• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

એસપી બન્યા અનાથ નવવધૂના પિતા, કરાવ્યા ધૂમધામથી લગ્ન

|

(રામલાલ જયન)બાંદા, 17 જુલાઇઃ બુંદેલખંડમાં સામાન્ય રીતે એવી ધારણા પ્રચલતિ છે કે, પોલીસ પોતાના બાપની પણ નથી હોતી, પરંતુ અહી એક પોલીસ અધિકારીએ અનાથ નવવધૂના 'પિતા' બન્યા અને ફંડ એકઠું કરાવીને ધૂમધામથી લગ્ન કરાવ્યા. બાંદાના એસપી ઉદય શંકર જયસ્વાલે આ જવાબદારી સંભાળીને સમાજની સામે પોલીસનો જે માનવીય ચહેરો રજૂ કર્યો, તે પોલીસની ખરડાયેલી છબીને સુધારવાની રીત પણ હોઇ શકે છે.

આમ તો ઉત્તર પ્રદેશના બુંદેલખંડમાં અવાર નવાર પોલીસની બર્બરતા અને માનવતાને શર્મસાર કરતી ઘટનાઓ સામે આવતી રહે છે. આ વચ્ચે પોલીસનો એક માનવીય ચહેરો પણ સામે આવ્યો છે, જેમા બાંદાના પોલીસ અધિક્ષક ગોખરહી ગામની એક અનાથ દિકરીના ફંડ ઉઘરાવીને માત્ર લગ્ન જ ના કરાવ્યા પરંતુ એક પિતા તરીકેના તમામ રિવાજો નીભાવીને વર-વધૂને આશિર્વાદ પણ આપ્યા હતા.

માહિતી અનુસાર, ગોખરહી ગામમાં ખેડુત રામ સિંહની મોત 16 વર્ષ પહેલા થઇ હતી, તેમની એકમાત્ર દિકરી રીતુ એ સમયે માત્ર 10 વર્ષની હતી. મૃત ખેડૂત પાસે પોતાનું ઘર પણ નહોતું, જેથી તેની વિધવા સરકારી જમીનમાં ઝૂપંડી બાંધીને દિકરી સાથે રહેતી હતી. બીજી તરફ દિકરી 26 વર્ષની થતા તેના લગ્નની ચિંતા સતાવા લાગી. ગામના લોકોએ તેની ચિંતા અને કુરસેજા પીઠના મહંત પરમેશ્વરદાસને જણાવી, આ વચ્ચે તિંદવારી પોલીસ સ્ટેશનના થાનાધ્યક્ષ અબ્દૂલ રજાકે પોલીસ અધિક્ષક બાંદા ઉદય શંકર જયસ્વાલને જણાવી તો આખો પોલીસ વિભાગ જ તેમની મદદ વ્હારે આવી ગયો. રવિવારે ઘાટમપુર ક્ષેત્રના ગામ જૈતીપુરનો યુવક વિકાસ વર બનીને કન્યાના દરવાજે જાન લઇને આવ્યો ત્યારે પોલીસના અનેક અધિકારી જાનની સેવામાં લાગી ગયા. એટલું જ નહીં, બુંદેલી પરંપરા અનુરૂપ કન્યાની વિદાય સમય સુધી પોલીસ અધિક્ષક જયસ્વાલ કન્યાના પિતાની ભૂમિકા નિભાવતા રહ્યાં.

ગામના ગ્રામ પ્રધાન ગયા પ્રસાદ તિવારીએ ગ્રામીણો ઉપરાંત અસહાય પુત્રીના લગ્નમાં પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા. આવું પહેલીવાર થઇ રહ્યું છે કે જ્યારે પોલીસ ગરીબોના કામમાં આવી છે. કન્યાની માતા વિમલા કહે છે કે, અમે લોકો પોલીસનું નામ સાંભળતા ડરતા હતા, પરંતુ મારી પુત્રીના લગ્નમાં જે રીતે પોલીસે ફંડ કરીને સહયોગ કર્યો, તેનાથી એવું લાગે છે કે, વરદીમાં પણ માનવતા છે. પોલીસ અધિક્ષક જયસ્વાલ કહે છે કે આ પુણ્ય કાર્ય કરવા માટે આત્માએ પ્રેરિત કર્યો, તેથી કરી નાખ્યું. અમારી પોલીસ આ પ્રકારના સામાજિક કાર્યોમાં ભાગ લે તો જનતાનો વિશ્વાસ સહેલાયથી જીતી શકાય છે. આ લગ્નમાં પોલીસ તરફથી મહત્વની ભૂમિકા નિભાવનારા થાનાધ્યક્ષ તિંદવારી અબ્દૂલ રજાકે કહ્યું કે, રમજાનના પવિત્ર મહિનામાં અસહાય પુત્રીના લગ્નમાં સહયોગી થવાથી ખુશ છું. અલ્લાહની દૂઆથી ગરીબ પુત્રીના લગ્ન થઇ ગયા.

English summary
Superintendent of Police in Banda district of Uttar Pradesh did Kanyadaan of an orphan bride.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X