રામ મંદિર ભૂમિ પૂજન પહેલા ઓવૈસીઃ બાબરી મસ્જિદ હતી, છે અને રહેશે ઈંશાઅલ્લાહ
અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિર નિર્માણની આજથી શરૂઆત થઈ રહી છે. ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભૂમિ પૂજન કાર્યક્રમમાં શામેલ થવા માટે અયોધ્યા પહોંચ્યા છે. પરંતુ આ દરમિયાન એઆઈએમઆઈએમના નેતા અને લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ટ્વિટ કરીને લખ્યુ કે બાબરી મસ્જિદ હતી, છે અને રહેશે ઈંશાઅલ્લાહ. આગળ તેમણે હેશટેગ બાબરી જીવિત છે લખ્યુ છે. આ ટ્વિટમાં અસદુદ્દીન ઓવૈસીએ બાબરી મસ્જિદનો જૂનો ફોટો અને બાબરી મસ્જિદ તોડવાનો ફોટો શેર કર્યો છે.

પીએમના ભૂમિ પૂજનમાં શામેલ થવા પર પણ ઉઠાવ્યા સવાલ
તમને જણાવી દઈએ કે ઓવૈસી શરૂઆતથી જ રામ મંદિરની ટીકા કરતા આવ્યાછે. આ પહેલા તેમણે અયોધ્યામાં ભૂમિ પૂજનમાં પીએમ મોદીના શામેલ થવા પર વાંધો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે સેક્યુલર દેશના પ્રધાનમંત્રીના મંદિરના ભૂમિ પૂજન કાર્યક્રમમાં શામેલ થવુ યોગ્ય નથી. તેમણે કહ્યુ કે જો પીએમ મોદી પ્રધાનમંત્રી તરીકે આ કાર્યક્રમમાં શામેલ થાય તો આનાથી દેશ માટે ખોટો સંદેશ જશે. એટલુ જ નહિ ઓવૈસીએ કહ્યુ કે દેશની સર્વોચ્ચ અદાલતે ભલે બાબરી મસ્જિદ રામ જન્મભૂમિ વિવાદ પર પોતાનો ચુકાદો સંભળાવી દીધો હોય પરંતુ આ મુદ્દો આટલી જલ્દી ખતમ નહિ થાય, આ ઘણુ લાંબુ ચાલશે.

જ્યાં સુધી હું જીવિત છુ, આ મુદ્દો ખતમ નહિ થાય
ઓવૈસીએ કહ્યુ કે કાયદાકીય તરીકે આ ચુકાદો દેશની સર્વોચ્ચ અદાલતથી આવ્યો છે પરંતુ આ મુદ્દો ત્યાં સુધી ખતમ નહિ થાય જ્યાં સુધી હું જીવતો છુ. હું મારા પરિવાર, પોતાના લોકો, દેશના લોકોને કે જે બહુસંખ્યાના ન્યાય પર ભરોસો કરે છે. તેમને બતાવીશ કે 6 ડિસેમ્બર 1992ના રોજ મસ્જિદ તોડી દેવામાં આવી હતી. જો મસ્જિદ તોડવામાં ન આવી હોત તો આજે ભૂમિ પૂજનનો કાર્યક્રમ ના થઈ રહ્યો હોત. તમને જણાવી દઈએ કે ભૂમિ પૂજન માટે આખી અયોધ્યા સજાવવામાં આવી છે.
|
175 ગણમાન્ય આમંત્રિત
ઉલ્લેખનીય છે કે ભૂમિ પૂજનના કાર્યક્રમમાં પીએમ મોદી ઉપરાંત 175 પ્રતિષ્ઠિત અતિથિઓને આમંત્રિત કરવામાં આવ્યા છે જેમાં 36 આધ્યાત્મિક પરંપરાઓ સાથે સંબંધ રાખતા 135 પૂજ્ય સંત પણ શામેલ છે એટલુ જ નહિ આ કાર્યક્રમ માટે નેપાળથી હિંદુ સંતોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. ભૂમિ પૂજનમાં અશોક સિઘલના પરિવારથી મહેષ ભાગચંદકા અને પવન સિંઘલ મુખ્ય યજમાન હશે તો વળી, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયના જણાવ્યા મુજબ મંચ પર પીએમ મોદી ઉપરાંત ચાર જ લોકો હશે જેમાં સીએમ યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલદાસ અને આરએસએસ પ્રમુખ મોહન ભાગવત શામેલ છે.
હનુમાનગઢી પહોંચ્યા બાબા રામદેવ, કહ્યુ - મંદિર નિર્માણ સાથે દેશમાં આવશે રામ રાજ્ય