બસપાના મુખ્તાર અંસારીને આવ્યો હાર્ટ અટેક, હોસ્પિટલમાં દાખલ

Written By:
Subscribe to Oneindia News

યુપીના મઉ સદર સીટથી બીએસપીના બાહુબલી વિધાયક મુખ્તાર અંસારીને છાતીમાં દુખાવો થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે તે જેલમાં બંધ હતા. મુખ્તાર અંસારીને હદયરોગના હુમલો થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અને હાલ તેમની સ્થિતિ નાજૂક છે. નોંધનીય છે કે ભાજપના ધારાસભ્ય કુષ્ણાનંદ રાયની હત્યાના કેસમાં મુખ્તાર અંસારી હાલ જેલમાં છે. કુષ્ણાનંદ રાય પર 29 નવેમ્બર 2005માં એકે 47 રાયફલથી ગોળી ચલાવવામાં આવી હતી. અને તેમના શરીરમાં 67 ગોળીઓ મળી હતી. ભર દિવસે થયેલી હત્યામાં 6 લોકોની મોત થઇ હતી. કુષ્ણાનંદ રાય મોહમ્મદાબાદ સીટથી ધારાસભ્ય હતા.

Mukhtar Ausari

નોંધનીય છે કે મુખ્તાર અંસારી તેમની પત્નીની જેલમાં મુલાકાત કરી રહ્યા હતા. ત્યારે ચા પીતી વખતે તેમને હાર્ટ અટેક આવ્યો હતો. તેમની તબીયત ખરાબ જોઇને તેમની પત્નીને પણ શોક લાગ્યો અને તેમને પણ હાર્ટ અટેક આવ્યો છે. પ્રશાસન દ્વારા બંન્નેને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. આમ ઉલ્લેખનીય છે કે પતિ પત્ની બંન્નેને થોડા સમયના અંતરે હાર્ટ અટેક આવ્યો છે. મુખ્તાર અંસારી અને તેમની પત્નીને બાંદા ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. બાંદા પછી તેમને લખનઉમાં રેફર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અંસારી છેલ્લા 8 મહિનાથી જેલમાં બંધ છે.

English summary
Uttar Pradesh MLA Mukhtar Ansari suffered a heart attack at Banda jail on Tuesday morning. Mukhtar Ansari and his wife have been taken to a hospital in critical condition

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.