For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેંકો હવે નહિ લે કાર્ડ પેમેંટ પર ચાર્જ, પેટ્રોલપંપ પર થઇ શકશે ચૂકવણી

બેંકોએ નિર્ણય લીધો હતો કે પેટ્રોલ પંપ માલિકો પાસેથી ટ્રાંઝેક્શન ફી વસૂલવામાં આવશે. આ નિર્ણયના વિરોધમાં ઓલ ઇંડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને સોમવારથી કાર્ડ પેમેંટ નહિ સ્વીકારવાની ઘોષણા કરી હતી...

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી પેમેંટ કરવા પર લેવાનાર ટ્રાંઝેક્શન ફી ને લઇને બેંકોએ ફરી એક વાર પોતાનો નિર્ણય ટાળી દીધો છે. પહેલા બેંકોએ આ ફી ડીલર્સ પાસેથી વસૂલવાનો નિર્ણય કર્યો હતો પરંતુ ડીલર્સે તેનો વિરોધ કર્યો. ઓલ ઇંડિયા ડીલર્સ એસોસિએશન તરફથી સોમવારથી કાર્ડ પેમેંટ સ્વીકાર ન કરવાનો કરવાનો નિર્ણય લેવાયા બાદ બેંકોએ ફરી એક વાર નિર્ણય પર વિચાર કર્યો અને તેને હાલમાં ટાળી દીધો. બેંકો તરફથી નિર્ણય પાછો ખેંચાયા બાદ પેટ્રોલ ડીલર્સે પણ કાર્ડ પેમેંટ સ્વીકાર કરવાને લીલી ઝંડી આપી દીધી છે. પેટ્રોલ ડીલર્સે હાલમાં 13 જાન્યુઆરી સુધી આ નિર્ણય લીધો છે.

credit card

પહેલા આ હતુ બેંકોનું ફરમાન

વાસ્તવમાં બેંકોએ નિર્ણય લીધો હતો કે પેટ્રોલ પંપ માલિકો પાસેથી ટ્રાંઝેક્શન ફી વસૂલવામાં આવશે. આ નિર્ણયના વિરોધમાં ઓલ ઇંડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને સોમવારથી કાર્ડ પેમેંટ નહિ સ્વીકારવાની ઘોષણા કરી દીધી હતી. એસોસિએશનના અધ્યક્ષ અજય બંસલે જણાવ્યુ કે બેંકોએ પેટ્રોલિયમ ડીલર્સને એ સૂચના આપી હતી કે તે 9 જાન્યુઆરીથી ક્રેડિટ કાર્ડથી થનારી લેવડ-દેવડ પર 1% અને ડેબિટ કાર્ડથી થનારી લેવડ-દેવડ પર 0.25% થી 1% ની વચ્ચે ફી વસૂલ કરશે. ત્યારબાદ એસોસિએશને નિર્ણય કર્યો કે દેશભરમાં પેટ્રોલપંપ આઉટલેટસ પર 9 જાન્યુઆરીથી ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી ચૂકવણી નહિ સ્વીકારવામાં આવે.

ડીલર્સે કેમ કર્યો વિરોધ?

અજય બંસલે કહ્યુ કે ડીલર્સનું કુલ માર્જિન 2.5% છે. આમાં તેમણે સ્ટાફ કોસ્ટ અને અન્ય મેંટેનંસના ખર્ચ પણ ભરવાના હોય છે. એવામાં આટલા ઓછા માર્જિનમાં બેંકોને ફી આપવાનું રીટેલ આઉટલેટ્સ માટે સંભવ નથી. વળી, તેમણે કહ્યુ કે પેટ્રોલિયમ ડીલર્સ પોતાના ફાયદા માટે ભાવ વધારી શકતા નથી. ઓલ ઇંડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન તરફથી કાર્ડ પેમેંટ સ્વીકાર નહિ કરવાની ઘોષણા બાદ બેંકોએ ફરી એક વાર પોતાના નિર્ણય પર વિચાર કર્યો અને હાલમાં તેને ટાળી દીધો છે. આગામી થોડા સમયમાં બધા સ્ટેકહોલ્ડર્સની બેઠક થશે અને નિર્ણય અંગે વિચારવિમર્શ કરવામાં આવશે. જેમાં ડીલર્સને નુકશાન ન થાય તેવા વિકલ્પો અંગે વિચારણા કરવામાં આવશે.

English summary
Banks will not charge any transaction fee on card payments.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X