Ayodhya Verdict: ઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની આજે બેઠક, પુનર્વિચાર અરજી પર મંથન થશે
લખનઉઃ અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટના ફેસલાને લઈ આજે યૂપીની રાજધાની લખનઉમાં ઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની બેઠક યોજનાર છે, જેમાં મસ્જિદ માટે 5 એકર જમીન લેવી કે નહિ તેના પર ચર્ચા થશે, સાથે જ આ મામલે પુનર્વિચાર અરજી દાખલ કરવી જોઈએ કે નહિ તેના પર પણ મંથન થશે.
જો કે શનિવારે લખનઉની નદવા કૉલેજમાં મુસ્લિમ પક્ષની બેઠક મળી હતી, સૂત્રો મુજબ મુસ્લિમ પક્ષ અને ઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે ફેસલા વિરુદ્ધ પુનર્વિચાર અજી દાખલ કરવાનો ફેસલો કર્યો છે, જો કે આ વિશે કોઈ સત્તાવાર નિવેદન હજુ સુધી સામે આવ્યું નથી.
પુનર્વિચાર અરજી દાખલ કરવા પર દ્વિધા
રિવ્યૂ પીટિશનના મામલે મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડમાં જ કેટલાય મત છે, મૌલાના કલ્બે જવ્વાદે કહ્યું કે એકવાર ફરી હિન્દુસ્તાનને પરીક્ષામાં પસાર કરવો યોગ્ય નથી, જ્યારે શનિવારની બેઠકમાં મુસ્લિમ પક્ષકાર ઈકબાલ અંસારી અને સુન્ની વક્ફ બોર્ડે ભાગ ન લીધો, જેમાં અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે તે બંને કોઈ રિવ્યૂ પીટિશન દાખલ નહિ કરે, જ્યારે એમ આઈ સિદ્દીકી સહિત બાકી ત્રણેય પક્ષકારોએ અરજી દાખલ કરવાની વાત કહી છે.
શું હતો ફેસલો
સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બરે રામલલા વિરાજમાનના પક્ષમાં ફેસલો સંભળાવ્યો હતો. નિર્મોહી અખાડાના દાવાને ફગાવતા સુપ્રીમ કોર્ટે રામલલા વિરાજમાન અને સુન્ની વક્ફ બોર્ડને જ પક્ષકાર માન્યો હતો. કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના ફેસલાને અતાર્કિક ગણાવ્યો. કોર્ટે કહ્યું કે સુન્ની વક્ફ બોર્ડને બીજે ગમે ત્યાં 5 એકર જમીન આપવામાં આવે. આની સાથે જ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો કે તેઓ રામ મંદિરના નિર્માણ માટે 3 મહિનામાં ટ્રસ્ટ બનાવે અને તેમાં નિર્મોહી અખાડાને પણ સામેલ કરવામાં આવે.
અયોધ્યા ચુકાદા પર ઓવૈસીએ ફરીથી આપ્યુ નિવેદન, 'મને મારી મસ્જિદ પાછી...'