For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

33,400 લોકોને આપશે નોકરી બાબા રામદેવ, જાણો શું છે પ્લાન

યોગગુરુ બાબા રામદેવ આંધ્રપ્રદેશના વિજયનગરમમાં ફૂડ અને હર્બલ પાર્ક ખોલવા જઈ રહ્યા છે. આ પાર્ક લગભગ 33,400 લોકોને રોજગાર આપશે.

|
Google Oneindia Gujarati News

યોગગુરુ બાબા રામદેવ આંધ્રપ્રદેશના વિજયનગરમમાં ફૂડ અને હર્બલ પાર્ક ખોલવા જઈ રહ્યા છે. આ પાર્ક લગભગ 33,400 લોકોને રોજગાર આપશે. આ અંગે સ્વામી રામદેવે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ સાથે ગુરુવારે મુલાકાત કરી ત્યારબાદ સીએમે ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી. પતંજલિ તા ફુડ અને હર્બલ પાર્ક 172.84 એકરમાં બનશે.

આ પણ વાંચોઃ ઉત્તરાખંડમાં 'કેદારનાથ' પર પ્રતિબંધ, લવ જેહાદને પ્રમોટ કરવાનો આરોપઆ પણ વાંચોઃ ઉત્તરાખંડમાં 'કેદારનાથ' પર પ્રતિબંધ, લવ જેહાદને પ્રમોટ કરવાનો આરોપ

ramdev-chandrababu

સ્વામી રામદેવનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પતંજલિ ફૂડ એન્ડ હર્બલ પાર્ક આંધ્રપ્રદેશના વિજયનગરમના ચિન્નારાપલ્લી ગાંમમાં ખોલવામાં આવશે. આ પાર્ક અંગે રામદેવે ગુરુવારે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ સાથે મુલાકાત કરી. પાર્ક 172.84 એકરમાં બનશે અને તે બનાવવામાં 634 કરોડની કિંમત લાગશે. કહેવામાં આવી રહ્યુ છે કે આ પ્રોજેક્ટ 33,400 લોકોને નોકરી મળશે. આ પાર્કમાં કોલ્ડ સ્ટોરેજથી લઈ ડ્રાઈ વેરહાઉસ હશે. જ્યુસ કાઢવા માટેનું યુનિટ પણ 45.20 કરોડની કિંમતમાં લગાવવામાં આવશે.

બાબા રામદેવે પતંજલિ બ્રાંડના કપડા કાઢ્યા હતા. તેમણે દિલ્લીના નેતાજી સુભાષ પ્લેસમાં પહેલા પતંજલિ પરિધાન શો રૂમનું ઉદઘાટન કર્યુ હતુ. ગયા મહિને રામદેવની કંપની પતંજલિમાં પહેલી વાર ઘટાડો જોવા મળ્યો હતો. કંપનીના વેચાણમાં 10 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. ત્યારબાદ કંપનીનું વેચાણ 8184 કરોડ રૂપિયા પર પહોંચી ગયુ છે.

English summary
Baba Ramdev's Patanjali To Open Food And Herbal Park In Andhra Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X