• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અયોધ્યા રામ મંદિર કેસઃ અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદ સાથે જોડાયેલા રોચક પાસાં

|
Google Oneindia Gujarati News

લગભગ સવા સદી જૂના અયોધ્યા રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસમાં દલીલો અને ચર્ચાનુ આજે સમાપન થઈ જશે. અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠ આ કેસની 6 ઓગસ્ટથી સતત સુનાવણી કરી રહી છે જેના ચુકાદા પર આખા દેશની નજર છે. ચીફ જસ્ટીસ ઑફ ઈન્ડિયા રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બંધારણીય પીઠ અયોધ્યા સ્થિત 2.77 એકર ભૂમિના માલિકી હક માટે અપાનાર ચૂકાદો ઐતિહાસિક હશે જે દેશના રાજકારણને નવો વળાંક આપી શકે છે.

કેસની તૈયારીઓ અને તેની સાથે જોડાયેલા રોચક પાસાંઓ

કેસની તૈયારીઓ અને તેની સાથે જોડાયેલા રોચક પાસાંઓ

જો બધુ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમને અનુરૂપ થયુ તો નિશ્ચિત માનો ત્રણ દિવસની અંદર 130 વર્ષથી વધુ જૂના રાજકીય દ્રષ્ટિથી સંવેદનશીલ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ માટે ચાલી રહેલી કાયદાકીય લડાઈના વર્તમાન ચરણ પર વિરામ લાગી જશે. હાલમાં તો કોઈને ખબર નથી કે આ પ્રકરણની છ ઓગસ્ટથી શરૂ થયેલી ફાસ્ટ ટ્રેક સુનાવણીનુ પરિણામ શું હશે. માત્ર અટકળો લગાવી શકાય છે. પરંતુ આ બધાથી અલગ અમે તમને કોર્ટ રૂમની બહારના આ કેસના બંને પક્ષોના વકીલ જે ગઈ 6 ઓગસ્ટથી માત્ર અદાલતી જિંદગી જીવી રહ્યા છે તેમની તૈયારીઓ અને તેની સાથે જોડાયેલા રોચક પાસાંઓ વિશે જણાવીએ.

મુસ્લિમ પક્ષના વકીલ વાંચી રહ્યા છે વાલ્મીકિ રામાયણ અને સ્કંધ પુરાણ

મુસ્લિમ પક્ષના વકીલ વાંચી રહ્યા છે વાલ્મીકિ રામાયણ અને સ્કંધ પુરાણ

1986થી લખનઉ કોર્ટમાં આ કેસની દલીલ કરી રહેલા સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ જફરયાબ જિલાની વાલ્મીકિ રામાયણ વાંચીને કેસ માટે તથ્યો શોધી રહ્યા છે. તેમણે જણાવ્યુ કે હિંદુ ગ્રંથોને બહુ વાંચ્યા અને હવે રોજ સુનાવણી થઈ રહી છે તો પણ વાંચી રહ્યા છે. જ્યારે હિંદુ પક્ષકારો તરફથી દલીલો રામાયણ અને સ્કંધ પુરાણ પર આપવામાં આવે છે તો તેનો જવાબ આપવા માટે એ જ ગ્રંથ વાંચીએ છીએ. અમારે (મુસ્લિમ પક્ષ) પોતાનો જવાબ આપવો છે એટલા માટે આ ધર્મગ્રંથને વાંચવા પણ જરૂરી છે. તે જણાવે છે કે રાજીવ ધવન તો ઑક્સફોર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. તે બહુ પુસ્તકો વાંચે છે. જિલાની જણાવે છે કે જેવી આ કેસની રોજ સુનાવણી શરૂ થી તેમણે દિલ્લીમા અડ્ડો જમાવી દીધો. ઘરે જવાનુ તો દૂર ઘરવાળાની ખબર પૂછવાનો પણ સમય નથી મળતો. હિંદુ ધર્મગ્રંથોને બહુ વાંચ્યા અને હવે રોજ સુનાવણી થઈ રહી છે તો વાંચી રહ્યા છે.

