• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
LIVE

Babri Masjid demolition case LIVE: બાબરી વિધ્વંસ કેસમાં અડવાણી સહિત બધા આરોપી મુક્ત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ છ ડિસેમ્બર 1992ને અયોધ્યામાં બાબરી મસ્જિદ ધ્વંસ સંબંધિત કેસમાં આજે(30 સપ્ટેમ્બર) સીબીઆઈ કોર્ટે પોતાના ચુકાદો સંભળાવશે. સુપ્રીમ કોર્ટે આ 31 ઓગસ્ટ સુધી કરવાના આદેશ સીબીઆઈ કોર્ટને આપ્યા હતા. ઘટનાનના 28 વર્ષ બાદ કેસમાં ચુકાદો આવી રહ્યો છે. કોર્ટે બધા આરોપીઓને કોર્ટમાં રહેવા કહ્યુ છે. આ કેસમાં ભાજપના સીનિયર લીડર લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી સહિત 49 આરોપી છે. આમાંથી 17ના મોત થઈ ચૂક્યા છે.

Newest First Oldest First
1:15 PM
બાબરી કેસમાં ચુકાદો આવ્યા બાદ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે લાલકૃષ્ણ અડવાણી સાથે મુલાકાત કરી.
1:14 PM
ચુકાદા બાદ રામ માધવે ટ્વિટ કરીને કહ્યુ કે બાબરી મસ્જિદ કેસમાં સીબીઆઈ કોર્ટે બધા આરોપીઓને મુક્ત કરી દીધા. આપણા દેશના અમુક સૌથી સમ્માનિત નેતાઓ સામે એક દૂર્ભાગ્યપૂર્ણ કેસ 3 દશકથી ચાલી રહ્યો હતો જે આજે ખતમ થયો. બધાએ ચુકાદાનુ સ્વાગત કરવુ જોઈએ.
1:13 PM
કોર્ટે એ પણ કહ્યુ કે ઘણા લોકો ઢાંચો તોડવામાં શામેલ હતા. ત્યાં આરોપી તેમને શાંત કરવાની કોશિશ કરી રહ્યા હતા. બાબરી ધ્વંસ કોઈ ષડયંત્ર નહોતુ, આ બધુ ક્ષણભરમાં થયેલી ઘટના છે.
1:12 PM
બાબરી ધ્વંસ કેસમાં સીબીઆઈની વિશેષ અદાલતનો ચુકાદો 2300 પાનાંનો છે. બધા આરોપીઓને મુક્ત કરીને કોર્ટે કહ્ટયુ કે વિહિપની મસ્જિદ ધ્વંસમાં પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ કોઈ ભૂમિકા નથી. ઘણા અજ્ઞાત લોકો વિધ્વંસમાં શામેલ હતા.
12:52 PM
બાબરી કેસમાં ચુકાદો આવ્યા બાદ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે લાલકૃષ્ણ અડવાણીના ઘરે પહોંચીે મુલાકાત કરી.
12:51 PM
સુનાવણી દરમિયાન કોર્ટે જોયુ કે 1992માં જે બાબરી ઢાંચો પાડવામાં આવ્યો તે પૂર્વ નિયોજિત નહોતો.
12:51 PM
બાબરી વિધ્વંસ કેસમાં ચુકાદો સંભળાવતા એસકે યાદવે કહ્યુ કે ફોટો, વીડિયો, ફોટોકૉપીમાં જે રીતે પુરાવા રજૂ કરવામાં આવ્યા છે તેમાં આરોપીઓ સામે કોઈ ઠોસ પુરાવા નથી.
12:31 PM
અયોધ્યામાં 1992માં થયેલ બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં છેવટે 28 વર્ષ બાદ આજે ચુકાદો આવી ગયો. સીબીઆઈ કોર્ટે બધા આરોપીઓને છોડી દીધા છે.
12:21 PM
લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ, ઉમા ભારતી, સતીશ પ્રધાન અને મહંત નૃત્ય ગોપાલદાસ અવસ્વસ્થ હોવાના કારણે આજે કોર્ટ ન પહોંચ્યા. તે વીડિયો કૉન્ફરન્સ દ્વારા કોર્ટની કાર્યવાહીમાં શામેલ થશે.
12:11 PM
સીબીઆીના સ્પેશિયલ જજ સુરેન્દ્ર કુમાર યાદવ આજે આના પર ચુકાદો સંભળાવવાના છે. ખાસ વાત એ છે કે એસકે યાદવ પોતાના પદ પર નક્કી સમયથી એક વર્ષ વધુ કાર્યરત છે. વાસ્તવમાં આ કેસ માટે ખાસ તેમનો કાર્યકાળ વધારવામાં આવ્યો છે. બીજી રસપ્રદ વાત એ પણ છે કે આ ચુકાદો 30 સપ્ટેમ્બર, 2020ના રોજ આવી રહ્યો છે અને તેના બરાબર એક વર્ષ બાદ આ કેસમાં ચુકાદો સંભળાવાનો છે.
11:48 AM
બાબરી કેસમાં જજે ફેસલો વાંચવો શરૂ કરી દીધો
