• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અયોધ્યા ચુકાદાથી લઈને ઉન્નાવ રેપ પીડિતા સુધી, યુપીની 9 મોટી ઘટનાઓ જેની દેશભરમાં થઈ ચર્ચા

|

વર્ષ 2019 ખતમ થવાનુ છે અને આ સાથે જ નવા વર્ષ 2020નો આગાઝ થઈ જશે. આ વર્ષે ઉત્તર પ્રદેશમાં તમામ એવી ઘટનાઓ થઈ જેણે દેશભરનુ ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ. સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર ચુકાદો સંભળાવ્યો. ઉન્નાવમાં રેપ પીડિતાને જીવતી સળગાવવામાં આવી. સોનભદ્રમાં જમીન વિવાદમાં 10 લોકોને ગોળીઓથી વીંધીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. વળી, ભાજપથી સસ્પેન્ડ ધારાસભ્ય કુલદીપ સેંગરને સગીર ગેંગરેપ અને અપહરણ કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા. વનઈન્ડિયા આપને આવી જ 9 ઘટનાઓ વિશે જણાવી રહ્યુ છે જે દેશભરમાં ચર્ચાનો વિષય રહી.

અયોધ્યાઃ રામ જન્ભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો

અયોધ્યાઃ રામ જન્ભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો

9 નવેમ્બરના રોજ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો. ચુકાદામાં સુપ્રીમ કોર્ટના પાંચે જજોએ કહ્યુ કે વિવાદિત જમીન હિંદુઓને સોંપવામાં આવી. કેન્દ્ર સરકાર એક ટ્રસ્ટ બનાવશે જે મંદિરનુ નિર્માણ કરાવશે. આ જમીન હજુ અત્યારે કેન્દ્ર સરકાર પાસે રહેશે અને બાદમાં ટ્રસ્ટને આપી દેવામાં આવશે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને સુન્ની વકફ બોર્ડને 5 એકર જમીનની વૈકલ્પિક જમીન ઉપલબ્ધ કરાવવાના નિર્દેશ આપ્યા.

લોકસભા ચૂંટણી 2019: યુપીમાં કઈ સીટ પર કોણ જીત્યુ

લોકસભા ચૂંટણી 2019: યુપીમાં કઈ સીટ પર કોણ જીત્યુ

લોકસભા ચૂંટણીમાં બધાની નજર યુપીના પરિણામો પર હતી. અહીંના પરિણામોમાં મહાગઠબંધન પર ભાજપ ભારે પડતી જોવા મળી તો કોંગ્રેસ એક જ સીટ પર સમેટાઈ ગઈ. અમેઠીથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ પોતાનો ગઢ બચાવી શક્યા નહિ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ અહીં જીત મેળવી. યુપીમાં ભાજપના ખાતામાં 62 સીટો આવી જ્યારે બસપાને 10 અને સપાને 5 સીટો મળી. વળી, અપના દળને યુપીમાં 2 સીટો પર જીત મળી પરંતુ મહાગઠબંધનમાં શામેલ આરએલડીના ખાતામાં એક પણ સીટ ન આવી.

આ પણ વાંચોઃ CAA વિરોધઃ છાત્રો માટે પ્રિયંકા ચોપડાએ કહ્યુ, દરેક અવાજ ભારતમાં બદલાવ માટે કામ કરશે

બરેલીઃ સાક્ષી મિશ્રા-અજિતેશના લવ મેરેજ

બરેલીઃ સાક્ષી મિશ્રા-અજિતેશના લવ મેરેજ

ભાજપ ધારાસભ્ય રાજેશ મિશ્રાની દીકરી સાક્ષી મિશ્રાએ એક દલિત યુવક અજિતેશ સાથે ત્રણ જુલાઈના રોજ ભાગીને લગ્ન કરી લીધા. બાદમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેણે સાક્ષીના પિતા અને ભાઈથી પોતાના જીવને જોખમ હોવાનો દાવો કર્યો હતો. મામલાએ તૂલ ત્યારે પકડી લીધુ જ્યારે દંપત્તિ નોઈડામાં એક ટીવી સ્ટુડિયોમાં જોવા મળ્યા જ્યાં બંનેએ જાતિના કારણે સાક્ષીના પરિવાર દ્વારા લગ્ન અસ્વીકાર કર્યાનો આરોપ લગાવ્યો હતો. કેસ ઈલાહાબાદની હાઈકોર્ટમાં પહોંત્યો જેણે રાજ્ય સરકારને દંપત્તિને સુરક્ષા આપવાનો દેશ આપ્યો અને તેમના લગ્નને કાનૂની પણ ઠેરવ્યા. આ તરફ, ભાજપ ધારાસભ્યએ પોતાના અને પોતાના પરિવાર પર લાગેલા બધા આરોપોને ખોટા ગણાવ્યા હતા. હાલમાં સાક્ષી અને અજિતેશ પોતના વૈવાહિક જીવનાં ખુશ છે અને દિલ્લીમાં રહે છે.