આ પણ વાંચોઃ Ayodhya Case: 1528થી 2019 સુધીની ટાઈમલાઈન, જાણો ક્યારે શું થયુંઆ પણ વાંચોઃ Ayodhya Case: 1528થી 2019 સુધીની ટાઈમલાઈન, જાણો ક્યારે શું થયું

હિંદુ પક્ષના વકીલ વાંચી રહ્યા છે બાબરનામા અને કુરાન

હિંદુ પક્ષના વકીલ વાંચી રહ્યા છે બાબરનામા અને કુરાન

સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠ અયોધ્યા કેસની 6 ઓગસ્ટથી સતત સુનાવણી કરી રહી છે. હિંદુ પક્ષના વકીલ બાબરનામા-આઈન, અકબરી-કુરાન વાંચી રહ્યા છે. રહિંદુ પક્ષના વકીલ હરિશંકર જૈને જણાવ્યુ કે મુસ્લિમ ધર્મ પર દલીલો આપવાની હોય તો તેમના ધર્મનો અભ્યા કરવો જરૂરી છે. હું ત્રીજી વાર બાબરના વાંચી રહ્યો છુ કારણકે બાબરી મસ્જિનો કેસ બાબર સાથે જોડાયેલો છે. આ ઉપરાંત ગઈ 37 સુનાવણીમાં અમે જેટલા પણ મુસ્લિમ શાસકોનો ઉલ્લેખ કર્યો તેમની ધાર્મિક કટ્ટરતાને સમજવા માટે અકબર, જહાંગીર, હુમાયુના પુસ્તકોનો અભ્યાસ કર્યો. 1987થી આ કેસની દલીલો કરી રહેલાહિંદુ પક્ષના વરિષ્ઠ વકીલ હરિશંકર જૈને રોજ બાબરનામા વાંચ્યુ. તેમના 5 સહયોગી પણ મુસ્લિમ ધર્મની અલગ અલગ પુસ્તકોના પાનાં પલટી રહ્યા છે. હરિશંકર જૈને જણાવ્યુ કે મુસ્લિમ પક્ષની દલીલોનો જવાબ આપવાનો છે એટલા માટે ત્રીજી વાર બાબરનામા વાંચી રહ્યો છુ. પહેલા રોજ બે કલાક પૂજા કરતો હતો પરંતુ બે મહિનાથી પૂજા નથી કરી શક્યો. હવે રામલલ્લાનો કેસ જ પૂજન થઈ ગયુ છે.

1000 પુસ્તકોના પાનાં પલટી ચૂક્યા છે વકીલ

1000 પુસ્તકોના પાનાં પલટી ચૂક્યા છે વકીલ

હિંદુ પક્ષના વરિષ્ઠ વકીલ સીએસ વૈદ્યનાથન સવારે 4 વાગ્યા સુધી તૈયારી કરે છે તો મુસ્લિમ પક્ષના રાજીવ ધવન આખી રાત નોટ્સ પર કામ કરે છે. ધવન ઘણી વાર રાતે 2 વાગ્યાથી કેસની નોટ્સ વાંચવાનુ અને સરખી કરવાનુ કામ શરૂ કરે છે. સવારે 8 વાગ્યા સુધી સીટ પરથી ઉઠતા નથી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટ જતા રહે છે. સાંજે આગલા દિવસની તૈયારી શરૂ કરે છે. આ માત્ર વરિષ્ઠ વકીલોની દિનચર્યા નથી પરંતુ તેમના 50 સહયોગી વકીલોનુ જમવાનુ પણ ઓફિસમાં જ થઈ રહ્યુ છે. બંને પક્ષોના વકીલ કોર્ટ અને ઓફિસ ઉપરાંત કોઈ કાર્યક્રમ કે ક્યાંય હરવા ફરવા છેલ્લી વાર 2 ઓગસ્ટ પહેલા ગયા હતા. 2 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે રોજ સુનાવણીની તારીખ 6 ઓગસ્ટ નક્કી કરી. ત્યારબાદથી કોર્ટ અને ઓફિસમાં કેસની તૈયારી જ તેમની જિંદગી બની ગઈ છે. દોઢ મહિનામાં બંને પક્ષોના વકીલ લગભગ 10 લાખ રૂપિયાના પુસ્તકો ખરીદી ચૂક્યા છે. લગભગ 1000 પુસ્તકોના પાનાં પલટી રહ્યા છે.

