કોરોના વેક્સીનનો ત્રીજો ડોઝ લગાવવા માટે રહો તૈયાર, જાણો સરકારે શું કહ્યુ
નવી દિલ્લીઃ કોરોનાની ત્રીજી લહેર વિશે વૈજ્ઞાનિકોની સતત ચેતવણી સાથે કોરોનાનુ જોખમ હજુ પણ તોળાઈ રહ્યુ છે. દેશમાં કોરોના વાયરસના કેસોમાં થોડો ઘટાડો જરૂરથી જોવા મળ્યો છે પરંતુ અમુક રાજ્યોમાં કોરોના કેસમાં થઈ રહેલ સતત વધારો ચિંતાનુ કારણ છે. દુનિયામાં બીજા અમુક દેશોમાં પણ કોરોના વાયરસના કેસોમાં ફરીથી વધારો જોવા મળી રહ્યો છે. ડેલ્ટા વેરિઅંટના કારણે આ વધારો થયો હોવાથી ભારતમાં એ અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે કે વેક્સીનના ત્રીજા ડોઝને મંજૂરી આપવામાં આવે. નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઑન વેક્સીન એડમિનિસ્ટ્રેશન ફૉર કોવિડ-19(નેગવેક) બૂસ્ટર ડોઝ પર વિચાર કરી રહ્યુ છે.

થોડા સમયમાં આયોજન અંગે ખુલાસો થશે
બૂસ્ટર માટે આ પહેલા પણ ચર્ચા થઈ હતી. સરકારના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ વૈજ્ઞાનિક પુરાવાનુ અધ્યયન કરવામાં આવી રહ્યુ છે. જો કે અમુક દેશોમાં બૂસ્ટર ડોઝ પણ શરૂ થઈ ગયા છે. ભારતમાં પણ બૂસ્ટર ડોઝની જરૂરિયાત અંગે નેગવેકે (નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઑન વેક્સીન એડમિનિસ્ટ્રેશન ફૉર કોવિડ-19) એ ચર્ચા કરી છે. નીતિ આયોગના સભ્ય(આરોગ્ય) ડૉ. વીકે પૉલે જણાવ્યુ છે કે કોવિડ-19 રસીકરણ પર રાષ્ટ્રીય વિશેષજ્ઞ સમૂહે રસીનો બૂસ્ટર ડોઝ આપવા પર વિચાર કર્યો છે અને આ સમગ્ર બાબતને બહુ ગંભીરતાથી જોવામાં આવી રહી છે. વધુ વૈજ્ઞાનિક પુરાવાઓનુ અધ્યયન કરવામાં આવી રહ્યુ છે. વળી, ઘણા દેશોએ પોતાના નાગરિકોને બૂસ્ટર ડોઝ આપવાનુ શરૂ પણ કરી દીધુ છે. જો કે આમાં એવા લોકોને શામેલ કરવામાં આવ્યા છે જેમને ગંભીર બિમારી છે અથવા જેમને રસી લગાવે છ મહિનાથી વધુ સમય પસાર થઈ ચૂક્યો છે. અમુક દેશો થોડા સમયમાં આ વિશે પોતાના આયોજન અંગે ખુલાસો કરશે.

બૂસ્ટર ડોઝ પર WHO એ સ્વીકૃતિ આપી નથી
WHOએ હજુ સુધી બૂસ્ટર ડોઝને સ્વીકૃતિ આપી નથી. વિશ્વ આરોગ્ય સંગઠન(WHO)એ સપ્ટેમ્બરના અંત સુધી કોવિડ-19 રસીના બૂસ્ટર ડોઝ પર રોક લગાવવાની અપીલ કરી છે. ગરીબ અને અમીર દેશો વચ્ચે રસીકરણમાં વિસંગતિ પર ચિંતા પ્રગટ કરીને WHOના મહાનિર્દેશક ટેડ્રોસ અધોનમ ગેબ્રેયેસસે કહ્યુ હતુ કે અમીર દેશમાં પ્રતિ 100 લોકોને અત્યાર સુધી રસીના લગભગ 100 ડોઝ આપવામાં આવી ચૂક્યા છે જ્યારે રસીના અભાવમાં ઓછી આવકવાળા દેશોમાં પ્રતિ 100 વ્યક્તિએ માત્ર 1.5 ડોઝ આપવામાં આવી શકાયો છે. રસીનો મોટો હિસ્સો વધુ આવકવાલા દેશમાં જવા દેવાની નીતિને તાત્કાલિક બદલવાની જરૂર છે. વળી, તેમણે એમ પણ કહ્યુ હતુ કે બૂસ્ટર ડોઝ પર સપ્ટેમ્બરના અંત સુધી રોક લગાવવામાં આવે જેથી ઓછામાં ઓછુ 10 ટકા વસ્તીને રસી લગાવી શકાય. જો કે ઘણા દેશોએ બૂસ્ટર ડોઝ લગાવવાનો શરૂ કરી દીધો છે.

કોરોના વાયરસના હજુ વધુ વેરિઅંટ સામે આવી શકે છે
દેશમાં મોટી સંખ્યામાં રસીકરણ થયુ હોવા છતાં હજુ પણ કોરોનાનુ જોખમ તોળાઈ રહ્યુ છે ત્યારે એઈમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યુ છે કે કોરોનાના નવા વેરિઅંટ સામે આ વર્ષના અંત સુધીમાં બૂસ્ટર ડોઝની જરૂર પડી શકે છે. જો કે બૂસ્ટર ડોઝ ત્યારે જ સંભવ બનશે જ્યારે દેશની એક મોટી વસ્તીને વેક્સીન લાગી જશે. કોરોના વાયરસ અત્યાર સુધી ઘણી વાર મ્યૂટન્ટ થઈ ચૂક્યો છે અને ઘણા બધા વેરિઅંટ આપણે જોઈ ચૂક્યા છે. આવનારા સમયમાં પણ આ રીતે વધુ વેરિઅંટ સામે આવી શકે છે જેના કારણે જોખમ યથાવત રહેશે.

શું કોરોના સામે વેક્સીનના બે ડોઝ પૂરતા નથી?
કોરોના વાયરસ વેક્સીન પર ધ લેસેન્ટનો એક રિપોર્ટ પબ્લિશ થયો હતો જે મુજબ ફાઈઝર અને એસ્ટ્રાજેનેકા વેક્સીનના ડોઝ બાદ એંટીબૉડી છ સપ્તાહ પછી ઓછી થવાનુ શરૂ થવા લાગે છે અને 10 સપ્તાહમાં 50 ટકાથી પણ વધુ ઓછી થઈ શકે છે. આ રિપોર્ટ આવ્યા બાદ ચર્ચા શરૂ થઈ ગઈ કે શું કોરોના સામે વેક્સીનના બે ડોઝ પૂરતા નથી. વિશેષજ્ઞોનુ કહેવુ છે કે વયસ્ક લોકો જે મેડિકલ દ્રષ્ટિએ નબળા છે, જેમની વય 70 વર્ષ કે તેનાથી વધુ છે, એવા ઘર કે જ્યાં વૃદ્ધોની દેખરેખ થઈ રહી છે એ બધાને બૂસ્ટર ડોઝ આપવો જોઈએ.