For Quick Alerts
For Daily Alerts

'દુનિયા ચુપચાપ અમને મરતાં જોઈ રહી છે', અફઘાનિસ્તાનમાં મહિલાઓ રસ્તા પર ઊતર્યાં - BBC TOP NEWS
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં મહિલાઓ ફરીથી રસ્તા પર ઊતરી આવ્યાં છે અને વિરોધપ્રદર્શન યોજ્યું છે.
મહિલાઓના કહેવા પ્રમાણે આ પ્રદર્શન અફઘાનિસ્તાનમાં જારી તમામ સંકટો અંગે આંતરરાષ્ટ્રીય સમુદાયે સાધેલા મૌન અને આંતરરાષ્ટ્રીય સમુદાયની નિષ્ક્રિયતાના વિરોધમાં હતું.
પ્રદર્શન કરી રહેલી મહિલાઓના હાથમાં પોસ્ટર્સ હતાં, તેની પર લખેલું હતું - 'દુનિયા અમને શાંતિથી મરતાં કેમ જોઈ રહી છે?'
ઑગસ્ટના મધ્યમાં તાલિબાન ફરીથી સત્તામાં આવ્યું એ પછી મહિલાઓને કામ કરવાની પરવાનગી આપવામાં આવી નથી અને મોટાભાગની કિશોરીઓના હાઈસ્કૂલમાં જવા પર મનાઈ છે.

- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=-iphqhgnf2I
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
Comments