
હરિયાણા ચૂંટણીઃ ભાજપ સામે બધા પક્ષોને એક સાથે કરવામાં લાગ્યા બીએસ હુડા
હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ રાજકીય હલચલ શરૂ થઈ ગઈ છે. હરિયાણાની 90 વિધાનસભા સીટોના પરિણામ આવ્યા બાદ સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ કે હરિયાણાની જનતાએ કોઈને સ્પષ્ટ બહુમત આપ્યો નથી. ભાજપ સૌથી મોટી પાર્ટી બની ગઈ અને બીજા નંબર પર કોંગ્રેસનો કબ્જો રહ્યો.
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ખાતામાં 40 સીટો આવી તો કોંગ્રેસને 30 સીટો મળી. એવામાં હરિયાણામાં સરકારની ચાવી જેજેપી અને અપક્ષ ધારાસભ્યોના હાથમાં છે. એવામાં હવે જોડતોડનો ખેલ પણ શરૂ થઈ ગયો છે. વળી, ભાજપે કહ્યુ કે 7 અપક્ષ ધારાસભ્ય તેમના સંપર્કમાં છે.
B S Hooda, Congress: People of Haryana have given their mandate against the BJP state government. All the parties who got mandate against BJP, be it INLD, JJP, Congress, independents or some other party, should come together and form a strong government. #HaryanaAssemblyPolls pic.twitter.com/oCDN9tv6ER
— ANI (@ANI) 24 October 2019
વળી, હરિયાણાના પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડાએ એક વાર ફરીથી સત્તામાં વાપસી માટે જોડતોડ શરૂ કરી દીધી છે. હુડાએ બધી પાર્ટીઓને ભાજપ સરકાર સામે એકજૂટ થવાનુ આહવાના કર્યુ છે. તેમણે બધી પાર્ટીઓને સાથે આવવાની સલાહ આપી છે અને હુડાએ કહ્યુ કે હરિયાણાના લોકોએ ભાજપ સરકારની વિરોધમાં પોતાનો જનાદેશ આપ્યો છે.
આ પણ વાંચોઃ Gujarat bypoll: અલ્પેશ ઠાકોરનું રાજકીય કરિયર સમાપ્ત? આ કારણે હાર સાંપડી