Video: મુલાયમના બર્થ ડે પર બાળ ડાન્સરો કર્યો ડાન્સ, થઇ નોટોની વર્ષા
સમાજવાદી પાર્ટીના સુપ્રિમો મુલાયમ સિંહ યાદવના જન્મદિવસ પર લો અને ઓર્ડનની થઇ ઐસી કી તૈસી. જ્યાં એક બાજુ પંચાયત ચૂંટણીના કારણે પ્રદેશમાં ધારા 144 લાગુ છે. ત્યાં જ નેતાજીના જન્મદિવસ પર મુરાદાબાદ પંચાયત ભવન પરિસરમાં એક કાર્યક્રમમાં બાર ડાન્સરોએ જોરદાર ઠુમકા લગાવીને ત્યાં હાજર લોકોનું મનોરંજન કર્યું.
એટલું જ નહીં સપા નેતાઓએ આ બારગર્લ્સ પર ખૂબ નોટોની વર્ષા કરી. પંચાયત ભવનમાં કેક કાપીને મુલાયમના 76માં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી અને પછી ઓર્કેસ્ટ્રા સાથે યુવતીઓએ ડાન્સ કર્યો. નોંધનીય છે કે આ ફકંશનમાં ત્યારે નામી પદાધિકારીઓ હાજર હતા અને પોલિસ પણ. તેમ છતાં પોલિસે ચૂપચાપ આ કાર્યક્રમને ચાલુ રાખ્યું ત્યારે જુઓ આ વાતની સાબિતી આપતી આ તસવીરો અને વીડિયો.
ધારા 144 તેમ છતાં થયું બધુ
પંચાયત ચૂંટણીને લઇને જ્યાં રાજ્યમાં ધારા 144 લાગી છે ત્યાં જ નેતાજી મુલાયમના બર્થ ડે પર જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં પોલિસની હાજરીમાં બાર બાળાઓએ કર્યો ડાન્સ.
પોલિસની હાજરી
એવું નહતું કે અહીં જે કંઇ પણ થઇ રહ્યું હતુ તેનાથી પોલિસ અજાણ હતી. પોલિસની હાજરીમાં આ ડાન્સ થતો રહ્યો.
નોટોની વર્ષા
ઓર્કેસ્ટ્રાની યુવતીઓ સાથે અહીં અનેક લોકોએ લગાવ્યા ઠુમકા. અને તેમની પર કરી રૂપિયાની લાણી. વળી સિપાઇ તો ડાન્સ જોડે નાચવા પણ લાગ્યા પણ કોઇએ કોઇને રોક્યું નહીં.
વીડિયો
ત્યારે ડાન્સર પર હજાર હજારની નોટ ઉડાવનાર આ સમાજવાદી પાર્ટીના નેતાઓને જુઓ અહીં.