Ayodhya Verdict: કોર્ટના ચુકાદાનો શ્રેય કેન્દ્ર સરકાર ન લઈ શકે- ઉદ્ધવ ઠાકરે
મુંબઈઃ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ અયોધ્યા કેસ પર સુપ્રીમ કોર્ટના ફેસલાના બહાને કેન્દ્રમાં શાસિત મોદી સરકાર પર નિશાન સાધ્યું. તેમણે સુપ્રીમ કોર્ટના ફેસલા પર પ્રતિક્રિયા આપતા કહ્યં કે ભાજપની આગેવાની વાળી કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટના બહુપ્રતીક્ષિત અયોધ્યા કેસ પર ફેસલાનો શ્રેય ન લઈ શકે. ઉલ્લેખીય છે કે સુપ્રીમ કોર્ટે શનિવારે ફેસલો સંભળાવતા કહ્યું કે અયોધ્યાની વિવાદિત જમીન પર રામલલાનો હક છે. તેમણે કેન્દ્ર સરકારને ત્રણ મહિનામાં મંદિર ટ્રસ્ટ બનાવવાનો આદેશ આપ્યો. આની સાથે જ કોર્ટે મુસ્લિમોને મસ્જિદ બનાવવા માટે અયોધ્યામાં 5 એકરની જમીન આપવા પણ આદેશ આપ્યો છે.

મોદી સરકાર શ્રેય ન લે
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમે સરકારને અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે કાનૂન બનાવવાનો અનુરોધ કર્યો હતો, પરંતુ સરકારે એવું ન કર્યું. જ્યારે સુપ્રીમ કોર્ટ ફેસલો સંભળાવી રહી છે ત્યારે કેન્દ્ર સરકાર તેનો શ્રેય ન લઈ શકે.
|
24 નવેમ્બરે અયોધ્યા જઈશ
ઉદ્ધવ ઠાકરેએ સુપ્રીમ કોર્ટના ફેસલા પર કહ્યું કે આજનો દિવસ ભારતના ઈતિહાસમાં સોનેરી અક્ષરોમાં લખવામાં આવશે. તમામે ફેસલો સ્વીકારી લીધો છે. હું 24 નવેમ્બરે અયોધ્યા જઈશ. તેમણે આગળ કહ્યું કે હું દિલ્હીમાં લાલ કૃષ્ણ અડવાણીને મળી તેમનો આભાર વ્યક્ત કરીશ. તેમણે રથયાત્રા કાઢી હતી. હું નિશ્ચિત રૂપે મળીશ અને તેમના આશિર્વાદ લઈશ.

દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપ્યું
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવવાને લઈ ગતિરોધ બનાવવામાં આવ્યો છે. ચૂંટણી પહેલા ગઠબંધ કરનાર ભાજપ-સહયોગી વચ્ચે સત્તાને વહેંચવાણીને લઈ કોઈપણ સમજૂતી થઈ શકશે નહિ. સીએમ પદ અઢી-અઢી વર્ષ વહેંચવા માટે ભાજપ રાજી નથી. આ ગતિરોધને પગલે રાજ્યની વિધાનસભાનો કાર્યકાળ પૂરો થાય તેના એક દિવસ પહેલા જ દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપી દીધું હતું.

મહારાષ્ટ્રમાં શું છે રાજકીય સમીકરણ
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં પાછલા મહિને સંપન્ન થયેલ વિધાનસભા ચૂંટણીમાં એકેય પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી નથી. મહારાષ્ટ્રની 288 વિધાનસભા સીટમાંથી ભાજપને સૌથી વધુ 105, શિવસેનાને 56, એનસીપીને 54 અને કોંગ્રેસને 44 સીટ પર જીત હાંસલ થઈ છે. ચૂંટણી પહેલા ગઠબંધન કરી ચૂંટણી લડેલ ભાજપ અને શિવસેનાને 161 સીટ મળી છે.
અયોધ્યા પર સુપ્રીમના ચુકાદા બાદ અમિત શાહે બધા રાજ્યોના CMને કહી આ વાત