ત્રણ દિવસ સુધી સતત જાગતા રહ્યા

ત્રણ દિવસ સુધી સતત જાગતા રહ્યા

મુસ્લિમ પક્ષના રાજીવ ધવનને જ્યારે પૂછવામાં આવ્યુ કે તમે કેસની તૈયારી માટે શું કરો છે તો તેમણે ત્રણ મોટા પુસ્તકો બતાવ્યા અને કહ્યુ કે આ જુઓ. આ છે જજમેન્ટ. લગભગ 10હજાર પેજના જજમેન્ટને વાંચવુ પણ તૈયારીનો ભાગ હોય છે. ધવનના સહયોગી જણાવે છે કે થોડા દિવસો અગાઉ જ્યારે ચર્ચાનો જવાબ બનાવવાનો હતો ત્યારે ધવન સતત ત્ર દિવસ સુધી જાગ્યા રહ્યા. સાંજે 6વાગે કોર્ટમાંથી પાછા આવ્યા બાદ અમે નિર્દેશિત કર્યા બાદ અમારુ કામ શરૂ થયુ. અમે રાતે 2 વાગ્યા સુધી નોટ્સ તૈયાર કરી અને ધવન સરના ટેબલ પર મૂકી દીધી. ત્યારબાદ સરે એ નોટ્સા એકએક શબ્દ વાંચવા શરૂ કર્યા. સવારે 9 વાગ્યા સુધી નોટ્સ ફાઈનલ થયા અને સવારે 10.30 વાગે કોર્ટ પહોંચી ગયા. અમારે તો દિવસે ચર્ચા નહોતી કરવાની પરંતુ ધવન સરે સાંજે 5.15 વાગ્યા સુધ સુપ્રીમ કોર્ટમાં દલીલો કરી. સાંજે 6 વાગ્યાથી ફરીથી અમે નોટ્સ બનાવવા માટે નિર્દેશિત કરવા લાગ્યા. આવુ સતત ત્રણ દિવસ સુધી ચાલતુ રહ્યુ. આ સમયમાં ધવનને પારિવારિક કામ માટે બહાર જવુ બહુ જરૂરી હતુ પરંતુ તે ન ગયા.

અયોધ્યા કેસનો ચુકાદો જ ઘણા પુસ્તકો બરાબર

અયોધ્યા કેસ સંવેદનશીલ હોવાથી આ કેસ સાથે જોડાયેલ તમામ વકીલ વાતચીત નથી કરી રહ્યા. મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન સાથે મીડિયા કોઈ ઈન્ટરવ્યુ કરવા ઈચ્છે તો તેમનો જવાબ એ જ હોય છે કે ચુકાદો આવતા સુધી નો ઈન્ટરવ્યુ. જો કે અદાલતી કાર્યવાહીથી અલગ તૈયારીઓ પર તેમનુ કહેવુ હતુ કે તેમની ટીમ વધુ સારુ સમજાવી શકે છે. પુસ્તકોના અભ્યાસ પર ધવને કહ્યુ કે સામાન્ય કેસમાં જ 200 પુસ્તકો વાંચે છે, પછી આ કેસમાં તો જજમેન્ટ જ ઘણા પુસ્તકો સમાન છે. આ જ હાલ હિંદુ પક્ષના વકીલ સીએસ વૈદ્યનાથન, કે પારાશરન અને હરિશંકર જૈનના છે. જૈન જણાવે છે કે મુસ્લિમ ધર્મને સમજવા માટે સૌથી વધુ પુસ્તકો વાંચવા પડ્યા. હજારો પેજના જજમેન્ટ અને રોજ સુનાવણી થાય છે તો 200 પુસ્તકો વાંચવા સામાન્ય વાત છે. આ કેસમાં પુસ્તકોની સંખ્યા ત્રણથી ચાર ગણી થઈ ગઈ છે. અમારી ટીમ ખૂબ મહેનત કરી રહી છે.

