For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બધી તૈયારીઓ સંપન્ન, પુષ્પક વિમાનથી અયોધ્યા આવશે રામ-સીતા

બધી તૈયારીઓ સંપન્ન, પુષ્પક વિમાનથી અયોધ્યા આવશે રામ-સીતા

|
Google Oneindia Gujarati News

ફૈજાબાદઃ રામનગી અયોધ્યામાં મંગળવારે દીપોત્સવ મનાવવામાં આવશે. જેને માટે બધી જ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. અહીં સરયૂ તટ પર એક સાથે ત્રણ લાખથી વધુ દિપક પ્રગટાવીને રેકોર્ડ બનાવવામાં આવશે. આના માટે ગિનિઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ માટેની ઑફિશિયલ ટીમને પણ અયોધ્યા બોલાવવામાં આવી છે. આ વખતે અયોધ્યાની રામલીલા વધુ ખાસ થવા જઈ રહી છે. ત્રેતા યુગમાં જેમ પ્રભુ શ્રીરામ પુષ્પક વિમાનથી ઉતર્યા હતા, ઠીક એવી જ રીતે આજે પણ પ્રભુ શ્રીરામ, મા સીતા અને લક્ષ્મણ સ્વૂપ હેલિકોપ્ટરથી ઉતરશે.

બપોરે અયોધ્યા પહોંચશે યોગી આદિત્યનાથ

બપોરે અયોધ્યા પહોંચશે યોગી આદિત્યનાથ

દીપોત્સવના મુખ્ય મહેમાન રૂપે રિપબ્લિક ઑફ કોરિયાની પ્રથમ મહિલા શ્રીમતી કિમ-જુંગ-સુકને આમંત્રિત કરવાાં આવ્યાં છે. તેઓ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે અહીં મંગળવારે બપોરે લગભગ 2 પહોંચી જશે. રાજ્ય અતિથિના રૂપે અયોધ્યા આવી રહેલ કોરિયાની પ્રથમ મહિલાની સુરક્ષા માટે વ્યાપક પ્રબંધ કરવામાં આવ્યા છે.

આ છે આખો કાર્યક્રમ

આ છે આખો કાર્યક્રમ

જણાવી દઈએ કે પ્રભુ રામના જન્મસ્થળે એમની લીલાઓને પ્રદર્શિત કરતી કેટલીય ઘટનાઓ પ્રદર્શિત કરવામાં આવશે. આના માટે કાર્યક્રમ નિર્ધારિત કરી દેવામાં આવ્યો છે. 6 નવેમ્બરે અયોધ્યા નગરીમાં 11.30 વાગ્યાથી 3.30 વાગ્યા સુધી શોભા યાત્રા નિકળશે. જેમાં કોરિયા, રશિયા, લાઓસ અને ત્રિનિદાદના કલાકારો સહિત કુલ 500 લોક કલાકાર ભાગ લેશે. 3થી 3.30 વાગ્યાની વચ્ચે રામ બજાર અને શિલ્પગ્રામનું ઉદ્ઘાટન થશે. 3.15 વાગ્યે યુપી અને બિહારના રાજ્યપાલ, મુખ્યમંત્રી અને દક્ષિણ કોરિયાની પ્રથમ મહિલા રાણી હો પાર્ક પર પુષ્પાંજલી અર્પણ કરશે.

હેલિકોપ્ટરથી આવશે શ્રીરામ અને સીતા

હેલિકોપ્ટરથી આવશે શ્રીરામ અને સીતા

4થી 4.30 વાગ્યા સુધીમાં હેલિકોપ્ટરથી શ્રીરામ, સીતા અને લક્ષ્મણના સ્વરૂપોનું આગમન થશે. જે બાદ એમને કાર્યક્રમ સ્થળે લઈ જવામાં આવશે, જ્યાં એમનું સ્વાગત થશે, જે બાદ આ સ્વરૂપોને હેલિકોપ્ટરથી રામકથા પાર્ક લઈ જવામાં આવશે. 6 વાગ્યાની આસપાસ તેમનો પ્રતિકાત્મક રાજ્યાભિષેક કરવામાં આશે. આની સાથે એકસાથે 3.20 લાખ દિવા પ્રગટાવી મોટો રેકોર્ડ સ્થાપવામાં આવશે.

કોણ છે કોરિયાની રાણી? અયોધ્યામાં જેમના સ્મારકનું ઉદ્ઘાટન કરશે યોગીકોણ છે કોરિયાની રાણી? અયોધ્યામાં જેમના સ્મારકનું ઉદ્ઘાટન કરશે યોગી

English summary
Ayodhya: up cm yogi adityanath to welcome lord rama
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X