For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચંદનના લાકડા છોડાવવા માટે અદાલત ગયી પતંજલિ, DRI એ જપ્ત કર્યા

બાબા રામદેવની કંપની પતંજલિ ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ ઘ્વારા જપ્ત કરવામાં આવેલી ચંદનના લાકડાની ખેપ છોડાવવા માટે દિલ્હી હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

બાબા રામદેવની કંપની પતંજલિ ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ ઘ્વારા જપ્ત કરવામાં આવેલી ચંદનના લાકડાની ખેપ છોડાવવા માટે દિલ્હી હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. ઇકોનોમિક્સ ટાઈમ્સની રિપોર્ટ મુજબ ડીઆરઆઈ અને કસ્ટમ ડિપાર્ટમેન્ટે પતંજલિના કર્મચારીઓ પાસેથી 50 ટન લાલ ચંદનના લાકડા જપ્ત કર્યા છે. આ લાકડાઓને ચીન મોકલવામાં આવી રહ્યા હતા.

કેમ જપ્ત કરવામાં આવ્યા લાકડા

કેમ જપ્ત કરવામાં આવ્યા લાકડા

મળતી જાણકારી મુજબ પતંજલિને ખાલી સી ગ્રેડ લાકડાઓને વ્યાપાર માટે દેશની બહાર મોકલવાની છૂટ છે પરંતુ જે ચંદનના લાકડા જપ્ત કરવામાં આવ્યા છે તે એ અને બી ગ્રેડના બતાવવામાં આવી રહ્યા છે. પરંતુ પતંજલિ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમને કોઈ પણ નિયમનું ઉલ્લંગન કર્યું નથી અને તેઓ નિયમ મુજબ જ આ લાકડાઓને એક્સપોર્ટ કરી રહ્યા છે.

પતંજલિનું નિવેદન સામે આવ્યું

પતંજલિનું નિવેદન સામે આવ્યું

પતંજલિના પ્રવક્તા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ કોઈ પણ ગેરકાનૂની કામ કરી રહ્યા નથી. અમે આંધ્રપ્રદેશ ફોરેસ્ટ ડેવલોપમેન્ટ કોર્પ પાસેથી ખરીદેલા લાકડાઓને એક્સપોર્ટ કરી રહ્યા છે. બધું જ નિયમને આધીન કરવામાં આવી રહ્યું છે. એક્સપોર્ટ કરવાની પ્રક્રિયામાં પરચેઝ ઓર્ડર, ઈન્વોઈસ, ડોક્યુમેન્ટ એન્ડ સી-કેટેગરી ના લાલ ચંદનના લાકડા માટે પરમિશન અને લાઇસન્સ પણ છે.

8 એપ્રિલે થશે સુનાવણી

8 એપ્રિલે થશે સુનાવણી

ત્યાં જ ડીઆરઇ ઘ્વારા એક્સપોર્ટ રોકવા માટે આદેશ આપવામાં આવ્યો છે. દિલ્હી હાઇકોર્ટે આ મામલે 15 ફેબ્રુઆરીએ પતંજલિની રિટ પિટિશન સ્વીકારી લીધી છે. હાઇકોર્ટ ઘ્વારા આ મામલાની સુનાવણીની તારીખ 8 એપ્રિલ રાખવામાં આવી છે.

English summary
Baba Ramdev Patanjali moves highcourt aginst seizure red sandalwood by dri
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X