4 વાગ્યા પહેલાં આવી ત્રીજી ઑડિયો ક્લિપ, યેદુયરપ્પાની કોંગ્રેસના ધારાસભ્યો સાથેની કથિત વાતચીત જાહેર
બેંગ્લોર, કર્ણાટકમાં 4 વાગ્યે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થવાનો છે. બહુમત સાબિત થાય તે પહેલાં જ વધુ એક ઑડિયો ક્લિપે હલચલ મચાવી દીધી છે. આ વખતે આરોપ લગાવવામાં આવ્યો છે કે સીએમ યેદિયુરપ્પાએ કોંગ્રેસના ધારાસભ્ય બીસી પાટિલને પદ અને અન્ય લાલચ આપીને પોતાના પક્ષમાં વોટ આપવા કહ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય પાટિલે આ તમામ વાતચીતનું ઑડિયો રેકોર્ડિંગ કરી લીધું હતું બહુમત સાબિત કરતા પહેલાં જ ઑડિયો ક્લિપ રિલીઝ કરી દીધી. આ ત્રીજી ક્લિપ છે જેમાં ભાજપ પર આરોપ લાગી રહ્યો છે કે તેઓ કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોને પોતાના પક્ષમાં કરવા માટે તમામ પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છે.
આ પહેલાં યેદિયુરપ્પાના દીકરા બી વાય જિતેન્દ્રની એક કથિત ટેપ રિલીઝ થઈ હતી જેમાં આરોપ છે કે એમણે કોંગ્રેસના ધારાસભ્યની પત્નીને લાલચ આપી યેદિયુરપ્પાના પક્ષમાં વોટ કરવા કહ્યું હતું. બદલામાં એમને કરોડો રૂપિયાની લાલચ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સૌથી પહેલી ઑડિયો ક્લિપ ભાજપ સમર્થિત જનાર્દન રેડ્ડીની આવી હતી જેમાં તેઓ કોંગ્રેસના ધારાસભ્યને યેદિયુરપ્પાના પક્ષમાં વોટ અપાવડાવવા માટે લાલચ આપી રહ્યા હતા. આ ટેપમાં આરોપ છે કે જનાર્દન રેડ્ડીએ કોંગ્રેસના ધારાસભ્યને કરોડો રૂપિયા અને વોટના બદલે મંત્રી પદ આપવાની લાલચ આપી હતી.
યેદિયુરપ્પા અને બીસી પાટિલ વચ્ચે થયેલી કથિત વાતચીત...
બીસી પાટિલ- હેલો...હેલો...હેલો.... એમને ફોન દો (જેમણે ફોન કરવા કહ્યું એમને ફોન આપવા કહ્યું)
યેદિયુરપ્પા- હેલો
બીસી પાટિલ- અન્ના નમસ્કાર, અભિનંદન
બીએસ યેદિયુરપ્પા- તું ક્યાં છો?
બીસી પાટિલ- બસથીં કોચિન જાઉં છું.
યેદિયુરપ્પા- કોચિન ન જાઓ, પાછા આવી જાઓ. પાછા આવી જાઓ અમે તમને મંત્રી બનાવી દેશું અને તમે ઈચ્છશો તેવી તમારી મદદ કરશું.
બીસી પાટિલ- અન્ના...ઓકે...આવું તમે મને અત્યાર કહી રહ્યા છો...જો
યેદિયુરપ્પા- યોગ્ય સમયે જ તને આ કહી શકું એમ હતું, આ કારણે જ હું તને અત્યારે કહી રહ્યો છું. હવે તમે કોચિન ન જાઓ પાછા આવી જાઓ.
બીસી પાટિલ- પણ અમે બસમાં છીએ.
યેદિયુરપ્પા- ન જાઓ, કોઈ બહાનું બનાવી દો અને પાછા આવી જાઓ.
પાટિલ- આવામાં મારી સ્થિતિ શું હશે.
યેદિયુરપ્પા- તમે મંત્રી બનશો.
બીસી પાટિલ- અન્ના, મારી સાથે અન્ય ત્રણ લોકો પણ છે.
બીસી યેદિયુરપ્પા- એમને પણ તમારી સાથે લઈ આવો, તમને મારા પર વિશ્વાસ નથી શું?
પાટિલ- હાં, હાં
યેદિયુરપ્પા- અત્યારે પાછા આવી જાઓ, બસ સાથે ન જાઓ.
બીસી પાટિલ- ઓકે અન્ના ઓકે
યેદિયુરપ્પા- તું કોચિન ગયો તો મામલો ખતમ થઈ જશે, અમે તમને નહીં પકડી શકીએં.
પાટિલ- ઓકે અન્ના ઓકે.