• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હરિયાણા ચૂંટણીઃ ભાજપ સામે બધા પક્ષોને એક સાથે કરવામાં લાગ્યા બીએસ હુડા

|

હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ રાજકીય હલચલ શરૂ થઈ ગઈ છે. હરિયાણાની 90 વિધાનસભા સીટોના પરિણામ આવ્યા બાદ સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ કે હરિયાણાની જનતાએ કોઈને સ્પષ્ટ બહુમત આપ્યો નથી. ભાજપ સૌથી મોટી પાર્ટી બની ગઈ અને બીજા નંબર પર કોંગ્રેસનો કબ્જો રહ્યો.

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ખાતામાં 40 સીટો આવી તો કોંગ્રેસને 30 સીટો મળી. એવામાં હરિયાણામાં સરકારની ચાવી જેજેપી અને અપક્ષ ધારાસભ્યોના હાથમાં છે. એવામાં હવે જોડતોડનો ખેલ પણ શરૂ થઈ ગયો છે. વળી, ભાજપે કહ્યુ કે 7 અપક્ષ ધારાસભ્ય તેમના સંપર્કમાં છે.

વળી, હરિયાણાના પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડાએ એક વાર ફરીથી સત્તામાં વાપસી માટે જોડતોડ શરૂ કરી દીધી છે. હુડાએ બધી પાર્ટીઓને ભાજપ સરકાર સામે એકજૂટ થવાનુ આહવાના કર્યુ છે. તેમણે બધી પાર્ટીઓને સાથે આવવાની સલાહ આપી છે અને હુડાએ કહ્યુ કે હરિયાણાના લોકોએ ભાજપ સરકારની વિરોધમાં પોતાનો જનાદેશ આપ્યો છે.

આ પણ વાંચોઃ Gujarat bypoll: અલ્પેશ ઠાકોરનું રાજકીય કરિયર સમાપ્ત? આ કારણે હાર સાંપડીઆ પણ વાંચોઃ Gujarat bypoll: અલ્પેશ ઠાકોરનું રાજકીય કરિયર સમાપ્ત? આ કારણે હાર સાંપડી

English summary
bs hooda said people of haryana have given their mandate against the bjp
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X