મેં બળાત્કાર ગુજાર્યો નથી પરંતુ સાડા વર્ષથી મારે શારીરિક સંબંધ હતા: નાગર
જયપુર, 26 ઓક્ટોબર: રાજકારણમાં ખાદ્ય મંત્રાલય સંભાળનાર રાજસ્થાનના પૂર્વ રાજ્ય મંત્રી બાબૂલાલ નાગરને બળાત્કારના આરોપમાં શુક્રવારે ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઇએ જણાવ્યું છે કે બાબૂલાલ નાગરને મહિલા સાથે દુષ્કર્મ અને તેમા પર હુમલો કરવાના આરોપ જોવા મળ્યા છે. લગભગ છ કલાક સુધીની પૂછપરછ બાદ સાંજે 6 વાગ્યાની આસપાસ તેમની ધરપકડ કરી લેવામાં આવી. તેમને મેડિકલ તપાસ માટે લઇ જવામાં આવ્યા અને ત્યારબાદ તેમને સીબીઆઇના જયપુર કાર્યાલયમાં રાખવામાં આવ્યા. આજે બાબૂલાલ નાગરને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
ધરપકડ પહેલાં બાબૂલાલ નાગરે બળાત્કારીના બદલે અધિકારીની જેમ આરોપી બનવાનો દરેક પ્રયત્ન કર્યો. સીબીઆઇ ઓફિસ પહોંચતા પહેલાં બાબૂલાલ નાગરે મીડિયાની સામે કહ્યું હતું કે 'હું કોઇ બળાત્કારી નથી પરંતુ તે મહિલાની સાથે સાડા ત્રણ વર્ષથી શારીરિક સંબંધ હતા. બાબૂલાલ નાગરે કહ્યું હતું કે બંને વચ્ચે સંબંધો સહમતિ થયા હતા. રાજસ્થાનના સોડાલા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલા કેસ અનુસાર નાગરે 11 સપ્ટેમ્બરના નોકરી આપવાના બહાને મહિલાને જયપુર સ્થિત પોતાના સરકારી બંગલા પર બોલાવી અને પછી કથિત રીતે તેની સાથે દુષ્કર્મ આચર્યું અને મારપીટ કરી.
પહેલાં તો રાજકીય દબાણમાં કેસને રહેદફે કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ 9 ઓક્ટોબરના રોજ સીબીઆઇએ રાજસ્થાન પોલીસ પાસેથી તપાસ પોતાના હાથમાં લઇ લીધી છે. કેસ દાખલ થયા બાદ બાબૂલાલ નાગરને ડેરી, ખાદી તથા ગ્રામીણ ઉદ્યોગ મંત્રીના પદેથી રાજીનામું આપવું પડ્યું છે. આ પહેલાં સીબીઆઇની ટીમે બાબૂલાલ નાગરના સરકારી મકાનનો ફોરેન્સિક તપાસ કરી છે. ટીમે પીડિતાનું નિવેદન નોંધ્યું છે. ગત મહિને કોંગ્રેસ હાઇ કમાન્ડે બાબૂલાલ નાગરને સસ્પેંડ કરી દિધા છે.