For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું બેંગ્લોરની સેંટ્રલ જેલમાં ચાલે છે સેક્સ રેકેટ?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 15 નવેમ્બર: શું બેંગ્લોરની સેંટ્રલ જેલમાં ચાલી રહ્યું છે સેક્સ રેકેટ? જેલ વોર્ડન પર મહિલા કેદીઓએ સનસનીખેજ આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે તેમને પુરૂષ કેદીઓ પાસે મોકલવામાં આવે છે.

બેંગ્લોર સેંટ્રલ જેલમાં બંધ મહિલા કેદીઓએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. કર્ણાટક હાઇકોર્ટના ચીફ જસ્ટીસને મોકલવામાં આવેલા પોતાના પત્રમાં મહિલા કેદીઓએ દાવો કર્યો છે કે જેમાં દેહ વેપારનો ધંધો ચાલે છે. કેદીઓએ જેલ વોર્ડન પર સીધો આરોપ લગાવ્યો છે.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે તેમને પુરૂષ કેદીઓ સાથે સેક્સ માણવા માટે મજબૂર કરવામાં આવે છે. પુરૂષ કેદીઓ પાસેથી 300 થી 500 રૂપિયા લેવામાં આવે છે. મહિલા કેદીઓએ પોતાના દુખડા જેલ પરિસરમાં રાખવામાં આવેલી ફરિયાદ પેટીમાં લખીને નાખી હતી. જેને એક જજે ખોલી તો ખુલાસો થયો. હવે આ પત્ર કર્ણાટક હાઇકોર્ટના ચીફ જસ્ટિસને મોકલવામાં આવી છે.

bangaluru-rape

બેંગ્લોરના હોસુર રોડ જેલમાં લગભગ 15 મહિલા કેદી સશ્રમ કારાવાસ, 3 સામાન્ય કારાવાસ, 89 અંડરટ્રાયલ, ચાર યુવતિઓ (19 થી 23 વર્ષની), 8 નાર્કોટિક્સ કેસ અને 12 વિદેશી મહિલા કેદી સજા કાપી રહી છે. આ આંકડો આ વર્ષે 28 ઓક્ટોબરના રોજ જેલ ડીજીઆઇ કેવી ગગનદીપ દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં નોંધાયેલો છે.

ડીઆઇજી જેલ તથા સેંટ્રલ જેલ વહિવટીતંત્રએ એવો કોઇપણ કેસ અથવા ફરિયાદ મળવાની સ્પષ્ટ મનાઇ કરી દિધી. ડીઆઇજીનું કહેવું છે કે તેમણે કહ્યું કે આ બધુ ખોટું છે. તેમને 'મહિલા કેદી' હંમેશા અલગ સેલમાં રાખવામાં આવે છે. 'અમને કોઇ ફરિયાદ મળી નથી.' જો આવું થઇ રહ્યું છે તો પગલાં ભરીશું.

કેદી નંબર 144 પદ્માવતીનો જેલમાં આતંક
પત્રમાં એક મહિલા કેદીનો ઉલ્લેખ પણ છે, જેના વિશે પીડિતાએ લખ્યું છે કે તેનો જેલમાં આતંક છે. ચિઠ્ઠીના અનુસાર કેદી નંબર 144 પદ્માવતી કેદીઓના પરિજનોથી મળનાર ખાવાનો સામાન છિનવી લે છે. કોઇ તેને સામાન આપવાની મનાઇ કરે તો તે તેને ફટકારે છે.

English summary
Some wardens force women convicts to have sex with male convicts, according to a letter written from inside the Bangalore Central Prison. A judge who found two letters in a grievances box .
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X