રામલલાને મળી વિવાદિત જમીન, જાણો અયોધ્યા કેસમાં SCના ચુકાદાની 10 મોટી વાતો
દેશનો સૌથી જૂનો વિવાદ અયોધ્યા જમીન વિવાદમાં આજે દેશની સર્વોચ્ચ અદાલતે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદ મામલે ચુકાદો સંભળાવીને વિવાદિત જમીન રામજન્મભૂમિ રામલલા વિરાજમાનને આપી છે. કોર્ટે પોતાના ચુકાદામાં સુન્ની બોર્ડને અલગથી 5 એકર જમીન આપવાની વાત કહી છે. વળી, સુપ્રીમ કોર્ટે નિર્મોહી અખાડાના દાવાને ફગાવી દીધો છે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની આગેવાનીમાં બંધારણીય પીઠે ચુકાદો સંભળાવીને નિર્મોહી અખાડા અને શિયા વકફ બોર્ટના દાવાને ફગાવી દીધો છે. પાંચ જજોની બેંચે અયોધ્યા મામલે ઐતિહાસિક ચુકાદો સંભળાવીને કહ્યુ કે વિવાદિત જમીન પર રામ મંદિરનુ નિર્માણ કેન્દ્ર સરકાર ટ્રસ્ટ બનાવીને કરશે. વળી, અયોધ્યામાં જ મસ્જિદ બનાવવા માટે સુન્ની વકફ બોર્ડને 5 એકર જમીન મળશે. આવો જાણીએ આ ઐતિહાસિક ચુકાદાની 10 મોટી વાતો...

અયોધ્યા પર ઐતિહાસિક ચુકાદો
સુપ્રીમ કોર્ટે અયોધ્યા જમીન વિવાદ કેસમાં ચુકાદો સંભળાવતા કહ્યુ કે વિવાદિત જમીન રામલલ્લા વિરાજમાનને આપવામાં આવે. કોર્ટે કહ્યુ કે હિંદુઓની આ આસ્થા અવિવાદિત છે કે ભગવાન રામનુ જન્મ સ્થળ ધ્વસ્થ સંરચના છે. તેમણે કહ્યુ કે સીતા રસોઈ રામ ચબૂતરો, ભંડાર ગૃહની ઉપસ્થિતિના મળેલા પુરાવા આ તથ્યનો દાવો રજૂ કરે છે.

કેન્દ્ર સરકાર બનાવશે ટ્રસ્ટ
સુપ્રીમ કોર્ટે કહ્યુ કે રામલલાના જમીન પર કેન્દ્ર સરકાર ટ્રસ્ટ બનાવીને મંદિરનુ નિર્માણ કરશે.સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને મંદિર નિર્માણ માટે 3 મહિનામાં ટ્રસ્ટ બનાવીને યોજના તૈયાર કરવાના નિર્દેશ આપ્યા છે. કોર્ટે કહ્યુ કે ચુકાદો આસ્થા અને વિશ્વાસ, દાવાના આધારે ન આપી શકાય. કોર્ટે કહ્યુ કે ઐતિહાસિક દસ્તાવેજ દર્શાવે છે કે હિંદુઓનો વિશ્વાસ છે કે અયોધ્યા ભગવાન રામનુ જન્મ સ્થાન છે.
આ પણ વાંચોઃ અયોધ્યા ચુકાદોઃ મુસલમાનોએ મસ્જિદને ક્યારેય નહોતી છોડીઃ સુપ્રીમ કોર્ટ

મસ્જિદ માટે 5 એકર જમીન
સુપ્રીમ કોર્ટે મસ્જિદ બનાવવા માટે વૈકલ્પિક જમીન આપવાના નિર્દેશ આપ્યા. કોર્ટે સુન્ની વકફ બોર્ડને મસ્જિદ બનાવવા માટે અયોધ્યામાં 5 એકર જમીન આપવાના નિર્દેશ આપ્યા. કોર્ટે કહ્યુ કે બાબરી મસ્જિદને નુકશાન પહોંચાડવુ કાયદાની વિરુદ્ધ હતુ.

નિર્મોહી અખાડાનો દાવો ફગાવ્યો
સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસમાં ત્રીજા પક્ષ નિર્મોહી અખાડાનો દાવો ફગાવી દીધો. નિર્મોહી અખાડાનો દાવો ફગાવતા મુખ્ય ન્યાયાધીશે રંજન ગોગોઈએ કહ્યુ કે અમે 1946ના ફૈઝાબાદ કોર્ટના ચુકાદાને પડકારતી શિયા વકફ બોર્ડની સિંગલ લીવ પિટિશન ફગાવીએ છીએ.