સોનભદ્રઃ જમીન પર કબ્જા માટે 10 લોકોને ગોળીઓથી વીંધ્યા

સોનભદ્રઃ જમીન પર કબ્જા માટે 10 લોકોને ગોળીઓથી વીંધ્યા

સોનભદ્રના ઉમ્ભા ગામમાં 17 જુલાઈના રોજ 32 ટ્રેક્ટર-ટ્રોલીઓમાં ભરીને પ્રધાન સહિત લગભગ 300 લોકો જમીન પર કબ્જો કરવા પહોંચ્યા અને ધોળે દિવસે તાબડતોડ ગોળીએ ચલાવીને 10 લોકોની હત્યા કરી દીધી.23 લોકો ઘાયલ થયા હતા. આ નરસંહારમાં 28 લોકો પર નામજદ અને 40-50 અજ્ઞાત લોકો પર એસસી-એસટી એક્ટ, આર્મ્સ એક્ટ સહિત ઘણી ધારાઓમાં કેસ નોંધવામાં આવ્યો હતો. મુખ્ય આરોપી સહિત કુલ 70 આરોપીઓની ધરપકડ કરવામાં આવી.

શાહજહાંપુરઃ સ્વામી ચિન્મયાનંદ પર યૌનશોષણનો આરોપ

શાહજહાંપુરઃ સ્વામી ચિન્મયાનંદ પર યૌનશોષણનો આરોપ

શાહજહાંપુરની એસએસ લૉ કોલેજની એલએલએમની છાત્રા 23 ઓગસ્ટના રોજ ગુમ થઈ ગઈ હતી. એક દિવસ બાદ છોકરીએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો. રોતા રોતા છોકરીએ કોલેજ મેનેજમેન્ટ અનેભાજપના પૂર્વ સાંસદ સ્વામી ચિન્મયાનંદ પર ઘણી છોકરીઓના જીવન બરબાદ કરવાનો આરોપ લગાવીને પોતાના જીવને જોખમ હોવાનુ જણાવ્યુ. છાત્રાના પિતાએ શાહજહાંપુરમાં ચિન્મયાનંદ સામે અપહરણનો આરોપ લગાવીને કેસ નોંધાવ્યો. 30 ઓગસ્ટના રોજ છાત્રા રાજસ્થાનમાં પોતાના એક દોસ્ત સાથે મળી આવી. બાદમાં તેને સુપ્રીમ કોર્ટમાં હાજર કરવામાં આવી. સુપ્રીમ કોર્ટેતેની ફરિયાદોના આધારે યુપી સરકારને એસઆઈટીની રચના કરવાનો આદેશ આપ્યો. એસઆઈટીએ કેસની તપાસ કરી, ત્યારબાદ 20 સપ્ટેમ્બરેચિન્મયાનંદને જેલ મોકલી દેવામાં આવ્યા હતા અને 25 સપ્ટેમ્બરે છાત્રાને 5 કરોડની ખંડણી માંગવાના આરોપમાં જેલમાં મોકલી દેવામાં આવી હતી. હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ 11 ડિસેમ્બરે છાત્રાને જેલમાંથી મુક્ત કરવામાં આવી છે. જ્યારે ચિન્મયાનંદ હજુ પણ જેલમાં જ બંધ છે.

યુપીપીસીએલમાં 2600 કરોડ રૂપિયાનો પીએફ કૌભાંડ

યુપીપીસીએલમાં 2600 કરોડ રૂપિયાનો પીએફ કૌભાંડ

ઉત્તર પ્રદેશ પાવર કૉર્પોરેશન લિમિટેડ (યુપીપીસીએલ)માં 2600 કરોડ રૂપિયાના પીએફ કૌભાંડનો કેસ સામે આવ્યો. કેસમાં આર્થિક ગુનાશાખા (EOW) આ કેસની તપાસ કરી રહી છે. વાસ્તવમાં વિજળી કર્મચારીઓની કમાણીને એક વિવાદાસ્પદ કંપની ડીએચએફએલમાં રોકાણ કરી દેવામાં આવી હતી. આ કેસમાં અત્યાર સુધી તત્કાલીન નાણાં નિર્દેશક સુધાંશુ દ્વિવેદી, ટ્રસ્ટ સચિવ પીકે ગુપ્તા અને પૂર્વ એમડી એપી મિશ્રાની ધરપકડ થઈ ચૂકી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ કેસની સીબીઆઈ તપાસની ભલામણ કરી દીધી છે. વિપક્ષ આ કેસમાં સતત સત્તારુઢ સરકાર પર હુમલો કરી રહી છે. વળી, ઉર્જા મંત્રી શ્રીકાંત શર્માએ કહ્યુ હતુ કે અમારી સતત એ કોશિશ છે કે યુપીપીસીએલના જે પૈસા ડીએસએફએલમાં ફસાયા છે તે દરેક સ્થિતિમાં પાછા મળે. કર્મચારી અમારા પરિવારની જેમ છે તેમનુ અહિત નહિ થવા દઈએ.