બે કલાક જ સૂઈ રહ્યા છે હિંદુ પક્ષના વકીલ

બે કલાક જ સૂઈ રહ્યા છે હિંદુ પક્ષના વકીલ

હિંદુ પક્ષના વકીલ કે પારાશરન, સીએસ વૈદ્યનાથન, રંજીત કુમાર, પીએન મિશ્રા અને હરિશંકર જૈન છે. તેમના સહયોગી જણાવે છે કે આગામી 39 દિવસો સુધી સતત ચાલી રહેલી સુનાવણીની વાત કરવામાં આવે તો અમે કુલ 74 કલાક એટલે કે દિવસમાં બે કલાકથી વધુ આરામ નથી કરી શક્યા. માત્ર શનિવાર અને રવિવારે 4-4 કલાક સૂઈ શકીએ છીએ. રોજ સુનાવણીના કારણે કેસ પર રિસર્ચ અને ધર્મ પર આપવામાં આવેલી દલીલોને ક્રોસચેક કરવી પડે છે. નહિતર સાચુ અને ખોટાનો રેફરન્સ કેવી રીતે મળ। આ કેસ ધર્મ સાથે જોડાયેલો છે માટે ધર્મની દલીલો સમજવી, વાંચવી અને નોટ્સ બનાવવી જરૂરી છે. પછી આગલા દિવસની ચર્ચા અને ચર્ચાનો જવાબ બનાવવાનો હોય છે. વરિષ્ઠ વકીલ હરિશંકર જૈન જણાવે છે કે રાત 2 વાગ્યા પહેલા કોઈ પણ સહયોગી ઘરે નથી જતા. સહયોગીઓના ઘર ગયા બાદ સવારે પાંચ વાગે અમે ફરીથી તૈયારી શરૂ કરી દઈએ છીએ. ઘણી વાર તો નોટ્સની પ્રિન્ટ અને તેના સેટ એટલા હોય છે કે એક કલાકનો સમય એમાં જ લાગી જાય છે. સવારે 8 વાગ્યા સુધી ચા પીને તૈયાર થઈએ અને 9 વાગે કોર્ટ માટે નીકળી જઈએ છીએ. સવારે 10.30 વાગ્યાથી સાંજે 5.15 સુધી સુનાવણી બાદ કોર્ટમાંથી બહાર નીકળતા 6 વાગી જાય છે. ઓફિસ પહોંચીને 7 વાગ્યાથી ફરીથી કેસની તૈયારી શરૂ થઈ જાય છે. ત્યારે રોજ સુનાવણીની તૈયારી થઈ શકે છે. ઘણી વાર તો વૈદ્યનાથન સવારે 4 વાગ્યા સુધી કેસ નોટ્સ સ્ટડી કરતા રહે છે.

લંચનો પણ સમય નથી મળી રહ્યો

હિંદુ પક્ષના એડવોકેટ હરિશંકર જૈન જણાવે છે કે જેવો કોર્ટે 2 ઓગસ્ટના રોજ સુનાવણીનો ચુકાદો સંભળાવ્યો, તેવો ઓફિસની બહાર રૂમ બનાવી લેવામાં આવ્યો. પરિવાર સાથે છેલ્લી વાર 2 મહિના પહેલા 1 ઓગસ્ટે જમ્યા હતા. ત્યારથી ઓફિસમાં જ ટિફિન મંગાવી લઈએ છે અને સહયોગીઓ સાથે કેસની તૈયારી કરતા કરતા જમી લઈએ છે. કોર્ટના લંચ ટાઈમમાં પણ 15 મિનિટ ફ્રેશ થઈને ફરીથી કેસની તૈયારી કરવા લાગીએ છે. કાર્યક્રમ અટેન્ડ કરવાનુ તો દૂર કોઈ સંબંધી કે પરિચિતને મળી પણ નથી શકતા.

