For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસના કુચક્રમાં ફસાઇ ગયા ઇમાનદાર નેતા: રામદેવ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર: યોગગુરૂ બાબા રામદેવ હવે યોગાસન છોડીને ધીરે-ધીરે રાજકારણમાં પગ પેસારો કરવાની જુગાડમાં છે. ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના પ્રશંસક બાબા રામદેવ હવે કોંગ્રેસના નેતાઓની પ્રશંસા કરવા લાગ્યા છે. આમ તો બાબા રામદેવનો રાજકીય અનુભવ ઓછો છે પરંતુ યોગના લીધે આખી દુનિયા ફરી ચૂકેલા રામદેવ પાસે વ્યક્તિગત અનુભવની ઉણપ નથી. તે જાણે છે કે રાજકીય મેદાનમાં ઉતરવા માટે તો ટીકાને હવા આપવી જોઇએ.

અત્યાર સુધી ધન અને ભ્રષ્ટાચારના મુદ્દાને લઇને કેન્દ્રની યુપીએ સરકાર પર પ્રહાર કરનાર રામદેવ આજે તેમના મંત્રીને ઇમાનદાર ગણાવવા લાગ્યા. યોગ ગુરૂ બાબા રામદેવે કહ્યું હતું કે કોંગ્રેસમાં હજુ સુધી એ કે એન્ટની જેવા ઇમાનદાર લોકો છે પરંતુ એવું લાગે છે કે તે લોકો કુચક્રમાં ફસાઇ ગયા છે. વડાપ્રધાન મનમોહન સિંહને તેમના મૌન માટે નિશાન તાકતાં રામદેવે કહ્યું હતું કે તે વડાપ્રધાન મનમોહન સિંહને પહેલાં ઇમાનદાર વ્યક્તિ માનતા હતા. પરંતુ તેમના મંત્રીઓની ભૂલ બાદ મૌન રહેતાં તેમને મનમોહન સિંહ વિશે પોતાનું મંતત્વ બદલી દિધું હતું.

ramdev

એક તરફ તેમને એકે એંટનીને ઇમાનદાર ગણાવ્યા હતા તો બીજી તરફ કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહને બોલકા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેમની દરેક વાતનો જવાબ આપવો યોગ્ય સમજતાં નથી. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને દેશના સૌથી યોગ્ય વડાપ્રધાન પદના ઉમેદવાર ગણાવતાં રામદેવે કહ્યું હતું કે તે નરેન્દ્ર મોદીને વડપ્રધાન બનાવવા માટે દેશમાં સત્તા પરિવર્તનની વાત કરી રહ્યાં છે જેથી ચાલી શકે.

નરેન્દ્ર મોદીના પ્રબળ સમર્થક માનવામાં આવતાં રામદેવ ભલે ભાજપનો ભાગ ના હોય, પરંતુ નરેન્દ્ર મોદીના સમર્થનમાં તે ચુંટણી અભિયાન કરવાની વાત જરૂર કરી રહ્યાં છે. રામદેવે સ્પષ્ટ કર્યું છે કે તે કોઇપણ રાજકીય પક્ષના મંચ પર નહી જાય. પરંતુ સારા ઉમેદવારને સમર્થન જરૂર કરશે. જ્યારે નરેન્દ્ર મોદીના સમર્થકે નરેન્દ્ર મોદીને અમેરિકા વીઝા મુદ્દે સ્પષ્ટ કહી દિધું છે કે ભારતમાં વડાપ્રધાન બનવા માટે અમેરિકા કોઇ પડકાર નથી. આ દેશનો નિર્ણય છે.

English summary
Yoga guru Baba Ramdev on Tuesday said there are 'honest' people in the Congress like Union Defence Minister AK Antony, but he too appears to be trapped in a vicious circle.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X