મસાજ પાર્લરની આડમાં ચાલી રહેલ સેક્સ રેકેટનો પોલીસે ભાંડાફોડ કર્યો
મસાજ પાર્લરની આડમાં ચાલી રહેલ સેક્સ રેકેટનો પોલીસે ભાંડાફોડ કર્યો
બરેલીઃ ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં પોલીસે મસાજ પાર્લરના નામે ચાલી રહેલ સેક્સ રેકેટનો ભાંડાફોડ કર્યો છે. ઘટના સ્થળેથી પોલીસે પાંચ યુવતીઓ અને આઠ યુવકોની ધરપકડ કરી છે. પોલીસ મુજબ યવતીઓ આસામ, ઉત્તરાખંડ, દિલ્હીથી કોન્ટ્રાક્ટ પર બરેલી આવી હતી, જ્યારે યુવક બરેલીના જ રહેવાસી હતા. હાલ પોલીસ મસાજ પાર્લરના માલિકની તલાશમાં છે.

શું છે મામલો
જાણકારી મુજબ ઈજ્જતનગર પોલીસને પાછલા કેટલાય દિવસોથી પીલભીત બાઈપાસ સ્થિત ફીનિક્સ મૉલ સામે આવેલ રાજરાની ટાવરમાં સેક્સ રેકેટ ચાલતું હોવાની સૂચના મળી રહી હતી. મંગળવારે રાત્રે સીઓ તૃતીય પીપી સિંહ અને ઈજ્જતનગરના ઈન્સપેક્ટર કેકે વર્માએ ફોર્સ સાથે ફિનિક્સ મોલ સામે માર્કેટિંગ કોમ્પ્લેક્સમાં દરોડા પાડ્યા. જ્યાં બીજા માળ પર ધી હીલિંગ ટચ સ્પા મસાજ પાર્લરની અંદર પોલીસને કેટલાય કપલ આપત્તિજનક સ્થિતિમાં મળ્યાં. આ દરમિયાન પોલીસે વીડિયોગ્રાફી પણ કરી.

યુવક-યુવતીઓ આપત્તિજનક સ્થિતિમાં મળ્યાં
પોલીસ મુજબ અહીં શરીરનો ધંધો ચાલી રહ્યો હતો. યુવક અને યુવતીઓ આપત્તિજનક સ્થિતિમાં મળ્યા. પાર્લરમાં તે સમયે ત્રણ કર્મચારી- મોહમ્મદ તૈફીક, નફીસ અહમદ અને નૌશાદ અલી હાજર હતા. આ ઉપરાંત મસાજ કરનાર પાંચ યુવતીઓની પણ ધરપકડ કરી લીધી છે. પાર્લરનું ચેકિંગ કરવામાં આવ્યું. પોલીસ સ્ટેશને લાવી બધાના નિવેદનો નોંધી લેવામાં આવ્યાં છે. પોલીસે બીજીવાર ઘટના સ્થલે જઈ ચેકિંગ કર્યું હોવાની વાત પણ કહી છે. પોલીસ મુજબ જે બિલ્ડિંગમાં મસાજ પાર્લર ભાડે ચાલી રહ્યું હતું, તે એક સેવાનિવૃત્ત પોલીસ ઈન્સ્પેક્ટરનું બિલ્ડિંગ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

બહારથી છોકરીઓ બોલાવવામાં આવી રહી છે
પાર્લરના સંચાલક બીજા શહેરથી કોન્ટ્રાક્ટ પર છોકરીઓ બોલાવતો હતો. ધી હીલિંગ ટચ મસાજ પાર્લરમાં પકડાયેલ પાંચેય ચોકરીઓમાં એક આસામ, ત્રણ દિલ્હી અને એક હલ્દ્વાનીની છે. એક કર્મચારીએ જણાવ્યું કે તેમને છ મહિના કે વર્ષના કોન્ટ્રાક્ટ પર લાવવામાં આવે છે. મસાજની આડમાં તેમની પાસે દેહ વ્યાપાર કરાવવામાં આવે છે. પકડાયેલ તમામ લોકોના અપરાધિક ઈતિહાસની પણ પોલીસ તપાસ કરી રહી છે.












Click it and Unblock the Notifications
