'દલિતના ત્યાં ઉજવાઇ છે રાહુલ ગાંધીનું હનીમૂન'

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 25 એપ્રિલ: બાબા રામદેવ હવે પોતાના દરેક આસાન છોડીને નિવેદાસન તરફ આગળ વધી રહ્યાં છે. યોગ ગુરૂ બાબા રામદેવે કહ્યું કે નરેન્દ્ર મોદીના લગ્ન થયા નથી, રાહુલ ગાંધીના લગ્નનો એક મુદ્દો છે. તેમણે દાવો કર્યો કે રાહુલ ગાંધી એક વિદેશી છોકરી સાથે લગ્ન કરવા માંગે છે.

તેમની માતા તેમને આમ કરતાં અટકાવી રહી છે કે જો વિદેશી છોકરી સાથે લગ્ન કરશે તો વડાપ્રધાન નહી બની શકે. બાબા રામદેવ એક સમાગમમાં ભાગ લેવા માટે હોશિયારપુર આવ્યા હતા. યોગ ગુરૂએ પરવાનગી ન મળવાની વાત કરતાં હોશિયારપુર પ્રેસ ક્લબમાં પોતાની ઔપચારિક પત્રકાર પરિષદ રદ કર્યા બાદ ક્લબની બહાર પત્રકારો સાથે વાતચીતમાં આ વાત કહી હતી.

rahul-121

યોગ ગુરૂ બાબા રામદેવનું કહેવું છે કે દેશમાં કોંગ્રેસે એવી સ્થિતી બનાવી દિધી છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ગળું દબાવવામાં આવી રહ્યું છે. પરિસ્થિતી એ છે કે માનો યુપીએ ચેયરપર્સન સોનિયા ગાંધીના નિવાસ પર જ બધા જ પ્રમાણપત્ર રજૂ થાય છે કે કોણ રાજકારણી છે, અને કોણ બિન રાજકારણી છે. કોણ સારા ચરિત્રનું છે, શું દેશના હિતમાં છે અને શું નથી.

તેમનું કહેવું છે કે દસ જનપથથી વહેંચવામાં આવતા પ્રમાણપત્રોની ના તો અમારે જરૂરિયાત છે અને ના તો અમે અમારું આંદોલન બંધ કરવાના છીએ. રવિવારે એક સમાગમમાં ભાગ લેતાં પહેલાં પત્રકારોની સાથે વાતચીતમાં બાબા રામદેવે કહ્યું કે ગાંધી પરિવારનું આખું ટોળું ભ્રષ્ટાચારના આરોપોમાં ઘેરાયેલ છે અને હવે તેમને દેશની સત્તાથી દૂર કરવાનો સમય આવી ગયો છે.

બાબા રામદેવે કહ્યું હતું કે દેશમાંથી રાજકીય ગંદકી દૂર કરવા માટે નરેન્દ્ર મોદીનું નેતૃત્વ ખૂબ જ જરૂરી છે. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી જ દેશને ભ્રષ્ટાચાર મુક્ત વહિવટીતંત્ર આપવાની સાથે-સાથે વિકાસની નવી ઉંચાઇઓ પર લઇ જવા યોગ્ય છે. બાબા રામદેવે કહ્યું કે નરેન્દ્ર મોદીમાં તે લાયકાત છે, જે વિદેશોમાં પડેલું કાળું ધન પરત લાવવા માટે કડક પગલાં ભરી શકે છે.

તેમણે દાવો કર્યો હતો કે નરેન્દ્ર મોદીના નેતૃત્વના આધીન એનડીએ દેશભરમાંથી 300થી વધુ સીટો પર સીટ પ્રાપ્ત કરશે. હોશિયારપુરથી લોકસભા ઉમેદવાર વિજય સાંપલાને જીતના આર્શિવાદ આપતાં પ્રાર્થના કરી કે સાંપલા મોટા અંતરે જીત પ્રાપ્ત કરશે. બાબાનું આ આસન ભાજપ માટે કેટલું કામ આવશે, તેનો જવાબ તો ચૂંટણીના પરિણામોના દિવસે ખબર પડી જશે, પરંતુ રામદેવ બાબાની છબિ લોકોમાં કેવી બની રહી છે તેનો આંકલન રસપ્રદ હશે.

English summary
Baba Ramdev targets Rahul Gandhi very personally and said about his marriage plans.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X