• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2019માં રામ મંદિર પર વટહુકમ કે બિલ લાવીને બાજી પલટી શકે છે ભાજપ?

|

સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસની સુનાવણી ત્રણ મહિના માટે ટાળી દીધી છે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી ખંડપીઠે સોમવારે કહ્યુ કે જાન્યુઆરીમાં ઉપરોક્ત પીઠ આ કેસની સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રામ મંદિર મુદ્દે રાજકારણ ગરમાયુ છે. ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સરકારને વટહુકમ લાવવાની અપીલ કરી છે. વળી, બીજી તરફ AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્ર સરકારને ખુલ્લો પડકાર ફેંકી દીધો છે. ઓવૈસીએ કહ્યુ કે 56 ઈંચની છાતી છે તો રામ મંદિર મામલે સરકાર વટહુકમ કેમ નથી લાવતી. 2014 લોકસભા ચૂંટણીના ભાજપના ઘોષણાપત્રમાં રામ મંદિર નિર્માણનો મુદ્દો ઘણો નીચે હતો પરંતુ જે રીતે ઘટનાક્રમ ચાલી રહ્યો છે તેનાથી એ વાતની સંભાવના બની રહી છે કે 2019 લોકસભા ચૂંટણીમાં રામ મંદિર નિર્માણનો મુદ્દો સૌથી ઉપર હશે. એ વાત સાચી છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ મોદી સરકારની મુશ્કેલીઓ વધારી દીધી છે પરંતુ એક સત્ય એ પણ છે કે આ ચુકાદા બાદ ભાજપને નવો ચૂંટણી મુદ્દો પણ મળી શકે છે.

આ પણ વાંચોઃ મધ્ય પ્રદેશમાં 'દાગી અને બહાર'ના સાથે દોસ્તી કોંગ્રેસને કયાંક ભારે ન પડી જાય

મોદી સરકાર વટહુકમ લાવ તો શું થશે?

મોદી સરકાર વટહુકમ લાવ તો શું થશે?

સુપ્રીમ કોર્ટે સુનાવણી ત્રણ મહિના સુધી ટાળી દીધા બાદ બે વાતો મુખ્ય રીતે ઉભરીને સામે આવી છે. પહેલી મોદી સરકાર વટહુકમ લાવીને રામ મંદિર નિર્માણનો રસ્તો સાફ કરે અને બીજી બિલ લાવીને કાયદો બનાવવામાં આવે. હવે સૌથી પહેલા જાણીએ કે વટહુક આખરે છે શું. સરકારને અમુક વિશેષ પરિસ્થિતિઓમાં કાયદો બનાવવા માટે જે સીમિત શક્તિઓ આપવામાં આવી છે તેમાંથી એક છે - વટહુકમ. બંધારણ મુજબ રાષ્ટ્રપતિને અનુચ્છેદ - 123 હેઠળ વટહુકમ લાવવાનો અધિકાર મળેલ છે. રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીના નેતૃત્વવાળા મંત્રીમંડળની સલાહ પર વટહુકમ લાવે છે. રાષ્ટ્રપતિ તરફથી જારી કરાયેલ વટહુકમને 6 સપ્તાહની અંદર સંસદના બંને ગૃહમાં પાસ કરાવવો જરૂરી હોય છે. આમ ન થવા પર વટહુકમ પ્રભાવહીન થઈ જાય છે. એનો અર્થ એ કે મોદી સરકાર રામ મંદિર નિર્માણ માટે જો વટહુકમ લઈ પણ આવે તો બે મુખ્ય પડકાર સામે આવશે. પહેલો - આને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી શકે છે. બીજો - 6 સપ્તાહની અંદર લોકસભા અને રાજ્યસભામાં તેને પાસ કરાવવાનો રહેશે. એવામાં વટહુકમથી રામ મંદિરની રાહ ઘણી આકરી દેખાઈ રહી છે. હા, એટલુ જરૂર છે કે વટહુકમ લાવીને ભાજપને ચૂંટણી ફાયદો જરૂર મળી શકે છે.

