For Daily Alerts
રાજ્યસભામાં પાસ થયુ બેંકિંગ વિનિમય (સુધારા) બિલ
નવી દિલ્લીઃ લોકસભા બાદ રાજ્યસભાએ પણ આજે બેંકિંગ રેગ્યુલેશન (સંશોધિત) બિલ 2020 એટલે કે બેંકિંગ વિનિમય(સુધારા) બિલને પાસ કરી દીધુ છે. આ પહેલા કેન્દ્ર સરકારે મોનસુન સત્ર દરમિયાન બુધવારે લોકસભામાં બેંકિંગ વિનિમય સંશોધન બિલ, 2020 પાસ કરી દીધુ હતુ. આ દરમિયાન લોકસભામાં નાણામંત્રીએ કહ્યુ કે બેંકિંગ વિનિમય(સુધારા) બિલ સહકારી બેંકોને નિયંત્રિત નથી કરતુ. સહકારી બેંકોના વિનિયમન 1965થી જ આરબીઆઈ પાસે છે. અમે કંઈ નવુ નથી કરી રહ્યા. જે નવુ કરી રહ્યા છે તે જમાકર્તાઓના હિતમાં છે.
સુશાંત કેસઃ NCBએ જયા સાહા સહિત 4 લોકોને મોકલી નોટિસ, રિયાની ન્યાયિક કસ્ટડી ખતમ