માયાવતીનું મોટું એલાન, હું લોકસભા ચૂંટણી નહીં લડું
ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધનમાં લોકસભા ચૂંટણી લડી રહેલી બસપા પ્રમુખ માયાવતીએ એક મોટી ઘોષણા કરી છે. માયાવતીએ કહ્યું કે તેઓ લોકસભા ચૂંટણી નહીં લડે. આપને જણાવી દઈએ કે બહુજન સમાજ પાર્ટી, સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળ યુપીમાં 80 સીટો પર ભેગા થઈને ચૂંટણી લડી રહ્યા છે.
ગજબનો વિકાસ, પાંચ વર્ષમાં ચા વાળાથી ચોકીદાર બની ગયાઃ માયાવતી

અમારા ગઠબંધનની સ્થિતિ સારી
બુધવારે માયાવતીએ કહ્યું કે હાલમાં અમારા ગઠબંધનની સ્થિતિ સારી છે. એટલા માટે હું લોકસભા ચૂંટણી નહીં લડું. આગળ જરૂર પડવા પર કોઈ પણ સીટથી ચૂંટણી લડીને તેને જીતી શકું છું. માયાવતીએ કહ્યું કે મારા જીતવા કરતા પણ વધારે અગત્યનું અમારા ગઠબંધનનું જીતવું અગત્યનું છે. માયાવતીએ કહ્યું કે ક્યારેક પાર્ટીના હિતમાં આવા નિર્ણય લેવા પડે છે. તેમને એવું પણ કહ્યું કે જો પાછળથી જરૂર પડી તો તેઓ ચૂંટણી લાદીને સાંસદ પહોંચી શકે છે. માયાવતીએ કહ્યું કે તેમને વિશ્વાસ છે કે તેમની પાર્ટીના લોકો તેમના ઘ્વારા લેવામાં આવેલા નિર્ણયને સમજશે.

સીટને ખાલી કરાવીને ચૂંટણી લડી શકે છે
માયાવતીએ કહ્યું કે દેશની રાજકીય સ્થિતિ જોતા તેમને આ નિર્ણય કર્યો છે. માયાવતીએ કહ્યું કે જો ચૂંટણી પછી એવી કોઈ સ્થિતિ બને છે તો તેઓ કોઈ પણ સીટને ખાલી કરાવીને ચૂંટણી લડી શકે છે અને જીતી પણ શકે છે.

કેમ્પેઇન ચૂંટણીની તૈયારી
આપને જણાવી દઈએ કે આ પહેલા શંકા વ્યકત કરવામાં આવી રહી હતી કે માયાવતી યુપીની નગીના, આંબેડકરનગર અને બિજનૌરની કોઈ એક સીટથી ચૂંટણી લડી શકે છે. પરંતુ આજે બુધવારે પ્રેસ કોન્ફ્રન્સ કરીને તેમને બધી શંકાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. હાલમાં તેઓ મહાગઠબંધન માટે થનાર ચૂંટણી કેમ્પેઇન માટે તૈયારી કરી રહ્યા છે. સપા અને બસપાની પહેલી સંયુક્ત રેલી સહરાનપુરમાં થવા જઈ રહી છે, જેમાં તેઓ પોતાની પાર્ટી માટે વોટ માંગશે.