રાતે 4 વાગે ટીમ ઘરે જાય છે, પછી ધવન નોટ્સ પર કામ શરૂ કરે છે

રાતે 4 વાગે ટીમ ઘરે જાય છે, પછી ધવન નોટ્સ પર કામ શરૂ કરે છે

દિલ્લીના ન્યૂ ફ્રેન્ડ્સ કૉલોની સ્થિત રાજીવ ધવનના ઘરે સાંજે કોર્ટમાંથી પાછા આવ્યા બાદ રાજીવ ધવનના નિર્દેશ પર 7 સહયોગીની ટીમ કામ કરવાનુ શરૂ કરી દે છે. ધવ પોતાની ટીમ સાથે મોડી રાત સુધી તૈયારી કરતા રહે છે. ગઈ 6 તારીખથી તે ના તો સરખી રીતે સૂઈ શક્યા છે અને ના તેમની ટીમ સૂઈ શકી છે. રોજ સુનાવણીના કારણે તેમના પણ ઘણી મહેનત કરવી પડી રહી છે. ઘણી વાર તો ધવન અને તેમની ટીમ સવારે 4 વાગ્યા સુધી સુનાવણીની તૈયારી કરતા રહે છે.
ધવનના સહયોગી જણાવે છે કે અમે તો સવારે 4 વાગે ઘરે જતા રહીએ પરંતુ ધવન તો આ નોટ્સમા કરેક્શન કરવાનુ કામ સવારે 8 વાગ્યા સુધી પોતે કરે છે. કરેક્સન બાદ પ્રિન્ટ માટે પહોંચાડે અને કોર્ટ માટે તૈયાર થઈ જાય. ધવનના સહયોગીએ જણાવ્યુ કે આ એક દિવસનુ રૂટિન નથી. રોજ સુનાવણીના કારણે લગભગ આ જ દિનચર્યા છે. મુસ્લિમ પક્ષકારના વકીલ રાજીવ ધવનના સહયોગી જણાવે છે કે અમારુ જમવાનુ જ નહિ પાર્ટી પણ ધવન સરની ઓફિસમાં જ થઈ રહી છે. ધવન સરે તો સુપ્રીમ કોર્ટમાં જ કહી દીધુ હતુ કે રોજ સુનાવણી થઈ રહી છે તો સહયોગીઓને ઘરે પાર્ટી પણ આપવી પડે છે.

બંને પક્ષના વકીલ ફીસ વિના લડી રહ્યા છે કેસ

બંને પક્ષના વકીલ ફીસ વિના લડી રહ્યા છે કેસ

હિંદુ ફક્ષના વકીલ હરિશંકર જૈન જણાવે છે કે તે 1989માં લખનઉથી આ કેસ લડી રહ્યા છે પરંતુ આજ સુધી એક પણ પૈસો નથી લીધો. તેઓ કહે છે કે અમે તો રામ માટે લડી રહ્યા છે તો પૈસા કેવી રીતે લઈ શકીએ. અન્ય વકીલોની ફીસ માટે જૈન કહે છે કે બંને પક્ષોના જે વ્યાવસાયિક વકીલ છે તે તો ફીસ લઈ રહ્યા છે. ફીસ પક્ષકાર જ આપે છે. કોઈની ફીસ પાકિસ્તાન, અરબ દેશોથી આવે છે તો કોઈની હિંદુસ્તાનીઓ પાસેથી. વળી, જફરયાબ જિલાની જણાવે છે કે રાજીવ ધવ અમારા કેસ સાથે 1994થી જોડાયા હતા ત્યારથી આજ દિવસ સુધી ફીસ લીધા વિના કેસ લડી રહ્યા છે. અમે એક વાર મુન્શીને રૂપિયા આપ્યા તો ધવન સાહેબે પાછા આપી દીધા. આ કેસમાં રાજીવ ધવન જણાવે છે કે તેમને રૂપિયાની કોઈ ચાહત નથી. તે વેતન પર કામ કરવા જેવો વ્યવહાર નથી કરતા. એ સાચુ છે કે એક વાર મુસ્લિમ પક્ષે પૈસા આપવાનો પ્રયત્ન કર્યો હતો તો મે સ્પષ્ટ ઈનકાર કીને સાથે લખીને પણ આપ્યુ હતુ કે રૂપિયા પાછા આપી રહ્યો છુ જેથી રકમ સાચી જગ્યાએ પહોંચી જાય.

English summary
The Ayodhya Ram temple dispute, What have the lawyers of the Hindu and Muslim side done for cross-examination.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X