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો પર નિર્ભર કરશે ભાજપની રણનીતિ

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો પર નિર્ભર કરશે ભાજપની રણનીતિ

મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી ડિસેમ્બરમાં યોજાવાની છે. આ રાજ્યોના પરિણામો સામે આવ્યા બાદ જ ભાજપ રામ મંદિર નિર્માણ પર કોઈ ઠોસ પગલાં લેશે. જો વિકાસના નામે તેને વિધાનસભા ચૂંટણીઓમાં જીત મળશે તો સંભવ છે કે મોદી સરકાર રામ મંદિર નિર્માણ પર વટહુકમ વિશે વિચાર પણ ન કરે. પરંતુ ક્યાંક જો તેને હાર મળી ચો હિંદુત્વના શરણે ગયા સિવાય ભાજપ પાસે બીજો કોઈ વિકલ્પ નહિ રહે. એવામાં મોદી સરકાર ચૂંટણી આવતા પહેલા વટહુકમ લાવી શકે છે.

વટહુકમ કે બિલ બંનેમાંથી કયો વિકલ્પ ભાજપ માટે સારો

વટહુકમ કે બિલ બંનેમાંથી કયો વિકલ્પ ભાજપ માટે સારો

જો ભાજપ 2019 લોકસભા ચૂંટણી રામ નામ પર લડવાનું મન બનાવે છે તો તેની પાસે બે વિકલ્પ હશે. પહેલો - વટહુકમ અને બીજો શિયાળુ સત્રમાં બિલ લાવવાનો. જો કે આમાંથી કોઈ પણ પગલુ લેવુ તેના માટે સરળ નહિ હોય. કારણકે આમ કરવા પર નીતિશ કુમાર જેવા એનડીએના સહયોગી અલગ થવાનો નિર્ણય લઈ શકે છે. વટહુકમની તુલનામાં સંસદમાં બિલ લાવવુ ભાજપ માટે વધુ બહેતર રહેશે. જો કે લોકસભામાં તો ભાજપ તેને પાસ કરાવી શકે છે પરંતુ રાજ્યસભામાં તેનો રસ્તો સરળ નહિ રહે. કાયદો ન બની શકવાનું ઠીકરુ ભાજપ વિપક્ષ પર ફોડીને કોંગ્રેસની મતબેંકમાં ગાબડુ પાડી શકે છે. ભાજપ ભલે મંદિર નિર્માણમાં સફળ ન થાય પરંતુ તે કોંગ્રેસને હિંદુ વિરોધી સાબિત કરવાનો પૂરો પ્રયત્ન કરશે.

રામ મંદિર પર હવે વધુ રાહ જોવાના મૂડમાં નથી સંઘ

રામ મંદિર પર હવે વધુ રાહ જોવાના મૂડમાં નથી સંઘ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રામ મંદિર નિર્માણ અંગે હવે વધુ રાહ જોવાના મૂડમાં નથી. દશેરા પર મોહન ભાગવત સ્પષ્ટ રીતે કહી ચૂકી છે કે જો અદાલતના નિર્ણયમાં મોડુ થાય છે તો સરકારે કાયદો બનાવીને રામ મંદિરનું નિર્માણનો રસ્તો બનાવવો જોઈએ. અખિલ ભારતીય અખાડા પરિષદ (એબીએપી) ના સંતોએ પહેલેથી જ મોદી સરકારને અલ્ટીમેટમ આપી રાખ્યુ છે. હિંદુ સંગઠન મોદી સરકાર પર સતત દબાણ વધારી રહ્યા છે. બીજી તરફ સ્વયં નરેન્દ્ર મોદી અને અમિત શાહની ચૂંટણી રણનીતિના તાણાવાણાં પણ હિંદુત્વ જ છે. એવામાં રામ મંદિરથી અંતર રાખીને ચાલવ તેમના માટે પણ સરળ નહિ રહે.

આ પણ વાંચોઃ 3 મિનિટની સુનાવણીમાં 2019 સુધી ટળી ગયો અયોધ્યા કેસ

English summary
Ayodhya promise: Is the BJP looking at a Ram temple bill to polarise voters ahead of 2019 elections?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more