વણઝારા સમાજના ધાર્મિક ગુરુ રામરાવ મહારાજનુ નિધન, પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ
નવી દિલ્લીઃ વણઝારા સમાજના એક મોટા ધાર્મિક ગુરુ રામરાવ મહારાજનુ લાંબી માંદગી બાદ શનિવારે સવારે નિધન થઈ ગયુ. તે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં ભરતી હતા અને છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. તમને જણાવી દઈએ કે વણઝારા સમાજના એક પ્રમુખ સંત રામરાવ મહારાજના દેશભરમાં લગભગ 120 મિલિયન અનુયાયીઓ છે. ગુરુના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ નેતા તેમજ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ જેવા મોટા રાજકીય નેતાઓ સાથે પણ નજીકના સંબંધ હતા. ગુરુ રામરાવના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રી મોદીએ પોતાની સંવેદના વ્યક્ત કરીને ટ્વિટ કર્યુ કે સંતે ગરીબી અને માનવ પીડાને ઘટાડવા માટે અથાગ પ્રયત્નો કર્યો. પીએમ મોદીએ કહ્યુ કે વણઝારા સમાજના સંતને સમાજમાં તેમની સેવા માટે યાદ કરવામાં આવશે. પીએમ મોદીએ લખ્યુ, 'શ્રી રામરાવ બાપૂ મહારાજજીને સમાજ અને સમૃદ્ધ આધ્યાત્મિક જ્ઞાન માટે તેમની સેવા માટે યાદ કરવામાં આવશે. તેમણે ગરીબી અને માનવ પીડાને ઘટાડવા માટે અથાગ પ્રયત્નો કર્યા. મને થોડા મહિનાઓ પહેલા તેમન મળવાનુ સમ્માન મળ્યુ હતુ. આ દુઃખની ઘડીમાં, મારા વિચાર તેમના ભક્તો સાથે છે. ઓમ શાંતિ.'
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ રામરાવ મહારાજને શ્રદ્ધાંજલિ આપી અને કહ્યુ કે તેમનુ આખુ જીવન ગરીબો અને દલિતોના ઉત્થાન માટે સમર્પિત હતુ અને તેમને તેમના મહાન કાર્યો માટે યાદ કરવામાં આવશે. વણઝારા સમાજના મોટા ધાર્મિક ગુરુ રામરાવ મહારાજના અંતિમ સંસ્કાર સોમવારે પોહાદેવી તીર્થ સ્થળ પર થશે જે મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં સ્થિત છે.
ફારુખ અબ્દુલ્લા અને મહેબૂબાને 10 વર્ષ માટે કાળાપાણીની સજા કરોઃ સંજય રાઉત