11:45 AM
સીબીઆઈના વિશેષ જજ પોતાના ચેમ્બરમાં પહોંચી ગયા. થોડીવારમાં આ મામલે સુનાવણી થશે.
11:26 AM
લખનઉમાં સીબીઆઈ કોર્ટ બહાર સુરક્ષાના આકરા ઈંતેજામ કરવામાં આવ્યા છે.
11:25 AM
ઉમા ભારતીને કોરોના હોવાથી તેઓ પણ કોર્ટમાં હાજર નહિ, તેમના સહિત કુલ 6 આરોપી હાજર નહિ થાય.
11:23 AM
એલ કે અડવાણી, મુરલી મનોહર જોશી કોર્ટમાં હાજર નહિ રહે
10:23 AM
બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં આજે સીબીઆઈની વિશેષ અદાલત પોતાનો ચુકાદો સંભળાવશે. જેને જોતા લખનઉમાં કોર્ટની બહાર સુરક્ષા સઘન બનાવાઈ છે.
9:24 AM
બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં આજે ચુકાદો સંભળાવશે લખનઉની વિશેષ સીબીઆઈ કોર્ટ, કોર્ટ પરિસરમાં સુરક્ષા કડક કરવામાં આવી.
8:19 AM
બાબરી મામલે મહંત ધર્મદાસ બોલ્યા - કોર્ટના ચુકાદાનુ સમ્માન કરીશુ.
8:19 AM
રાજ્ય સરકારોને સંવેદનશીપ જિલ્લાઓમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવા અને સોશિયલ મીડિયામાં ભડકાઉ સામગ્રી પર કડક નજર રાખવાની સલાહ આપવામાં આવી છે.
8:18 AM
બે આરોપી ઉમા ભારતી અને કલ્યાણ સિંહ કોરોના સંક્રમણના કારણે હોસ્પિટલમાં ભરતી છે. ચુકાદા સમયે તે કોર્ટમાં હાજર રહેશે કે નહિ તેની સૂચના નથી.
8:17 AM
કેન્દ્ર સરકારે ચુકાદા બાદ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ જિલ્લામાં કોઈ પણ પ્રકારની સાંપ્રદાયિક હિંસાને રોકવા માટે રાજ્યોને સતર્ક રહેવાના આદેશ આપ્યા છે.
8:16 AM
આ રીતે બાબરી મસ્જિદ ઢાંચો તોડી પાડવાના કેસમાં કુલ 49 લોકોને આરોપી બનાવવામાં આવ્યા જેમાંથી 17 લોકો હવે આ દુનિયામાં નથી. જે લોકો પર બુધવારે લખનઉની વિશેષ અદાલત ચુકાદો સંભળાવવાની છે.
8:15 AM
આ કેસમાં લખનઉની વિશેષ સીબીઆઈ અદાલતના સ્પેશિયલ જજ સુરેન્દ્રકુમાર યાદવ ચુકાદો સંભળાવશે.
8:14 AM
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 6 ડિસેમ્બર, 1992ના રોજ કારસેવકોની ભારે ભીડ વચ્ચે બાબરી મસ્જિદ પાડી દેવામાં આવી હતી.
8:14 AM
બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં ટ્રાયલ કરનાર સ્પેશિય જજ એસકે યાદવ ગયા વર્ષે 30 સપ્ટેમ્બરે જ રિટાયર થવાના હતા પરંતુ સુપ્રીમ કોર્ટે તેમનો કાર્યકાળ ચુકાદો આવવા સુધી વધારવાના આદેશ જારી કર્યા.
8:12 AM
ઘટનાના 28 વર્ષ બાદ ચુકાદો આવી રહ્યો છે.
8:11 AM
આ કેસમાં ભાજપના સીનિયર લીડર લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી સહિત 49 આરોપી છે. આમાંથી 17ના મોત થઈ ચૂક્યા છે.
8:08 AM
અયોધ્યામાં છ ડિસેમ્બર 1992ના રોજ થયેલ વિવાદિત ઢાંચાના વિધ્વંસની ઘટના પર ન્યાયાલયનો ચુકાદો 30 સપ્ટેમ્બરે સંભળાવવામાં આવશે. આ ચુકાદો કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સંભળાવવામાં આવશે. પોલિસે લખનઉમા વિશેષ સીબીઆઈ કોર્ટે આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

હાથરસ ગેંગરેપઃ વિરોધ વચ્ચે મોડી રાતે પીડિતાના અંતિમ સંસ્કારહાથરસ ગેંગરેપઃ વિરોધ વચ્ચે મોડી રાતે પીડિતાના અંતિમ સંસ્કાર

English summary
Babri Masjid Demolition Case in cbi court live updates in Gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X