For Quick Alerts
For Daily Alerts
બરાક ઓબામાં ભારતમાં જુનિયર એન્જિનીયરની પરીક્ષા આપશે
દૌસા, 10 જૂન : સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા મોકલવામાં આવેલા એક પ્રવેશ પત્ર અનુસાર અમેરિકાના રાષ્ટપતિ બરાક ઓબામા ભારતમાં જુનિયર એન્જિનીયરની પરીક્ષા આપવાના છે. રાજસ્થાનમાં આવેલા દૌસા જિલ્લાના રામવાસ ગામના નિવાસી લલ્લુરામ મીણાની પાસે જુનિયર એન્જિનીયરની પરીક્ષા માટેનું પ્રવેશ પત્ર (હોલ ટિકિટ) આવી છે. જેમાં નામ અને એડ્રેસ લલ્લુરામના જ છે, પરંતુ તસવીર બરાક ઓબામાની છે.
મહત્વની બાબત એ પણ છે કે આ પ્રવેશ પત્ર લલ્લુરામ પાસે આવ્યું તો છે પણ આ માટે તેમણે ક્યારેય અરજી કરી નથી. આ પરીક્ષા આપવા માટે સાયન્સના વિદ્યાર્થી હોવું જરૂરી છે. જ્યારે લલ્લુરામે તો આર્ટ્સનો અભ્યાસ કર્યો છે.
લલ્લુરામની ઉંમર 40 વર્ષ છે. ઓવરએજ હોવાને કારણે તેમણે નોકરી માટે વર્ષોથી અરજી કરી નથી. તેઓ પોતાના ગામમાં ખાનગી શાળા ચલાવે છે. એસએસસી નોર્ધન રિજન, નવી દિલ્હી દ્વારા આ પ્રવેશ ટિકિટ જૂનિયર એન્જિનીયર સિવિલ, મિકેનિક, ઇલેક્ટ્રિકલ, ક્વૉંટિટિ, સર્વે વિંગ એન્ડ કોન્ટ્રાક્ટ એક્ઝામિનેશન 2013 માટે મોકલવામાં આવી છે. આ બાબતમાં જ્યારે અધિકારીઓને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પોતાનું મોઢું બંધ રાખવાનું જ યોગ્ય માન્યું હતું.