For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રામ મંદિર ન બન્યું તો સાંપ્રદાયિક માહોલ ખરાબ થઈ શકેઃ રામદેવ બાબા

રામ મંદિર ન બન્યું તો સાંપ્રદાયિક માહોલ ખરાબ થઈ શકેઃ રામદેવ

|
Google Oneindia Gujarati News

વારાણસીઃ બાબા રામદેવે રામ મંદિર નિર્માણ મામલે શુક્રવારે મોટું નિવેદન આપ્યું. બાબા રામદેવે કહ્યું કે રામ મંદિર મુદ્દા પર કેન્દ્ર સરકારે અધ્યાદેશ લાવવો પડશે અથવા સંસદમાં કાયદો બનાવવો પડશે. રામદેવે કહ્યું કે સુપ્રીમ કોર્ટ અયોધ્યા મામલામાં વિલંબ કરી રહી છે. જનતાનો વ્યવસ્થાથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. રામ મંદિરને લઈને લોકો બહુ ગુસ્સામાં છે. રામ મંદિર ન બનાવ્યું તો દેશમાં સાંપ્રદાયિક માહોલ ખરાબ થઈ શકે છે. રામદેવ બાબાએ કહ્યું કે આનાથી દેશને જ નુકસાન થવાની આશંકા છે.

પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે...

પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે...

વારાણસીના સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના પાણિની ભવનમાં ગુરુવારે આયોજિત અભિનંદન સમારોહ બાદ પત્રકારો સાથે વાતચીત કરતા રામદેવ બાબાએ કહ્યું કે રામ મંદિર બનાવવા માટે જનતાએ હવે દબાવ બનાવવો પડશે. એક સવાલના જવાબમાં એમણે કહ્યું કે સરકારના કામકાજ પર કોઈ ટિપ્પણી નહિ કરે. ન તો તે પક્ષમાં છે કે ન તો વિપક્ષમાં. કહ્યું કે મેં રાજનીતિ પર બોલવાનું બંધ કરી દીધું છે. મંદિર માટે સમજૂતીનો રસ્તો નીકળી ચૂક્યો છે.

કાયદો લાવીને રામ મંદિર બનાવો

કાયદો લાવીને રામ મંદિર બનાવો

એમણે કહ્યું કે સંસદમાં કાયદો લાવો અને મંદિર બનાવો. મોદીથી મોટો રામભક્ત-રાષ્ટ્રભક્ત કોણ છે? માટે મંદિર નિર્માણનું કામ સંસદથી થવું જોઈએ. એમણે કહ્યું કે સમગ્ર દેશના ધર્મ, જ્ઞાન-સંસ્કૃકિ અને સભ્યતાનું કેન્દ્ર છે કાશી. આપણા પૂરા અનુષ્ઠાનમાં આ સંસ્કૃતિ દેખાવવી જોઈએ. વિશ્વ હિંદુ પરિષદ સહિત જે કોઈપણ સંગઠન રામ મંદિર નિર્માણ માટે 25 નવેમ્બરે આંદોલન કરી રહ્યા છે, તે ઠીક છે. આ મુદ્દા પર તમામે એક થઈને દબાવ બનાવવાની જરૂર છે.

દેશમાં કોઈને ખતરો નથી

દેશમાં કોઈને ખતરો નથી

બાબા રામદેવે કહ્યું કે રામ મંદિર બનાવવા માટે સંસદમાં અધ્યાદેશ અથવા કાયદો તુરંત લાવવો જોઈએ, જેમાં થોડી પણ વાર ન થવી જોઈએ. બીજી બાજુ બાબરી મસ્જિદના મુસ્લિમ પક્ષકારે કોર્ટમાં સલામતી માટે અપીલ કરી તેના પર પ્રતિક્રિયા આપતા રામદેવે કહ્યું કે ભારત દેશમાં હિંદુ અને મુસલમાન કોઈને પણ ખતરો નથી કેમ કે અહિંસા અને પ્રેમ આપણા દેશનું મૂળ તત્વ છે.

DU નકલી ડિગ્રી મામલોઃ ભ્રષ્ટ-ચોર કહ્યા બાદ રાહુલે હવે મોદીના શિક્ષણ પર કર્યા સવાલDU નકલી ડિગ્રી મામલોઃ ભ્રષ્ટ-ચોર કહ્યા બાદ રાહુલે હવે મોદીના શિક્ષણ પર કર્યા સવાલ

English summary
Baba Ramdev backs demand for implementation of Ram temple ordinance
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X