For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાનઃ રસ્તામાંથી મળ્યું ઈવીએમ મશીન, બે ઑફિસર સસ્પેન્ડ

રાજસ્થાનઃ રસ્તામાંથી મળ્યું ઈવીએમ મશીન, બે ઑફિસર સસ્પેન્ડ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ રાજસ્થાનની 199 વિધાનસભા સીટ પર શુક્રવાર મતદાન સંપન્ન થયું. તમામ ઉમેદવારોનું ભવિષ્ય ઈવીએમમાં કેદ થઈ ગયું. બીજી બાજુ બારાં જિલ્લામાં વોટિંગ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ ઈવીએમ મશીન રસ્તા પરથી મળ્યા બાદ મશીનની સુરક્ષા અને ગોપનિયતા પર સવાલ ઉઠ્યા છે, જે બાદ બે અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. રસ્તા પર સીલબંધ મશીન લાવારિસ હાલતમાં પડ્યું હતું, જેને પોલીસે જપ્ત કરી લીધું.

રસ્તા પર લાવારિશ હાલતમાં મળ્યું હતું ઈવીએમ

રસ્તા પર લાવારિશ હાલતમાં મળ્યું હતું ઈવીએમ

લાપરવાહીના આરોપોમાં શાહાબાદ તાલુકાના અબ્દુલ રફીક અને નવલ સિંહને તત્કાલ અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. ઈવીએમમાં સીલ લાગેલ હોવાના કારણે માલુમ પડે છે કે દિવસે આ ઈવીએમનો ઉપયોગ વોટિંગમાં કરવામાં આવ્યો હતો. આ મામલો સામે આવ્યા બાદ ફરી એકવાર ઈવીએમની ગોપનીયતા પર સવાલ ઉઠી રહ્યા છે.

બે અધિકારી સસ્પેન્ડ

ગામના લોકોએ રસ્તા પરથી ઈવીએમ મશીન મળ્યાં હોવાની સૂચના પોલીસને આપી હતી, માહિતી મળ્યા બાદ ઘટના સ્થળે પહોંચેલ પોલીસે ઈવીએમ જપ્ત કરી લીધું અને ચૂંટણી પંચને આ અંગે જાણકારી આપી દીધી હતી. કિશનગંઝ વિધાનસભા ક્ષેત્રના શાહાબાદ વિસ્તારમાં આ ઈવીએમ મોડી રાત સુધી રસ્તા પર લાવારિશ હાલતમાં મળ્યું હતું.

પોલીસે ઈવીએમ જપ્ત કર્યું

જણાવી દઈએ કે 199 સીટ માટે શુક્રવારે મતદાન સંપન્ન થઈ ગયું છે. ચૂંટણી પંચ પાસેથી મળેલ આંકડાઓ મુજબ રાજ્યમાં 74.08 ટકા મતદાન થયું છે. ગત વિધાનસભા ચૂંટણીમાં 75 ટકાથી વધુ મતદાન થયું હતું. વિધાનસભા ચૂંટણીના પરિણામ 11મી ડિસેમ્બરે રિલીઝ થશે.

મંગળ ગ્રહ પર આવે છે આવા અવાજો, NASAએ જાહેર કર્યો વીડિયો મંગળ ગ્રહ પર આવે છે આવા અવાજો, NASAએ જાહેર કર્યો વીડિયો

English summary
ballot unit lying on road in Kishanganj Assembly Constituency, Baran of Rajasthan, 2 Suspended
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X