For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બંગાલુરુ મિડનાઇટ મેરેથોન - સ્પોર્ટ્સની સાથે સમાજસેવા

|
Google Oneindia Gujarati News

બેંગાલુરુ, 17 ડિસેમ્બર : આપણે સૌ જાણીએ છીએ કે ફંડ એકત્ર કરવા માટે મેરેથોન એક મોટું માધ્યમ છે. સ્પષ્ટ વાત છે કે બેંગલોરમાં 20 ડિસેમ્બર, 2014ના રોજ યોજાઇ રહેલી બેંગલોર મિડનાઇટ મેરેથોન પણ આવું જ કમાલનું કામ કરી બતાવવાની છે. જો કે અહીં સામાન્ય મેરેથોન કરતા કેટલીક બાબતો ખાસ છે.

આ મેરેથોનમાં આપ મનોરંજનની સાથે સમાજસેવામાં પણ ભાગ લઇ શકો છો. આ મેરેથોનમાં ભાગ લઇને આપ ગરીબો માટે ઘન એકત્ર કરવામાં મદદ કરી શકો છો. આ ખાસ મેરેથોનનું આયોજન રોટરી બેંગલોર આઇટી કોરિડોર કરી રહ્યું છે.

bangalore-midnight-marathon-poster-1

આ માટે આપે તેની વેબસાઇટ www.midnightmarathon.in પર જવું પડશે અને રજિસ્ટ્રેશન કરવું પડશે. આ એક વિશ્વસ્તરીય ચેરિટી અભિયાન છે જે જરૂરિયાત મંદો માટે ધન એકત્ર કરશે. આ મેરેથોન 20 ડિસેમ્બર, 2014ના રોજ બેંગલોરમાં યોજાવાની છે. આ મેરોથોન રાત્રિના સમયે યોજાવાની છે. જેનો અનુભવ આપના માટે ખાસ રહેશે.

મિડનાઇટ મેરેથોનનો કાર્યક્રમ આ મુજબ છે...
- સાંજે 7 વાગે કોમ્યુનિટી રિલે : પાંચ સભ્યોની જુદી જુદી ટીમો 1 કિલોમીટર સુધી દોડશે. આ રિલે દોડ હશે.
- સાંજે 6 વાગે સકારા આઇટી સિટી ફન રન : બીએમએમનું ફન વિદ રિલેમાં વચ્ચે વચ્ચે મનોરંજન પણ થશે. તે પાંચ કિલોમીટરની હશે.
- સાજે 7.30 વાગે ડેલોઇટ વિમેન 10 રન : ખાસ કરીને મહિલાઓ માટે આયોજન.
- સાંજે 7.45 વાગે વિમેન રિલે : જેમાં માત્ર મહિલાઓ ભાગ લેશે. તેમાં 5-5 મહિલા સભ્યોની બનેલી 8 ટીમ 5 કિલોમીટર સુધી દોડશે.
- રાત્રે 10 વાગે ટાર્ગેટ ઓપન : આ દોડમાં ભાગ લેનારા એક બીજા સાથે ખભા અથડાવીને એક બીજાને પ્રોત્સાહિત કરશે.
- રાત્રે 10 વાગે : કેરવેલ હાફ મેરેથોન મિડનાઇટ. આમાં લોકો ફુલ મેરોથોનથી અડધું અંતર પાર કરશે.
- રાત્રે 12 વાગે : ફુલ મેરેથોન

નોંધનીય છે કે આ મેરોથોનમાં અંદાજે 15000 લોકો ભાગ લેશે એવો અંદાજ છે. આ મેરેથોનને ભારતીય દોડવીર મિલ્ખા સિંહ લીલી ઝંડી બતાવશે. આ સાથે બોક્સર મેરી કોમ પણ ભાગ લેશે. આ મેરેથોનમાં રોટરી બેંગલોર આઇટી કોરિડોર તમામ સમાજસેવાના કાર્યક્રમો આયોજિત કરે છે.

English summary
A service club Rotary Bangalore IT Corridors going to organize Bengaluru Midnight Marathon on Dec 20, 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X