
ગ્લોબલ વોર્મિંગ માટે બીફ ઈન્ડસ્ટ્રી જવાબદાર, શાકાહારી બનોઃ જયરામ રમેશ
નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા જયરામ રમેશે ગ્લોબલ વોર્મિંગ માટે બીફ ઈન્ડસ્ટ્રીને જવાબદાર ઠેરવી છે. જયરામ રમેશે કોચ્ચિમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે જો તમે જળવાયુ પરિવર્તન માટે કંઈક કરવા માંગો છો તો શાકાહારી બનો. તેમણે કહ્યું કે મુખ્યરૂપે બીફ ઈન્ડસ્ટ્રીને કારણે જળવાયુ પરિવર્તન થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે બીફ ઈન્ડસ્ટ્રી જ ગ્લોબલ વોર્મિંગ માટે સૌથી મોટી દોષી છે.
જ્યારે તેમણે કોંગ્રેસ પાર્ટીની હાલત પર પણ વાત કરી અને પાછલી કેટલીક ચૂંટણીઓમાં મળેલી હાર પર ચિંતા વ્યક્ત કરી છે. જયરામ રમેશે કહ્યું કે પાર્ટીએ સખ્તીથી પોતાનું પુનરાવલોકન કરવું જોઈએ. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ નેતાઓએ પુનરાવર્તન કરવું જોઈએ. આવું ના કરવું પાર્ટી માટે ઘાતક હશે. તેમણે કહ્યું કે કોંગ્રેસ નેતાઓએ અહંકાર છોડવાની જરૂરત છે. સત્તાથી દૂર થવા છતાં કેટલાય નેતા એવો વર્તાવ કરે છે જાણે તેઓ હજી પણ મંત્રી હોય. તેમણે કહ્યું કે આપણે સ્થાનિક નેતાઓને પ્રોત્સાહન આપવું પડશે અને આગળ વધવું પડશે. જ્યારે તેમણે પાર્ટીના નેતૃત્વ પર પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે નેતૃત્વના સ્વભાવ અને શૈલી બદલવી પડશે.
ટ્રેનનું એન્જીન કેટલું માઈલેજ આપે છે, મેળવો રસપ્રદ આંકડા