• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જો તમારી બાઈક પણ આવો અવાજ કરતી હોય તો થઈ જાવ સાવધાન! 10000નો દંડ થઈ શકે

|

નવી દિલ્હીઃ જો તમે પણ તમારી પસંદિત બુલેટના મોડિફાઈડ સાઈલેન્સરથી ફટાકડાનો અવાજ કાઢીને મસ્તી કરો છો તો સાવધાન થઈ જાવ. નવા મોટર વ્હીકલ એક્ટ બાદ તમારો આ ખેલ તમારા પર જ ભારી પડી શકે છે. દિલ્હી નજીક આવેલ હરિયાણાના ફરીદાબાદમાં નવો કાયદો લાગૂ થયા બાદ ત્રણ એવા મામલા સામે આવ્યા છે જેમાં બાઈક રાઈડર્સ પાસેથી તગડો દંડ વસૂલવામાં આવ્યો છે અથવા તો તેમની બાઈક જપ્ત કરી લેવામાં આવી છે.

સાઈલેન્સરથી ફટાકડા ફોડવા મોંઘા પડશે

સાઈલેન્સરથી ફટાકડા ફોડવા મોંઘા પડશે

મીડિયા રિપોર્ટ્સ મુજબ ફરીદાબાદના બે યુવકોને પોતાની બુલેટ મોટરસાઈકલથી ફટાકડાનો અવાજ કાઢવાની તગડી રકમ ચૂકવવી પડી છે. જણાવી દઈએ કે જ્યારે પોલીસે જોયું કે બે બાઈક સવાર હેલમેટ વિના રાઈડિંગ કરી રહ્યા છે તો તેમને અટકાવવાનો ઈશારો કર્યો. પોલીસને જોઈ પહેલા તો તેઓ ભાગી નિકળવાનો પ્રયાસ કરવા લાગ્યા, પરંતુ પોલીસે તેમને રોકી લીધા. ત્યારે માલૂમ પડ્યું કે તેમની પાસે પેપર નહોતાં, ઉપરથી મોડિફાઈડ સાઈલેન્સરથી ફટાકડા ફૂટી રહ્યા છે. પોલીસે એકનું મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમો અંતર્ગત 40 હજાર રૂપિયાનું ચલાન કાપ્યું તો બીજાનું 41 હજાર રૂપિયાનું.

દંડ ભર્યા બાદ જ છૂટી બાઈક

દંડ ભર્યા બાદ જ છૂટી બાઈક

બુલેટની મોડિફાઈડ સાઈલેન્સરથી ફટાકડા ફોડનાર જે યુવક પર 41 હજાર રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો હતો, તે બલ્લભગઢ વિસ્તારનો રહેવાસી છે. થોડા સમય બાદ તે પોતાની બાઈકના કેટલાંક કાગળ લઈને આવ્યો. પોલીસે પેપર ચકાસ્યા બાદ તેની દંડની રકમ ઘટાડીને 21000 કરી દીધી. આ રકમનું ચલાન ભર્યા બાદ તેને પોતાની બુલેટ લઈ જવાની મંજૂરી આપી. જો કે, પોલીસે તેને મોડિફાઈડ સાઈલેન્સર તરત હટાવવાની સૂચના આપી.

એક બાઈકરનું 35000નું ચલાન કપાયું

એક બાઈકરનું 35000નું ચલાન કપાયું

ફરીદાબાદમાં જ અન્ય એક મામલામાં એક બુલેટ ચાલકનું 35000 રૂપિયાનું ચલાન કપાયું હોવાનો મામલો સામે આવ્યો છે. ઘટના શહેરના બાટા ચોક વિસ્તારની છે, જ્યાં ચલાન કાપવા માટે જોનલ ઑફિસર ખુદ તહેનાત હતા. આ મામલે એક બુલેટ મોટરસાઈકલ પર ત્રણ યુવક સવાર હતા. ત્રણેય હેલમેટ પહેર્યા વિના જઈ રહ્યા હતા. બાઈકના પેપર માંગવા પર માલૂમ પડ્યું કે તેમની પાસે ડ્રાઈવિંગ લાઈસેન્સ નહોતું અને બાઈક રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ નહોતું. તેમણે પોતાની બાઈકનો થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ અને પોલ્યૂશન અંડર કન્ટ્રોલ સર્ટિફિકેટ પણ નહોતું લીધેલ. ઉપરથી ટ્રિપલ લોડિંગ અને સાઈલેન્સર મોડિફાઈડ કરવાની ભૂલ અલગથી કરી બેઠા. જ્યારે તમામ કલમો અંતર્ગત દંડની રકમ જોડવામાં આવી તો તેના પર 35 હજાર રૂપિયાનો દંડ લાગ્યો. બાઈકરને ચલાન થમાવી દેવામાં આવ્યું. તેણે કાંતો બધાં પેપર દેખાડવાં પડશે અથવા તો દંડની રમક ચૂકવી બાઈક છોડાવવી પડશે. બાઈકરનું નામ રાહુલ જણાવવામાં આવી રહ્યું છે જે દિલ્હીના બદરપુર ગામનો રહેવાસી છે અને તેની બાઈકની કિંમત દોઢ લાખ રૂપિયા છે.

પોલ્યુશનની કલમોમાં દંડ

પોલ્યુશનની કલમોમાં દંડ

નવા મોટર વ્હીકલ એક્ટમાં વાયુ અથવા ધ્વની પ્રદૂષણ પર 10 હજાર રૂપિયાના દંડનું પ્રાવધાન છે. ઑટોમોટિવ માપદંડો મુજબ વાહનોના ચાલવાના કારણે નિકળતો અવાજ મહત્તમ 80 ડેસિબલ સુધી હોવો જોઈએ. જ્યારે મોડિફાઈડ વાહનોના સાઈલેન્સરથી નિકળતો અવાજ 100 ડેસિબલથી પણ વધુ થઈ જાય છે જે પ્રતિબંધિત છે. મોટર વાહન અધિનિયમ અંતર્ગત કોઈપણ વ્યક્તિ વાહન ચલાવતી સમયે રોડ સિક્યોરિટી, ધ્વની અને વાયુ પ્રદૂષણ સંબંધિત નિર્ધારિત માપદંડોનું ઉલ્લંઘન કરે છે તો તે આ અપરાધની શ્રેણીમાં આવે છે.

જાણો, 23000નું ચલાન કેવી રીતે કપાયું, કયા ગુનામાં કેટલો દંડ?

English summary
be alerted if your bike's silencer also is modified
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more