ઉન્નાવઃ ગેંગરેપ પીડિતાને આરોપીઓએ જીવતી સળગાવી

ઉન્નાવઃ ગેંગરેપ પીડિતાને આરોપીઓએ જીવતી સળગાવી

ઉન્નાવના બિહાર પોલિસ સ્ટેશનની રહેવાસી 23 વર્ષીય યુવતીએ શિવમ અને શુભમ નામના યુવકો પર બળાત્કાર કરવાનો કેસ નોંધાવ્યો હતો. 5 ડિસેમ્બરે યુવતી કેસની સુનાવણી માટે રાયબરેલી જવા માટે સવારે લગભગ ચાર વાગે બૈસવારા રેલવે સ્ટેશન જઈ રહી હતી ત્યારે રસ્તામાં બિહાર-મૌરાંવા માર્ગ પર શિવમ અને શુભમે પોતાના સાથીઓની મદદથી તેના પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી. 90 ટકા સુધી બળી ગયેલી પીડિતાને ગંભીર હાલતમાં લખનઉની કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીના ટ્રૉમાં સેન્ટરમાં રિફર કરવામાં આવી હતી. બાદમાં એરલિફ્ટ કરીને દિલ્લીની સફદરગંજ લાવવામાં આવી હતી જ્યાં ઈલાજ દરમિયાન પીડિતાને પહેલા કાર્ડિયાક અરેસ્ટ આવ્યો પછી તેનુ મોત થી ગયુ. આ કેસમાં પાંચે આરોપી જેલમાં છે. હૈદરાબાદમાં મહિલા ડૉક્ટરની ગેંગરેપ બાદ હત્યા બાદ થયેલી આ ઘટનાથી દેશભરમાં ગુસ્સો રહ્યો.

ઉન્નાવ રેપ કેસઃ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને દોષી કરાર

ઉન્નાવ રેપ કેસઃ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને દોષી કરાર

ઉત્તર પ્રદેશના બહુચર્ચિત ઉન્નાવ ગેંગરેપ કેસમાં દિલ્લીની તીસ હજારી કોર્ટે 16 ડિસેમ્બરના રોજ કુલદીપ સેંગરને રેપ અને અપહરણના દોષી ઠેરવ્યા. 2017માં સગીર સાથે સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યુ હતુ. પીડિતાએ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને પત્ર લખીને ન્યાયની માંગ કરી હતી. પીડિતાએ આ પત્રમાં જણાવ્યુ હતુ કે ધારાસભ્ય સેંગરે તેની સાથે રેપ કર્યો છે. 2018માં સીબીઆઈએ આ અંગે કેસ નોંધ્યો હતો. કુલદીપ સેંગરને 14 એપ્રિલ, 2018ના રોજ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર કેસ લખનઉથી દિલ્લી કોર્ટ ટ્રાન્સફર થયો હતો. 5 ઓગસ્ટથી રોજ બંધ રૂમમાં સુનાવણી થઈ રહી હતી. આ દરમિયાન પક્ષના 13 સાક્ષીઓ અને બચાવ પક્ષના 9 સાક્ષીઓની પૂછપરછ થઈ. પીડિતાનુ નિવેદન નોંધવા માટે એમ્પસમાં સ્પેશિયલ કોર્ટ બનાવવામાં આવી હતી. 10 ડિસેમ્બર, 2109નારોજ તીસ હજારી કોર્ટે કુલદીપ સેંગર સામે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો. કોર્ટે કુલદીપ સેંગર ગુનાહિત ષડયંત્ર, અપહરણ, દુષ્કર્મ અને પૉક્સો એક્ટ હેઠળ આરોપ નક્કી કર્યા હતા.

બિજનૌરઃ કોર્ટ રૂમમાં જજ સામે આરોપીની ગોળી મારી હત્યા

બિજનૌરઃ કોર્ટ રૂમમાં જજ સામે આરોપીની ગોળી મારી હત્યા

ઉત્તર પ્રદેશના બિજનૌરમાં કોર્ટ રૂમની અંદર હત્યાના આરોપીની જજ સે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. આ કેસમાં યોગી સરકારે મોટી કાર્યવાહી કરીને 18 પોલિસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા. જે પોલિસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તેમાંથી એક સબ ઈન્સ્પેક્ટર પણ શામેલ છે.

English summary
Ayodhya, unnav rape case, top events of uttar pradesh in 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more