For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેંકો લોન ડિફોલ્ટર્સના ગેરન્ટર્સને પણ ઉઘાડા કરશે

|
Google Oneindia Gujarati News

banks
નવી દિલ્હી, 10 જુલાઇ : જાણી જોઇને દેવું નહીં ચૂકવનારાઓ પર દબાણ લાવવા માટે હવે બેંકોએ એક નવો માર્ગ અપનાવ્યો છે. બેંકોએ આવા ડિફોલ્ટર્સના ગેરન્ટર્સના નામ અને ફોટો હવે સમાચાર પત્રોમાં પ્રકાશિત કરવા અને બેંકોની શાખાઓ અને સામુદાયિક કેન્દ્રોના નોટિસ બોર્ડ્સ પર પ્રદર્શિત કરવાનો નિર્ણય લીધો છે.

મોટા ભાગની જાહેર ક્ષેત્રોની બેંકોએ જાણી જોઇનેદેવું નહીં ચૂકવનારાઓની તસવીરો સમાચાર પત્રોમાં ઉક્ત વિસ્તારોની આસપાસ અને અન્ય સ્થળોએ પ્રદર્શિત કરવાનું શરૂ કરી દીધું છે. આ બાબતમાં સરકારી બેંકો આગળ છે. હવે આ જ પ્રક્રિયા ડિફોલ્ટર્સના ગેરન્ટર્સ માટે અપનાવવામાં આવી રહી છે. જેથી ડિફોલ્ટર્સ પર દેવું ચૂકવવા માટે દબાણ બનાવી શકાય.

જાહેર ક્ષેત્રોની બેંકો આવી પહેલ કરવાની બાબતમાં સૌથી આગલ છે. અત્યાર સુધીમાં એસબીઆઇ, યુકો બેંક, અલ્હાબાદ બેંક, ઇન્ડિયન બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંકે આ પ્રકારે દેવું નહીં ચૂકવનારાઓની માહિતી પ્રકાશિત કરાવી છે. એક વરિષ્ઠ બેંક અધિકારીએ જણાવ્યું કે ખાનગી બેંકોએ અત્યાર સુધીમાં જે માહિતી પ્રકાશિત કરાવડાવી છે તેમાં ચૂકકર્તાઓ અને તેમના ગેરન્ટર્સના નામ નથી. જો કે તેમને પણ આ પ્રક્રિયા હેઠળ આવરી લેવામાં આવે તે અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે.

English summary
Banks will shame guarantors for loan defaulters.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X