BBC ISWOTY: જલદી આવી રહી છે બીબીસી ઇન્ડિયન સ્પોર્ટ્સવુમન ઑફ ધ યરની ત્રીજી આવૃત્તિ
બીબીસી ઇન્ડિયન સ્પોર્ટ્સવુમન ઑફ ધ યરની ત્રીજી આવૃત્તિ આવી રહી છે.
આઠમી ફેબ્રુઆરીએ નૉમિનીઝની જાહેરાત સાથે ભારતીય સ્પોર્ટ્સમાં મહિલાઓની ઉત્કૃષ્ટ સિદ્ધીઓ અને યોગદાનને નવાજીશું.
ખેલ પત્રકાર, વિશેષજ્ઞો અને સ્પોર્ટ્સ લેખકોની જ્યુરી દ્વારા પાંચ નૉમિનીઝ નક્કી કરવામાં આવશે. જે પૈકી વાચકો બીબીસીની તમામ ભાષાની વૅબસાઇટ્સ તેમજ બીબીસી સ્પોર્ટ્સ પર પોતાના મનપસંદ ખેલાડીને વોટ આપી શકશે.
ભારતીય ચેસ ખેલાડી અને બીબીસી ઇન્ડિયન સ્પોર્ટ્સવુમન ઑફ ધ યર 2020ના વિજેતા કોનેરુ હમ્પીએ આ ઍવોર્ડની ત્રીજી આવૃત્તિને લઈને ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, “આ ઍવોર્ડ એ એક અદભુત પહેલ છે. કારણ કે તે યુવાઓને પ્રોત્સાહિત કરવાની સાથે-સાથે મહિલા ખેલાડીઓની ઓળખ વધારે છે. એક ચેસ ખેલાડી તરીકે જ્યારે હું નૉમિનેટ થઈ હતી. ત્યારે મને ભારત અને સમગ્ર વિશ્વમાંથી ઘણી ખ્યાતિ પ્રાપ્ત થઈ હતી.”
બીબીસી ન્યૂઝ, ભારતનાં વડા રુપા ઝાએ કહ્યું કે, "વર્ષ 2022 માત્ર એટલા માટે ખાસ નથી કારણ કે બીબીસી ઇન્ડિયન સ્પોર્ટ્સવુમન ઑફ ધ યરની ત્રીજી આવૃત્તિ રજૂ થઈ રહી છે, પરંતુ 2022માં બીબીસીના 100 વર્ષની ઉજવણી પણ કરવામાં આવી રહી છે."
"આ પુરસ્કાર નિર્ભય અને હિંમતવાન લોકોને બિરદાવવાની બીબીસીની સાચી ભાવના સાથે ખૂબ સારી રીતે જોડાયેલો છે. ફરી એક વખત, આપણે એ મહિલાઓનું સન્માન કરવા એકજૂટ થઈએ, જેમણે તમામ અવરોધો સામે વિજય મેળવ્યો અને વિશ્વને વધુ સમાન અને ન્યાયી બનાવ્યું."
બીબીસી સ્પોર્ટ્સવુમન ઑફ ધ યરની ત્રીજી આવૃત્તિનાં વિજેતા 7 માર્ચ 2022નાં રોજ જાહેર કરવામાં આવશે. આ સિવાય અન્ય બે નવા પ્રતિભાશાળી ખેલાડીઓને 'બીબીસી ઇમર્જિંગ પ્લેયર ઍવોર્ડ’ આપવામાં આવશે.
તદુપરાંત ભારતીય સ્પોર્ટ્સમાં સિંહફાળો આપનાર ખેલાડીને 'બીબીસી લાઇફટાઇમ ઍચિવમેન્ટ ઍવોર્ડ’થી નવાજવામાં આવશે.

- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=bfNr5SIrfRY
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો