામંથન બાદ આજે સાધુ-સંત જ્યારે મંચ પર પહોંચ્યા તો નરેન્દ્ર મોદીના નામના સુત્રોચ્ચાર થયા અને મંદિર નિર્માણની વાત પર વજન આપવામાં આવ્યું.
આ ધર્મસંસદમાં તમામ જાણીતા સાધુ-સંતો ઉપરાંત ઘણા શંકરાચાર્ય સામેલ છે. સંતોએ અયોધ્યામાં ભવ્ય રામમંદિરના નિર્માણને લઇને એક મુદ્દો ઉઠાવ્યો. સાધુ-સંતોનું કહેવું છે કે મંદિરના નિર્માણને લઇને દેશભરમાં માહોલ બનાવવો પડશે. એટલું જ નહીં રાષ્ટ્રીય સ્વયમસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે પણ મોદીને સમર્થન આપવા તરફ ઇશારો કર્યો હતો.