ગેરેન્ટી સાથે કહુ કે મંદિર-ગુરુકુળમાં ક્યારેય નહિ મળે હશિયાર અને ડ્રગ્ઝઃ બાબા રામદેવ
યોગ ગુરુ બાબા રામદેવે મંદિર-મસ્જિદ વિશે એક મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે તે પૂરા દાવા અને ગેરેન્ટી સાથે કહી શકે છે કે જો દેશભરમા બધા ગુરુકુળમાં રેડ કે તપાસ અભિયાન ચલાવવામાં આવે તો ત્યાં કોઈ પણ હથિયાર અને માદક પદાર્થ(ડ્રગ) નહિ મળે.

‘મંદિર-ગુરુકુળમાં નહિ મળે હથિયાર અને ડ્રગ્ઝ'
બાબા રામદેવે કહ્યુ કે બીજાને પણ આ વાતની ગેરેન્ટી આપવી જોઈએ કે મસ્જિદ અને મદરસાઓમાં પણ કંઈ ગેરકાયદેસર નથી થતુ. વાસ્તવમાં બાબા રામદેવે આ નિવેદન પતંજલિ યોગપીઠ દ્વારા સંચાલિત આચાર્યકુલમ વિશે ઉઠેલા આરોપો પર આપ્યુ છે.

‘મસ્જિદ અને મદરસામાં કંઈ પણ ગેરકાયદેસર નથી થતુ'
બાબાએ કહ્યુ કે મને આ બધુ સાંભળીને ઘણુ અટપટુ લાગ્યુ, હું પહેલી વાર આ સાંભળી રહ્યો છુ કે બધા મદરસા અને મંદિરોમાં તાપસ કરો, વૈદિક સ્કૂલો, ગુરુકુળ અને પતંજલિ દ્વારા સંચાલિત આચાર્યકુમલથી લઈને શિશુ મંદિર સુધી બધામાં રેડ થાય, તો હું ગેરેન્ટી આપી શકુ કે દેશના કોઈ પણ મંદિર કે ગુરુકુળમાં હથિયાર કે ડ્રગ્ઝ નહિ મળે, મસ્જિદ અને મદરસામાં કંઈ પણ ગેરકાયદેસર નથી થતુ.

આચાર્યકુલમ છે વૈદિક અને આધુનિક શિક્ષા પર આધારિત સ્કૂલ
તમને જણાવી દઈએ કે આચાર્યકુલમ વૈદિક અને આધુનિક શિક્ષા પર આધારિત સ્કૂલ છે જેને પતંજલિ યોગપીઠ, હરિદ્વાર દ્વારા ચલાવવામાં આવે છે. આ એક આવાસીય શિક્ષણ સંસ્શા છે. બાબા રામદેવે કહ્યુ કે આચાર્યકુલમમાં બાળકોના સારા શિક્ષણ સાથે સારા સંસ્કાર પણ આપવામાં આવે છે. એક વર્ષમાં જ બાળકો વચ્ચે આસમાન જમીનનો ફરક દેખાવા લાગે છે.

‘દેશને હિંદુ-મુસલમાન અને ધાર્મિક ઉન્માદના નામે ના લડાવો'
તેમણે કહ્યુ - આ દેશને હિંદુ-મુસલમાન અને ધાર્મિક ઉન્માદના નામે ના લડાવો, નહી તો દેશ તૂટી જશે, જો દેશ તૂટ્યો બધાને નુકશાન થશે. હું કોઈની આસ્થા પર પ્રહાર નથી કરતો. ના કોઈનાથી ડરુ છુ અને ના કોઈને ડરાવુ છુ. આચાર્યકુલમમાં આવેલા રામદેવે બાળકોને કોરોના વાયરસથી બચવાના ઉપાય પણ બતાવ્યા.
આ પણ વાંચોઃ કોરોના વાયરસના કારણે પીએમ મોદીનો બાંગ્લાદેશ પ્રવાસ પણ રદ