For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સચિન, બાલ ઠાકરે અને પૂર્વ મુખ્યમંત્રીએ ચૂકવ્યું નથી પાણીનું બિલ!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 30 જાન્યુઆરી: મુંબઇમાં પાણીના બિલના બે લાખ ડિફોલ્ટર્સમાં શિવસેનાના દિવંગત નેતા બાલ ઠાકરે, ક્રિકેટર સચિન તેંડુલકર અને સપા નેતા અબૂ આઝમી સામેલ છે. બૃહદ મુંબઇ નગર નિગમ (બીએમસી)એ તાજેતરમાં જ ડિફોલ્ટર્સની યાદી પોતાની વેબસાઇટ પર સાર્વજનિક કરી જેમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી એ આર અંતુલે સહિત કેટલા મોટા નામ સામેલ છે. 16 જુલાઇ 2014 સુધી બીએમસીએ બે લાખથી વધુ ડિફોલ્ટર્સ પાસેથી એક હજાર કરોડ રૂપિયાથી વધુની વસૂલી કરી છે.

બીએમસીના એક અધિકારીએ જણાવ્યું હતું કે 'આ યાદી 24 વોર્ડ કાર્યાલયોમાંથી પ્રાપ્ત માહિતીના આધારે તૈયાર કરવામાં આવી છે અને તેમાં વાણિજ્યિક, ઔદ્યોગિક અને ઘરેલૂ કનેક્શન શ્રેણીઓ સહિતના ડિફોલ્ટર્સ સામેલ છે.'

bal-thackeray-sachin

અધિકારીએ જણાવ્યું હતું કે બીએમસી આ ડિફોલ્ટર્સ વિરૂદ્ધ તેમના પર બાકી રકમના આધારે જલદી કાર્યવાહી કરવા વિશે વિચાર કરશે. સંપર્ક કરવામાં આવેલા ઠાકરે પરિવારના એક અંગત સૂત્રએ જણાવ્યું હતું કે તે પેન્ડિંગ બિલની તપાસ કરશે.

તો બીજી અબૂ આઝમીએ કહ્યું હતું કે 'મારા તરફથી કોઇ પેન્ડિંગ બિલ નથી. બીએમસીના ખરાબ વહિવટના લીધે મને બિલ મોકલ્યું નહી હોય. મે મારા હોટલના મેનેજર પાસે તપાસ કરી છે અને કોઇ બિલ પેન્ડિંગ નથી. જો કોઇ બિલ બાકી છે હું તેને એક દિવસમાં ભરી દઇશ. મને ડિફોલ્ટર્સની યાદીમાં સામેલ કરવા માટે હું બીએમસીને નોટીસ મોકલીશ.'

English summary
Late Shiv Sena patriarch Bal Thackeray, cricket legend Sachin Tendulkar and SP leader Abu Azmi are among the two lakh water bill defaulters in Mumbai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X